GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતીય મૂળના કૃષિ વિજ્ઞાાની રાજારામને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ

વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન વધારવાના સંશોધનો કરવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત


(પીટીઆઈ)    વૉશિંગ્ટન, તા. ૧૭
ભારતીય મૂળના મેક્સિકન વિજ્ઞાાની સંજય રાજારામને કૃષિવિષયક સંશોધનો બદલ પ્રતિષ્ઠિત વર્લ્ડ ફૂડ પ્રાઈઝ-૨૦૧૪ એનાયત કરવામાં આવ્યું છે. રાજારામના સંશોધનને પગલે સમગ્ર વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન વધારવામાં અને હરિયાળી ક્રાંતિ  લાવવામાં ઘણી જ મદદ મળી હતી.
અમેરિકાના ઈઓવા રાજ્યની ઈઓવા સ્ટેટ યુનિવર્સિટીમાં આ એવોર્ડ સ્વીકારતા રાજારામે કહ્યું હતું કે, આ ફક્ત મારી નહીં પણ સામૂહિક જીત છે. આ એવોર્ડ ખેડૂતોના નવા નવા પ્રયોગોને અપાયેલું સન્માન છે. જો ખેડૂતોએ મને સહકાર આપ્યો ના હોત તો આ સંશોધનો શક્ય ન હતા.
રાજારામે જુદી જુદી ઋતુમાં ઉગાડવામાં આવતા ઘઉંના જનીનો પર ઊંડુ સંશોધન કરીને વિવિધ રોગોથી મુક્ત હોય એવા ઘઉંના બીજ વિકસાવ્યા હતા. આ ઘઉં જુદી જુદી જમીનમાં અને વાતાવરણમાં પણ સારી રીતે ટકી શકાય છે અને મોટા પાયે ઉત્પાદન પણ લઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજારામે તેમના બધાં જ સંશોધનો મેક્સિકોના ઈન્ટરનેશનલ મેઇઝ એન્ડ વ્હિટ ઈમ્પ્રુવમેન્ટ સેન્ટરમાં કર્યા છે.

No comments: