ભાવનગરમાં
ખેલમહાકૂંભ-2014નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના
યૌવનને ખેલકૂદ ક્ષેત્રે ઉચ્ચત્તમ પ્રશિક્ષણ માટે પ્રત્યેક જિલ્લામાં સ્પોર્ટસ
સ્કુલ સ્થપાશે
શારિરીક
ચુસ્તી-સ્ફૂર્તિ માટે તાલુકા કક્ષાએ ‘‘સ્વામી
વિવેકાનંદ જીમ કેન્દ્રો'' ઉભાં કરવાની નેમ
સ્પોર્ટસ
યુનિવર્સિટી ખેલકૂદ પ્રતિભા માટે ઉત્તમ પ્લેટફોર્મ બની છે
ભાવનગરને
રમત-ગમત ક્ષેત્રે અનેક નવલી ભેટ
રાજ્યકક્ષાની
ટેબલ ટેનિસ-બાસ્કેટ બોલ એકેડેમી
આંતરરાષ્ટ્રીય
સ્પર્ધાઓ માટે રૂા.15 કરોડનો મલ્ટિપર્પઝ હોલ
6 કરોડનો અદ્યતન સિન્થેટીક એથ્લેટીક ટ્રેક
અશ્વ
સવારી-અશ્વ રમતોનું ઘનિષ્ઠ પ્રશિક્ષણ કેન્દ્ર
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન
પટેલે ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓ ખેલકૂદ ક્ષેત્રે વધુ કૌવત દર્શાવી શકે તેવા ઉચ્ચતમ
પ્રશિક્ષણ માટે પ્રત્યેક જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કુલ સ્થાપવાની નેમ વ્યકત કરી
છે.
આ હેતુસર રમત-ગમત ક્ષેત્રના બજેટમાં
રૂા.33 કરોડથી
અધિક રકમની જોગવાઇ પણ આ વર્ષે સુનિヘતિ કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ
ઉમેર્યું હતું.
શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યવ્યાપી
ખેલ મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો આજે સૌરાષ્ટ્રના સાંસ્કૃતિકનગર ભાવનગરથી
રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.
ખેલકૂદના તરવરાટથી થનગનતા યુવા
ખેલાડી ભાઇ-બહેનોના ઉત્સાહ-ઉમંગને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરમાં રાજ્યકક્ષાની
ટેબલટેનિસ અને બાસ્કેટ બોલ એકેડેમી શરૂ કરવાની તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના
આયોજન માટે રૂા.15 કરોડના
ખર્ચે મલ્ટીપર્પઝ હોલ અને રમતવીરોની સઘન તાલીમ આપૂર્તિ માટે રૂા.6 કરોડનો સિન્થેટિક
એથ્લેટિક ટ્રેક ઉભો કરવાની જાહેરાતો પણ કરી હતી.
શ્રીમતી આનંદીબહેન પટેલે તત્કાલિન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ 2010થી શરૂ કરેલી ખેલ
મહાકુંભની શ્રૃંખલા ઉત્તરોત્તર સફળતાને વરી છે તેનો હર્ષ પણ વ્યકત કર્યો હતો.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતના
ખેલાડીઓને પોતાની પ્રતિભા-કૌશલ્ય દર્શાવવાનો મોકો વરસો સુધી મળ્યો ન હતો તેવી
ખેલ કૂદ ક્ષેત્રની ઉપેક્ષિત સ્થિતી અને મેદાની રમતો પ્રત્યેની ઉદાસીનતાનું
નિવારણ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વને શ્રેષ્ઠ ગુજરાતી ખેલૈયાઓ આપવા શરૂ
કરેલી ખેલમહાકૂંભની આ પરિપાટીએ અનેક આંતરરાષ્ટ્રિય રમતોમાં ગુજરાતનું ખેલકૂદ
કૌશલ્ય ઝળકી ઉઠયું છે.
