GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

જીપીએસસીની આન્સર કીના કેટલાક જવાબો ખોટા હોવાની રજૂઆત

gpsc answer key wrong answer
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત ૧૨મીએ રાજ્યમાં વર્ગ ૧ અને ૨ની ૩૭૬ જગ્યાઓ માટે પ્રિલિમનરી લેખિત પરીક્ષા લેવાઈ હતી.જે પરીક્ષામાં પેપ૨૧,૨ અને ૩ના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી આયોગ દ્વારા ગત ૨૨મીએ વેબસાઈટ પર મુકવામા આવી છે.જો કે આયોગે આ જવાબો ખોટા હોઈ કે ભૂલ હોય તો ૧૧મી સુધીમાં ઉમેદવારો પાસેથી પુરાવા સાથે સુધારા મંગાવાયા છે.જેથી કેટલાક ઉમેદવારોએ જવાબો ખોટા હોવાની રજૂઆત કરી છે.
જીપીએસસી દ્વારા સાત વર્ષ બાદ ભરતીની જાહેરા કરાઈ હોઈ અને તેમાં પણ વર્ગ ૧ અને ૨ની ૩૭૬ જેટલી જ જગ્યાઓ માટે ભરતી થનારી છે ત્યારે આ ભરતી માટે લેખિત પ્રિલિમ પરીક્ષામાં ગુજરાતમાંથી ૪.૧૯ લાખ ઉમેદવારો નોંધાયા હતા.જેમાંથી ગત ૧૨મી ઓક્ટોબરે લેવાયેલી પરીક્ષામાં ૨.૪૩ લાખ ઉમેદવારો બેઠા હતા.
આ વખતે જીપીએસસી દ્વારા જીપીએસસી પરીક્ષાનું માળખુ બદલીને લોજિકલ અને અંગ્રેજી પાર્ટ ઉમેરાયો હોવાથી વિદ્યાર્થીઓ જ્યાં પહેલેથી જ મૂંઝવણમાં હતા ત્યારે પરીક્ષામાં પેપર ૧ સહેલુ રહ્યુ હતું પરંતુ પેપર ૨ અને ૩ અરા અને અટપટા હોવાથી ઉમેદવારો પોતાની ધારણા પ્રમાણે પેપરો લખી શક્યા ન હતા.
જેમાં પેપર ૧ અને ૨માં લોજિકલ અને મેથ્સના કેટલાક પ્રશ્નો ખૂબ જ અટપટા હતા જે મોટા ભાગના ઉમેદવારોને નહોતા આવડયા .તો જીપીએસસી દ્વારા ગત૨૨મીએ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર મુકાઈ છે. જેમાં પેપર ૨માં લોજિકલ અને રિઝનિંગ કેટલાક જવાબો ખોટા હોવાની કેટલાક ઉમેદવારોએ જીપીએસસીને રજૂઆત કરી છે.જીપીએસસીને જવાબોમાં ભૂલ હોવાની પુરાવા અને ડોક્યુમેન્ટ સાથે કેટલાક ઉમેદવારોએ જાણ કરી છે. જો કે જીપીએસસી દ્વારા ૧૧મી સુધી જેટલા પણ વાંધા આવ્યા હશે તે તમામની એક્સપર્ટસ પાસે તપાસ કરાવીને ત્યારબાદ જરૃર લાગતા સુધારો કરી ફાઈનલ આન્સર કી જાહેર કરાશે.

No comments: