યોજના વિશે
  (માહિતી) 
 | 
 
  
  
 | 
 
  
રાજ્યના ગ્રામ્ય
  વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો
  માટેની આવાસ યોજના સરદાર આવાસ વસાહત રામપુર જી. વડોદરા  
   
  ગામડામાં રહેણાંકની સમસ્યાના ઉકેલ માટેનું વ્યૂહાત્મક આયોજન રાજ્ય સરકારે
  કર્યું છે. ગરીબોને આજે નવી જીંદગી જીવવાનો અને ગરીબ વસ્તીની વસાહત તરીકે નવી
  જીવન સંસ્કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે. 
 | 
 
  
સરદાર
  પટેલ આવાસ યોજના - એક રૂ૫રેખા
 
 | 
 
  
   
    
     
      
       
         | 
        
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે.
        સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી.
        ''મફત પ્લોટ મફત ઘર''
        એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી. 
 | 
        
         | 
        
અગાઉ સદર હુ યોજના હેઠળ એક મકાનની કિંમત સામાન્ય વિસ્તારમાં રૂ.૨૦,૦૦૦/-
        અને ૫ર્વતીય દુર્ગમ વિસ્તારોમાં રૂ.૨૨,૦૦૦/-
        હતી.
        જેનો લાભ લઇ લાભાર્થીઓ પોતે મકાન બાંધી શકતા હતાં.
        ૫રંતુ સને ૨૦૦૦ થી લાભાર્થીઓ માટેનાં મકાનો સરકારશ્રી દ્વારા બનાવી આ૫વાની જોગવાઇ કરવામાં આવી. 
 | 
        
 
 | 
       | 
      
 
 | 
    
    
     
       | 
      
તા. ૧૧-૮-૨૦૧૦ થી સુધારો કરી આવાસની એક યુનિટની કિંમત વધારીને રૂ. ૫૪,૫૦૦/- કરવામાં આવી છે. 
 | 
      
       | 
      
જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય રૂ.૪૫૦૦૦/- છે. રૂ.૭૦૦૦/- લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.તેમજ ટોઇલેટ બ્લોક બનાવવા માટે લાભાર્થી દીઠ રૂ.૨૨૦૦/ તેમજ રૂ. ૩૦૦ લાભાર્થી શ્રમફાળો મળી કુલ રૂ.૨૫૦૦/- ની સહાય. 
 | 
      
 
 | 
    
 
 | 
 
  
યોજનાને વધુ
  ઉપયોગી અને લાભાર્થીઓ માટે અનુકૂળ બનાવવા માટેના રાજ્ય સરકારના પગલાં 
 | 
 
   | 
 
  
  
 | 
 
  
   
    
  
 | 
    
રૂ. ૧૧ હજારની જૂની આવક મર્યાદાની જગ્યાએ ગરીબી રેખા હેઠળ નોંધયેલ તમામને લાભ (તા. ૧-૮-૨૦૦૦ થી...) 
 | 
    
    
  
 | 
    
મકાનો, ધરતીકંપસામે પણ ટકી રહે તેવી મજબૂતાઇ વાળા બનાવવા માટે ડિઝાઇનમાં જરૂરી ફેરફાર (તા. ૧-૫-૦૧ થી...) 
 | 
    
    
  
 | 
    
લાભાર્થીને પોતાના નામે પ્લોટ કે મકાન હોવું ન જોઈએ. 
 | 
    
    
  
 | 
    
પતિ-પત્ની બંનેના લેમિનેટ કરેલ ફોટા સાથેની સનદ (તા. ૨૫-૬-૦૨ થી ....) 
 | 
    
    
  
 | 
    
સંસ્થા કે ગ્રામ પંચાયતની જગ્યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ (તા. ૨-૩-૦૫ થી...) 
 | 
    
    
  
 | 
    
ઇંટોને બદલે સિમેન્ટના હૉલોબ્લૉક તથા સ્ટોન મેશનરી અને બેલા સ્ટોન વાપરવાની પણ છૂટ (તા. ૨-૩-૦૫ થી...) 
 | 
    
    
  
 | 
    
ધાબાંવાળા મકાનોના વિકલ્પે મેંગ્લોરી નળીયાવાળાં છાપરાવાળાં મકાનો બાંધવાની છૂટ (તા. ૨-૩-૦૫ થી....) 
 | 
    
 
 | 
 
  
આ યોજનાનો લાભ કોણ
  લઇ શકે ? 
 | 
 
  
  
 | 
 
   | 
 
  
   
    
     
      
  
 | 
      
રાજય સરકારની ગરીબલક્ષી આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના ગરીબીરેખા નીચે નોંધાયેલ વ્યકિતને મળી શકે છે. 
 | 
      
      
  
 | 
      
પોતાને કોઇ પ્લોટ કે મકાન ન હોય તેવાને આ યોજનાનો લાભ મળે છે. 
 | 
      
      
  
 | 
      
અરજદારે સરકારની રહેઠાણની અન્ય યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇએ. 
 | 
      
      
  
 | 
      
અરજદાર પાસે પિયતવાળી જમીન અડધા હેકટરથી વધારે ન હોય અથવા બિનપિયતવાળી એક હેકટરથી વધારે ખેતીની જમીન ન હોય તો તેવા જમીન ધારકોને પણ આ યોજનામાં લાભ મળે છે. 
 | 
      
 
 | 
     | 
    
 
 | 
 
  
   
    
  
 | 
    
જો સાથે રહેતાં હોય અને તેમાં ૫તિ કે ૫ત્નીને નામે કોઇ પ્લોટ કે મકાન ન હોય અને છેલ્લા પાંચ વર્ષથી એ જ ગામમાં વસવાટ કરતાં હોય તો તે બેમાથી કોઇ એક વ્યકિતને જ આ યોજનાનો લાભ મળી શકે છે. 
 | 
    
    
  
 | 
    
જો લાભાર્થી બહારગામનો વતની હોય તો જે ગામમાં રહેતો હોય તે ગામનું ગરીબીરેખાનું કાર્ડ ધરાવતો હોવો જોઇએ. આવી વ્યકિતએ તેના મૂળ ગામમાંથી ત્યાંના સરપંચશ્રી પાસેથી '' આ લાભાર્થીએ અમારા ગામમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી'' એવો દાખલો લાવવાનું જરૂરી છે. તથા તે ગામે મૂળ વતનમાં તેના તથા તેની ૫ત્નીના નામે પોતાનું મકાન ન હોવું જોઇએ અને બી.પી.એલ. ની વ્યાખ્યામાં આવતાં હોવાં જોઇએ તેનો દાખલો જરૂરી છે. 
 | 
    
    
  
 | 
    
સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા ગ્રામજનને ફકત એક જ વખત મળી શકે છે. 
 | 
    
 
 | 
 
  
આ યોજનામાં તમારૂં
  મકાન કેવું બનશે ? 
 | 
 
  
  
 | 
 
   | 
 
  
   
    
  
 | 
    
ઓટલા સિવાય મકાનનું બાંધકામનું ક્ષેત્રફળ ૨૨.૯૦ ચો.મી. થી ઓછું ન હોવું જોઇએ. 
 | 
    
    
  
 | 
    
યોજનાના મકાનનું ખોદાણકામ ૦.૯૦ મીટર સુધી અથવા પીળી માટી (મુરમ) મળે ત્યાં સુધી, એ બેમાંથી જે વધુ હોય ત્યાં સુધી કરવાનું રહેશે. 
 | 
    
    
  
 | 
    
પ્લીન્થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૭૦ મીટર રાખવાની રહેશે 
 | 
    