મુખ્યમંત્રીશ્રીએ શાળાઓના મેદાનોમાં
શાળાકીય જીવન દરમિયાન રમતગમત એ જીવનનો હિસ્સો બને અને પ્રત્યેક બાળક મેદાનમાં
પરસેવે તરબતર થઇ રમત-ગમતની અસલીયત આત્મસાત કરે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવું
વાતાવરણ ઉભું કરવાની પણ હિમાયત કરી હતી.
શ્રીમતી આનંદીબહેને રાજ્યની ખેલ
પ્રતિભાઓને આંતરરાષ્ટ્રિય અને રાષ્ટ્રિય રમતોમાં મેડલ્સની સિધ્ધિ માટે રૂા.5 કરોડથી રૂા.25 લાખના ઇનામો
આપવાની રાજ્ય સરકારની યોજનાની વિગતો પણ વિસ્તૃત રીતે સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન યુગમાં
શારિરીક ચુસ્તી-સ્ફૂર્તિ માટે યુવાધન જાગૃત બન્યુ છે ત્યારે તેના શરીર શૌષ્ઠવને
ઓર નિખાર આપવા તાલુકાકક્ષાએ સ્વામી વિવેકાનંદ તાલુકા જિમ અને ફિટનેસ સેન્ટર રાજ્ય
સરકાર ઉભા કરશે તેમ પણ ખેલાડીઓના હર્ષોલ્લાસ વચ્ચે જાહેર કર્યું હતું.
તેમણે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારના
હોનહાર ખેલાડી બાળકોને યોગ્ય પ્રશિક્ષણ અને શ્રેષ્ઠતમ સુવિધા મળે તે માટે રાજ્ય
સરકારની શકિતદૂત યોજના સહિતની રમતગમત પ્રોત્સાહક યોજનાની પણ વિગતો સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ખેલકૂદ દ્વારા સ્વસ્થતા
અપનાવવા પ્રતિબધ્ધ યુવા ખેલાડીઓને સ્વચ્છતા પ્રત્યે પણ જાગૃતિ કેળવી રાજ્યવ્યાપી
સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પ્રેરક હાકલ કરી હતી.
ખેલમહાકૂંભના ઉદ્ઘાટન પ્રસંગે યુવક
સેવા, રમતગમત
રાજ્ય મંત્રી શ્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન
અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકૂંભ
જેવી અદ્વિતીય રમતગમતલક્ષી પ્રવૃત્તિની શરૂઆત કરી અને તેના ફળસ્વરૂપે આપણા
ગુજરાતમાંથી 5ાંચ
ખેલાડીઓએ સાઉથ કોરિયામાં રમાઇ રહેલ આંતરરાષ્ટ્રિય કક્ષાની રમતમાં ભાગ લઇ
ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ પ્રસંગે બેડમિંગ્ટન ખેલાડી શ્રી
ગોપીચંદ રાયફલ શુટિંગ, મહિલા
ખેલાડી લજ્જા ગૌસ્વામી અને માના પટેલ સહિતના રમતવીરોએ ખેલ મહાકૂંભના માધ્યમથી
પોતે મેળવેલ ઉજ્જવળ કારકિર્દીની સિધ્ધઓ વર્ણવી હતી. મુખ્યમંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલે લજ્જા ગૌસ્વામીને રૂા.20 લાખનો
ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના દંડક શ્રી
મનસુખભાઇ માંડવિયા, વિધાનસભાના
નાયબ મુખ્ય દંડક શ્રી આત્મારામ પરમાર બાડાના ચેરમેન શ્રી અમોહ શાહ, સાંસદ શ્રી
ભારતીબને શિયાળ, ધારાસભ્ય
શ્રી જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન
દવે, રમતગમત
અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સચિવ
શ્રી ભાગ્યેશ જ્હા, ઉચ્ચ
અધિકારીઓ અને રમતપ્રેમીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિરાણી ચોક-લીલા સર્કલ રોડ તથા સરદાર
પટેલ સ્કૂલ-હિલપાર્ક રોડ પર તૈયાર થનાર
સિક્સ લેન, ફોરલેન બ્રીજનું
