૪૨ ફુટ લાંબો પાવડો, ૨૦ ફુટ ઊંચુ શીલ્ડ અને છ ફુટનો દેડકા જમ્પ
ગિનેસ વર્લ્ડ રેકોર્ડસની ખાસ ટીમ દ્વારા કરવામાં આવી ચકાસણી
૪૨ ફુટ લાંબો પાવડો, ૨૦ ફુટ ઊંચુ શીલ્ડ, ૬ ફુટનો દેડકા જમ્પ અને એવા જુદા જુદા આઠ વર્લ્ડ રેકર્ડ માટે જામનગરમાં દાવેદારી કરવામાં આવી છે. આજે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસની ખાસ ટીમ દ્વારા આ તમામ વિક્રમની ચકાસણી કરવામાં આવી હતી.
જામનગરમાં છેલ્લા એક દાયકામાં ગીનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની હોડ લાગી છે અને લાખોટા તળાવની પાસે આવેલા બાલા હનુમાન મંદિરની અખંડ રામધુન, જલારામ મંદિર દ્વારા બનાવેલો રોટલો પણ વિશ્વકક્ષાએ ચમક્યો છે. દરમિયાન જામનગરના એઇડ વન્ડર્સ ગુ્રપ આઠ વર્લ્ડ રેકોર્ડની ચકાસણી માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પીકચર એડીટર માઇકલ, ફોટોગ્રાફર રોનાલ્ડ મેકેન્ઝી, ફોટો આસી. જેક, અને ભારતના પ્રતિનિધી સિધ્ધાંથે લાંબા સહિતની ટીમ આવી પહોંચી હતી.
No comments:
Post a Comment