    
  
 | 
    
મકાનની પેરાપેટ ઉંચાઇ ૦.૩૦ મીટર રાખવાની રહેશે. 
 | 
    
    
  
 | 
    
યોજનાના મકાનમાં એક મોટા ઓરડાનું મા૫ ૩.૩૫ X ૪.૯૮ મીટર રાખવાનું રહેશે. 
 | 
    
    
  
 | 
    
સંડાસ બાથરૂમનું માપ ૧.૦૦ મીટર X ૧.૮૨ મીટર રાખવાનું રહેશે 
 | 
    
    
  
 | 
    
     
      
  
 | 
      
પ્લીન્થની ઉંચાઇ ૦.૩૦ મીટર તથા પ્લીન્થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૧૫ મીટર રાખવાની રહેશે. 
 | 
      
      
  
 | 
      
એકબાજુના ભાગમાં સંડાસની તથા બાકીના ભાગમાં બાથરૂમની જોગવાઇ રાખવાની રહેશે. 
 | 
      
 
 | 
    
    
  
 | 
    
આગળના ભાગે ૧.૮૦ મીટર ૫હોળાઇનો ખુલ્લો ઓટલો જમીનથી ૦.૩૦ મીટર ઉંચાઇનો બનાવવાનો રહેશે. 
 | 
    
 
 | 
 
  
મકાન બાંધકામની ગુણવત્તાના ધોરણો શું છે 
 | 
 
  
   
     | 
    
     | 
    
    | 
 | 
    
    
     
      
  
 | 
      
ઓરડા તથા સંડાસ કમ બાથરૂમનું પ્લીન્થ ઉ૫રનું ચણતર તથા પેરાપેટનું ચણતર પાકી ઇંટોનું ૦.૨૩ મીટર જાડાઇનું સિમેન્ટના હોલો બ્લોક તથા સ્ટોન મેશનરી અને બેલાસ્ટોન વિગેરે સિમેન્ટ રેતી કેલ (૧:૬) માં કરવાનું હોય છે. 
 | 
      
      
  
 | 
      
મકાનમાં આગળ પાછળ લોખંડના વેન્ટિલેટર્સવાળા ફલે૫ શટર સહિતના બે દરવાજા (૫તરાની જાડાઇ ૧૮ ગેઇઝથી ઓછી ન હોવી જોઇએ) નકશામાં જણાવેલ ડિઝાઇન મુજબ ૦.૮૨ મીટર X ૨.૦૦ મીટરનો દરવાજો મૂકવાનો હોય છે. 
 | 
      
      
  
 | 
      
સંડાસનો લોખંડનો સાદો દરવાજો ટાઇ૫ ડિઝાઇન મુજબ ૦.૭૫ X ૨.૦૦ મીટરનો મૂકવાનો હોય છે. 
 | 
      
      
  
 | 
      
મકાનમાં આગળ પાછળની દીવાલોમાં કુલ બે બારીઓ ૦.૭૫ મીટર X ૧.૦૫ મીટરના મા૫ની લોખંડની સેફટી બાર સહિતની મૂકવાની હોય છે. 
 | 
      
      
  
 | 
      
લાભાર્થીની લેખિત માંગણી થયેથી વિકલ્પે પાછળની દીવાલનાં બારણાંને બદલે બારી મૂકી શકાય. આમ એક બારણું તેમજ ત્રણ બારી રાખી શકાય. 
 | 
      
      
  
 | 
      
સંડાસ કમ બાથરૂમમાં સિમેન્ટ ક્રોંક્રિટની પ્રિકાસ્ટ જાળી ૦.૬૦ મીટર X ૦.૬૦ મીટરના મા૫ની મૂકવાની હોય છે 
 | 
      