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન
પટેલના હસ્તે આજે ભાવનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અંતર્ગત શહેરના શહેરના વિરાણી
ચોક-લીલા સર્કલ પર સિક્સલેન બ્રીજ તથા સરદાર પટેલ સ્કૂલ હિલપાર્ક રોડ ઉપર ફોર
લેન બ્રિજનાં કામોનું ખાતમુહૂર્ત થતાં શહેરની આધુનિક માળખાકીય સુવિધામાં વધારો
થશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમજયંતિ
મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરાણી ચોક, લીલા સર્કલ રોડ
ઉપર રૂા.4.77 કરોડના
ખર્ચે સીક્સલેન બ્રીજ તૈયાર થનાર છે. જ્યારે આ જ યોજના અંતર્ગત સરદાર પટેલ સ્કુલ-હિલપાર્ક
રોડ ઉપર ફોર લેન બ્રીજ બાંધવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી, શ્રીમતી આનંદીબેન
પટેલે આજે આ બંને બ્રીજના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વિરાણી ચોક, લીલી સર્કલ રોડ
ઉપર બંધાનાર સીકસલેન બ્રિજના કારણે સમગ્ર કાળીયાબીડ, ભકિતપાર્ક,
માધવનગર, નંદિગ્રામ, રાધેશ્યામ
સોસાયટી, કસ્તુરબા
સોસાયટી, કામિયાનગર
તથા સિદસરરોડ ઉપરની તમામ સોસાયટી વિસ્તારની અંદાજે બે લાખની વસ્તીને આગામી
દિવસોમાં તૈયાર થનાર આ સીક્સ લેન બ્રિજનો લાભ મળશે.
બંને તરફ અગિયાર મીટરના કોરિઝ-વે 1.20 મીટરનાં સેન્ટ્રલ
વર્જ અને બંને તરફ બે મિટરની ફૂટપાથ સાથે કુલ 27.80 મીટરની પહોળાઇ અને 44 મીટરની
લંબાઇ સાથે તૈયાર થનાર આ સીકસલેન બ્રિજના પરિણામે વિરાણી ચોક લીલાસર્કલ રોડ ઉપર
નાગરિક સુવિધાનો વધારો થશે.
સરદાર પટેલ સ્કુલથી હિલપાર્ક રોડ
ઉપર રૂા.3.34 કરોડના
ખર્ચે તૈયાર થનાર ફોરલેન બ્રિજની લંભાઇ 20 મીટરની
રહેશે. આ બ્રિજના કારણે સમગ્ર કાળીયાબીડ,
હિલપાર્ક તથા સિદસર અને સિદસર રોડ પરનાં સોસાયટી વિસ્તારની અંદાજે 1 લાખ પ0 હજાર વસ્તીને લાભ મળશે.
કૈલાસ
વાટિકાના નવીનીકરણ સાથે ભાવનગર શહેરના બોર તળાવને વધુ નયનરમ્ય, આકર્ષણ કેન્દ્ર બનાવાશે
મુખ્યમંત્રી
શ્રીમતી આનંદીબહેન પટેલના હસ્તે અશોકવાટિકાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું
સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રીશ્રી
શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ભાવનગર શહેરના
બોર તળાવ ખાતે કૈલાસવાટિકા નવીનીકરણ (ફેઇજવન)ના કામનું આજે વિરાણી ચોક ખાતે
ખાતમુહૂર્ત કર્યું હતું.
રૂા.164 લાખના ખર્ચ તૈયાર થનાર બોર-તળાવ કૈલાસવાટિકા અંતર્ગત
લોકોને બેસવા માટે હેબ્રીફેટર છત્રિયો,
ઓટલાઓ તથા બેઠકોની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
કૈલાસવાટિકા અંતર્ગત થાપનાથ મંદિરનાં
લોઅર ભાગમાં સહેલાણી માટે ગૃપસિટીંગના હેતુથી હેબ્રીકેટડ બોમ્બ અદ્યતન લાઇટીંગ
કામ, આકર્ષક
પેવિંગ નયનરમ્ય, લેન્ડસ્કેપીંગ
અને ગાર્ડનીંગના ડેવલોપમેન્ટના કામ થાપનાથ મંદિરના પ્લાઝાના ભાગમાં આકર્ષક
પ્રવેશદ્વાર તથા ટોઇલેટ બ્લોકની વ્યવસ્થાનું આયોજન કરાયું છે.
શહેર માટે હાલમાં પણ બોરતળાવ
આકર્ષણનું સ્થળ છે આ સમગ્ર યોજના પૂર્ણ થતાં તળાવ શહેરીજનો માટે વધુ આકર્ષણનું
કેન્દ્ર બનશે. જેના કારણે બહોળા પ્રમાણમાં સહેલાણીઓ લાભ લેશે.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન
પટેલે આજે આગામી દિવસોમાં તૈયાર થનાર 37 નંદઘર
(આંગણવાડી)ના નવિન બાંધકામોનું લોકાર્પણ કર્યું હતું. રૂા.2.37 કરોડના ખર્ચે
તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના 274 નંદઘરનાં
બાંધકામોનું કામ હાથ ધરાયું છે. 274 નંદઘર
પૈકી પ્રથમ તબક્કામાં 100
નંદઘરનાં બાંધકામની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત 32 નંદઘરનાં
બાંધકામોનું લોકાર્પણ અગાઉ થઇ ગયેલું છે. બાકી રહેતા નંદઘરના બાંધકામની કામગીરી પણ
તબક્કાવાર ચાલુ કરાશે.
અમદાવાદ
જિલ્લાના ખેડૂતો જોગ
બાગાયત
ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરેલ ખેડૂતોએ સાધનિક કાગળો રજૂ કરવા
અમદાવાદ જિલ્લામાં વર્ષ 2014-15 દરમિયાન બાગાયત
ખાતાની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે તેઓએ ઓનલાઇન
અરજી, ખેડૂત
નોંધણી પત્રક 7/12, 8-અ ની નકલ
જેવા સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ,
કૃષિ ભવન, પાલડી, અમદાવાદ ખાતે તા.7-10-2014 સુધીમાં રજૂ
કરવાના રહેશે. આ અંગે કોઇ મુશ્કેલી જણાય તો કચેરીના ફોન નં.079-265 77316 ઉપર સંપર્ક કરવા
નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે
એ.આર.ટી.ઓ.અમદાવાદ(પૂર્વ)
દ્વારા દ્વીચક્રી/ બે પૈડાવાળા વાહનો માટે નવી સીરીઝ જીજે-27 એ.જે. શરૂ થશે
એ.આર.ટી.ઓ.(પૂર્વ) અમદાવાદની
કચેરીમાં દ્વિચક્રી/બે પૈડાવાળા વાહનોના નંબરોને લગતી હાલની સીરીઝ જી.જે.-27 એજી ટૂંક સમયમાં
પુરી થનાર હોઇ નવી સીરીઝ જી.જે.-27. એ.જે. તા.10-10-2014થી શરૂ કરવામાં
આવશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકે તેમના વાહનોનું રજિસ્ટ્રેશન
કરાવીને પસંદગીના નંબર મેળવવા તા.7/10 થી 09/10/2014 સુધી કચેરીના
સમય દરમિયાન સવારે 11.00 થી 17-30 કલાક સુધીમાં
એ.આર.ટી.ઓ., અમદાવાદ
કચેરીમાં ફોર્મ નં-20 સાથે
બંધ કવરમાં અરજી કરવાની રહેશે અને તે અરજી સાથે પોતે કેટલી ઓફર કરવા માંગે છે, તે ઓફરનો
એ.આર.ટી.ઓ. અમદાવાદ(પૂર્વ)ના નામનો ડીમાન્ડ ડ્રાફટ (રાષ્ટ્રીયકૃત બેંક)નો
જોડવાનો રહેશે. કવર ઉપર કોઇપણ લખાણ,
નિશાની કે વાહન નંબર લખવાનો રહેશે નહિ. વાહનની નોંધણી કર્યા બાદ-30 (ત્રીસ) દિવસમાં જ
પસંદગીના નંબર અંગે અરજી કરી શકાશે. અધૂરી વિગતો તેમજ જરૂરી બિડાણ વગરની તેમજ અરજી
સાથે ડ્રાફટ રજૂ થયેલ ન હોય તેવી અરજીને ધ્યાને લીધા વગર દફતરે કરવામાં આવશે.
તા.10-10-2014ના રોજ સવારે 11-00 કલાકે
પસંદગીના નંબરોની ફાળવણી અંગેની કાર્યવાહી કચેરીમાં ફાળવણી સમિતિ દ્વારા કરવામાં
આવશે. સંબંધિત અરજદારે / તેમના પ્રતિનિધિએ હાજર રહેવાનું રહેશે. જે તે નંબર માટે
સૌથી વધુ રકમનો ડીમાન્ડ ડ્રાફટ અરજી સાથે રજૂ કરનાર અરજદારને પસંદગીનો નંબર
ફાળવવામાં આવશે. અસફળ અરજદારોને તેઓને રજૂ કરેલ ડીમાન્ડ ડ્રાફટ પરત આપવામાં આવશે.
વાહન સોફટવેરમાં પસંદગીના નંબર અને
ઇસ્યુ થયેલ રસીદમાં ભૂલ હોય તો તે જ દિવસે રાત્રીના 12-00 કલાક બાદ કોઇ
સુધારો થઇ શકતો નથી જેથી વાહન માલિકે તમામ પ્રકારની ખરાઇ કરી ભૂલ જણાય તો તે જ
દિવસે કચેરીમાં જાણ કરવાની રહેશે. તેમ કરવામાં કસૂર થયેથી રસીદમાં કોઇ સુધારો થઇ
કશશે નહીં અને તે અંગે કચેરીની કોઇ જવાબદારી રહેશે નહીં. જેની વાહન માલિકોએ નોંધ
લેવા એ.આર.ટી.ઓ., અમદાવાદ
(પૂર્વ)ની યાદીમાં જણાવાયું છે.
સરકારી
લેણાં પેટે હરાજીમાં સરકાર તરફે ખરીદાયેલ જમીન
જે-તે માલિકને અથવા તેના
વારસદારને રીગ્રાન્ટ કરવા અંગે
મહેસુલ વિભાગની નવી ઉદાર
નીતિ
Ø ખેડૂત ખાતેદારો
દ્વારા સરકારની ધિરાણ યોજનાઓ અંતર્ગત સરકાર પાસેથી અથવા તો જમીન વિકાસ બેંક જેવી
નાણાંકીય સંસ્થાઓ પાસેથી પોતાની જમીનો તારણમાં મુકી તગાવી/લોન લેવામાં આવે
છે. આવી નાણાંકીય સહાય ખાતેદારો નિર્ધારીત સમયમાં ભરપાઈ કરી શકતાં નથી. પરિણામ
સ્વરૂપ તેમની જમીનો જાહેર હરાજી કરવા કાર્યવાહી કરવામાં આવે છે અને આવી જમીનો અન્ય
કોઈ હરાજીમાં નહીં રાખતાં, સરકાર પક્ષે સરકારના પ્રતિનિધિ બાકી વસુલાત જેટલી રકમની
બોલી બોલી હરાજીમાં રાખે છે અને ખાનગી જમીનો સરકાર હસ્તક દાખલ થાય છે.
Ø અગાઉની નીતિ
અનુસાર, સરકાર ખાતે દાખલ થયેલ જમીનો બાકીદારને નવી અને અવિભાજ્ય શરતે રીગ્રાન્ટ
કરવામાં આવતી હતી. સરકાર દાખલ થયા બાદ આવી જમીનો કબજો મૂળ માલિક કે તેના વારસદારો
પાસે હોય છે અથવા એકસાલી ધોરણે ખેડતા હોય છે. કુદરતી અથવા અન્ય આફતો, ખાતેદારનું
મૃત્યુ, કફોડી આર્થિક સ્થિતિ, રોજી-રોટી માટે અન્યત્ર સ્થળાંતર વગેરે કારણો તેમજ
કાયદાનું અજ્ઞાન, સમજનો અભાવ વગેરે કારણોસર મૂળ ખાતેદાર અથવા તેના વારસદારો
સરકારની રીગ્રાન્ટની નીતિ અન્વયે તેમની જમીનો પરત મેળવવામાં ઘણો લાંબો સમય વ્યતિત
થતો હતો. આથી સરકારે હરાજીમાં મેળવેલ જમીનો તેમના મૂળ ખાતેદારને કે તેમના વારસોને
પરત મળે તે માટે રીગ્રાન્ટની નીતિ વધુ ઉદાર બનાવવાની બાબત સરકારશ્રીની સક્રિય
વિચારણા હેઠળ હતી.
