ખંભાતના અખાતમાં તેલનો મોટો જથ્થો મળી આવ્યો છે. અમુક અંદાજ પ્રમાણે આ જથ્થો આ વર્ષે જમીનમાંથી મળી આવેલો સૌથી મોટો જથ્થો છે. અમદાવાદ સ્થિત જય પોલીકેમ લિમિટેડને ખંભાતના અખાતમાં બ્લોક પર પહેલા જ કૂવામાં કરેલા સારકામ દરમિયાન આ ઓઈલ મળી આવ્યું છે. કંપનીએ ગયા વર્ષના જુલાઈથી બે કૂવામાં સારકામ શરૂ કર્યું હતું અને બંનેમાંથી તેલનો મોટો જથ્થો મેળવ્યો છે.
સૂત્રોનું કહેવું છે કે જય પોલીકેમે મેળવેલો જથ્થો ઓએનજીસી કંપનીએ પડોશના પાદરા ગેસફિલ્ડમાં અને જીએસપીસી કંપનીએ ઈંગોલી ગેસફિલ્ડમાં મેળવેલા ગેસના જથ્થા જેટલો મોટો છે. ઉક્ત ગેસ બ્લોકમાં જય પોલીકેમ (ઈન્ડિયા) કંપનીની માલિકી ૮૭ ટકા છે જ્યારે બાકીનો હિસ્સો જય પોલીકેમ પીટીઈ લિમિટેડનો છે.
ખંભાતનો અખાત દક્ષિણમાં સુરતથી લઈને ઉત્તરમાં સંચોર સુધી વિસ્તરેલો છે. તેનો કુલ એરિયા આશરે ૫૯,૦૦૦ સ્ક્વેર કિ.મી. છે. તેમાં હાઈડ્રોકાર્બનનો વિપુલ જથ્થો છે. આ ખાડીમાંથી ડઝનેક વખત કુદરતી સ્રોત મળ્યા છે જેમાં મોટે ભાગે તેલની પ્રાપ્તિ થઈ છે. સૌથી વધારે સરકારી માલિકીની ઓએનજીસી કંપનીએ તેલનું ઉત્પાદન કર્યું છે.
No comments:
Post a Comment