      
  
 | 
      
બાથરૂમ કમ સંડાસ માટે ૫૪૦ મીલીમીટર સાઇઝનું ડબલ્યુ સી.ટબ શોકપીટ (કવર સહિત) તથા જરૂરી પાઇ૫ કનેકશન વિગેરેનું કામ કરવાનું હોય છે. 
 | 
      
 
 | 
    
 
 | 
 
  
યોજનાના મકાન
  બાંધકામના ચણતરની માર્ગદર્શિકા 
 | 
 
  
  
 | 
 
   | 
 
  
   
    
     
      
  
 | 
      
બારી દરવાજાના ઓ૫નીંગની આજુબાજુ લોખંડના સળિયા મૂકી મજબૂતાઇનું કામ કરવાનું હોય છે. 
 | 
      
      
  
 | 
      
સીલ લેવલે ખૂણા તથા ટી જંકશનની દીવાલો ઉ૫ર યુ આકારના સળિયા ૦.૯૦ મીટર લંબાઇના ૧:૩ સિમેન્ટ રેતીના કેલ ભરીને મૂકવાના હોય છે. 
 | 
      
      
  
 | 
      
ચણતર કામ સિમેન્ટ રેતી કેલ (૧:૬)ને બદલે (૧:૪)માં કરવાનું હોય છે. નિયત કરેલ ટાઇ૫ ડિઝાઇન મુજબ કરવાનું હોય છે. 
 | 
      
      
ઉ૫રાંત સાઇસ્િમક ઝોન- પાંચ માટેના વિસ્તારમાં (કચ્છ જીલ્લો) મકાનો બનાવવા માટે ભૂકં૫ પ્રતિકારક કામો કરવાનાં હોય છે. 
       
      ઓરડા તથા સંડાસ કમ બાથરૂમનું પ્લીન્થ ઉ૫રનું ચણતર તથા પેરાપેટનું ચણતર પાકી ઇંટોનું ૦.૨૩ મીટર જાડાઇનું સિમેન્ટના હોલોબ્લોક તથા સ્ટોન મેશનરી અને બેલાસ્ટોન વિગેરે સિમેન્ટ રેતી કેલ(૧:૬) માં કરવાનું હોય છે. 
 | 
      
 
 | 
     | 
    
 
 | 
 
  
  
 | 
 
  
સને ૧૯૯૭-૯૮ થી
  ૨૦૧૧-૧૨ દરમિયાન રાજયમાં બનેલ સરદાર આવાસ યોજનાના મકાનો 
 | 
 
   | 
 
  | 
 | 
 
  
સરદાર પટેલ આવાસ
  યોજના-વિશેષતા 
 | 
 
   | 
 
  
   
    
     
       | 
      
સરદાર પટેલ આવાસ યોજના હેઠળ સને : ૧૯૯૭-૯૮ થી ૨૦૧૦-૧૧ સુધીમાં પૂર્ણ થયેલાં મકાનોની કુલ સંખ્યા ૪,૧૨,૭૫૮. 
 | 
      
       | 
      
સને : ૨૦૧૦-૧૧ ના વર્ષ દરમિયાન કુલ ૩૪,૨૮૯ આવાસો માટે રૂ. ૧૫૪૬૭.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી. 
 | 
      
      
વર્ષ ૨૦૧૧-૧૨ માટે ૨૮૬૪૨ મકાનો નો લક્ષયાંકતેમજ રૂ. ૧૨૮૮૯ લાખની નાણાંકીય જોગવાઇ કરવામા આવેલ છે. જેની સામે માર્ચ-૧૨ અંતીત રૂ. ૧૪૧૯૯.૪૧ લાખ નો ખર્ચ અને ૨૪૪૯૮ આવાસો પૂર્ણ કરવામા આવેલ છે. 
 | 
      
      
વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના હેઠળ રૂ. ૩૫૪૬૭.૨૫ લાખની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે. અને ૭૮૮૧૬ આવાસ બાંધકામનો લક્ષ્યાંક  નક્કી કરવામાં આવેલ છે. 
 | 
      
 
 | 
    
 
 | 
 
 
No comments:
Post a Comment