Ø તા. 30-9-2014ના
મહેસુલ વિભાગના ઠરાવ અનુસાર, આવી જમીનો રીગ્રાન્ટ કરવા અંગેની નવી ઉદાર નીતિ
અન્વયે તગાવી તારણમાં લીધેલી રકમો નહીં ભરતાં જે-તે જમીની હરાજી થઈ સરકાર હેડે
દાખલ થઈ હોય, તે જમીન મૂળ માલિક તે સમયે જે સત્તાપ્રકારે ધારણ કરતાં હોય તે જ
સત્તાપ્રકારે રીગ્રાન્ટ કરી પરત આપવા જોગવાઈ કરેલ છે. આ પરત્વે રીગ્રાન્ટ થયા
તારીખથી 5 વર્ષ સુધીમાં આવી જમીનોની કોઈપણ પ્રકારે તબદિલી કે વેચાણ થઈ શકશે નહીં,
તેવી જોગવાઈ પણ કરેલ છે.
Ø અગાઉ આવી તમામ
જમીનો નવી શરતે એટલે કે નિયંત્રિત સત્તાપ્રકારે જ રીગ્રાન્ટ કરી પરત આપવામાં આવતી
હતી. તેના કારણે જમીનના મૂળ હક્કદારને જૂની શરતમાં ફેરવવા પ્રિમીયમ ભરવું પડતું
હતું તથા 15 વર્ષ જેટલા સમયગાળા બાદ જ જૂની શરતમાં ફેરફાર કરી શકાતો હતો.
નવી નીતિને કારણે
ખેડૂતને પાંચ વર્ષ બાદ જો તેઓ મૂળ જૂની શરતે જમીન ધારણ કરતાં હશે, તો તેઓને
પ્રિમીયમ ભરવામાંથી મુક્તિ મળશે, જે આવા ખેડૂતોને ખૂબ જ ઉપકારક બની રહે તેવો
નિર્ણય વર્તમાન સરકારે કરેલ છે.
Ø આ પરત્વે કેટલાક
સંજોગોમાં મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટમાં વચ્ચે પોકેટ લેન્ડ તરીકે આવી જમીનો આવેલ હોય
તો તેને 5 વર્ષના સમયગાળા પહેલાં કેસ-ટુ-કેસ ધોરણે પ્રિમીયમ ભરીને જમીન તબદિલ કરી
શકાશે, તેવી જોગવાઈ પણ કરાયેલ છે.
Ø આવી જમીનોનું
બાકી લેણું વ્યાજ સહિત ભરપાઈ કર્યેથી રીગ્રાન્ટ કરવામાં આવશે તથા તે પરત્વે
છ-માસના બે હપ્તામાં રકમો ભરવા પણ જોગવાઈ કરાયેલ છે.
છ-માસના બે હપ્તામાં રકમો ભરવા પણ જોગવાઈ કરાયેલ છે.
Ø સરકાર હસ્તક
લેવાની તારીખથી 25 વર્ષ સુધીમાં અરજી કરે તો કલેક્ટરશ્રીને આવી જમીનો રીગ્રાન્ટ
કરવાની સત્તા આપેલ છે. 25 વર્ષ ઉપરાંતના સમયગાળા બાદ સરકારશ્રીમાં અરજી કરવાની
રહેશે. આમ, સરકારશ્રી દ્વારા જોગવાઈઓ ઉદાર બનાવી ખેડૂતોને તેમનો હક ઝડપી અને
ન્યાયોચિત રીતે મળે તે માટે અદ્વિતીય પગલું ભરેલ છે.
...............
No comments:
Post a Comment