વાપી: માત્ર ૧૩ વર્ષના વાપીના ગ્રન્થ ઠક્કરે આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. તેણે જર્મનીમાં ૧૨ ઓક્ટોબરે યોજાયેલ ૬ઠી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન મેન્ટલ એરીથમેટિકમાં ૧૮ દેશોના ૪૦ સ્પર્ધકોને હરાવીને આ અનેરી સફળતા મેળવી હતી. સ્પેનનો સ્પર્ધક બીજા ક્રમે અને જાપાનનો ત્રીજા ક્રમે રહ્યો હતો. ગ્રંથે બાળકોની કેટેગરીમાં ગોલ્ડ તો મેળવ્યો જ છે સાથે એડલ્ટની કેટગરીમાં પિસલ્વર મેળવી બેવડી સિદ્ધિ મેળવી છે.જર્મનીના ડ્રેસડેન શહેરમાં યોજાયેલી આ સ્પર્ધા વર્લ્ડ ફાસ્ટેસ્ટ નંબર ગેમ ફ્લેશ અંજન તરીકે ઓળખાય છે જેમાં 15 આંકડા સ્ક્રીન પર મેચ કરવાના હોય છે.
ગ્રન્થે આ કામ એટલી ઝડપે કર્યું હતું કે જજ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ અગાઉ ગ્રંથે ઓલંપિયાડમાં પણ ભાગ લીધો હતો. ગ્રન્થ કહે છે કે તેને મેથ્સમાં કરિયર નથી બનાવવું પરંતુ અવકાશ વિજ્ઞાનમાં જવા માંગે છે. ગ્રન્થના પિતા રાકેશભાઇ ઠકકર વાપી નગરપાલિકામાં નોકરી કરે છે. જયારે ગ્રંથની માતા હાઉસ વાઇફ છે. વાપી જેવા નાના શહેરમાંથી ગંથ ઠકકર ચેમ્પિયન થતાં પરિવાજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. માત્ર ત્રણ વર્ષમાં જ ગ્રથ ઠકકરે આ સફળતા મેળવી છે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત-ચીતમાં ગ્રંથે જણાવ્યું હતું કે આ સ્પર્ધા સતત ત્રણ દિવસ ચાલી હતી. જેમાં સૌથી વધારે 577 પોઇન્ટ મળ્યા હતાં.
શરૂઆતમાં કોચિંગમાં જવાના પૈસા પણ ન હતા,પરંતુ કોચિંગ કલાસમાં વિના મૂલ્યે ગ્રંથને માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2012માંથી કોચિંગ શરૂ કયા હતા. ગ્રંથના કોચ તરીકે પીટર નોરોન્હા અને ગ્વેન્લીન નોરોન્દ્રાએ પણ સારી મહેનત કરી હતી. - રાકેશભાઇ ઠકકર,ગ્રંથના પિતા,વાપી
ગ્રંથની સાથે વાપીના અન્ય આઠ વિદ્યાર્થી પણ મેન્ટલ કેલ્કયુલેશન વર્લ્ડ કપ 2014 સુધી પહોંચી શકયા હતાં. વાપીની જ એક સંસ્થામાં કોચિંગ કરતાં અા વિદ્યાર્થીઓ અગાઉ પણ વિવિધ વર્લ્ડ કપોમાં શ્રેષ્ઠ દેખાવ કરી ચુકયા છે.ગ્રંથની સાથે કુલ 9 જેટલા વિદ્યાથી"એ આ વલ્ડકપમાં ભાગ લીધો હતો.

No comments:
Post a Comment