GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

રંગભૂમિ રાંક બની: અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલિન

‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોગુજરાતી નાટક અને ફિલ્મો બંનેમાં પોતાના અભિનયની આગવી છાપ છોડી જનારા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ દુનિયાના રંગમંચ પરથી પણ હંમેશાં માટે વિદાય લઈ લીધી છે ત્યારે પ્રસ્તુત છે તેમના સંસ્મરણો.
 
ગુજરાતી ફિલ્મોએ જેમના અભિનયકાળ દરમિયાન સુવર્ણકાળ જોયો છે, તો તખ્તા પર તેમણે કરેલા અભિનયે જ તેમને અભિનયસમ્રાયનું બિરુદ અપાવ્યું છે. એ ઉપેન્દ્ર ત્રિવેદી હવે આપણી વચ્ચે  નથી, છતાં તેમણે અભિનય સમ્રાટ નાટકમાં તેમનો તકિયાકલામ ‘હું એ નથી’ આપણા કાનમાં પડઘાઈ રહ્યો હોય તેવું તેમના નિધનના સમાચારથી લાગે છે. માત્ર અભિનયક્ષેત્રે જ નહીં, રાજકારણમાં ઝંપલાવ્યું તો તેમાં પણ ગુજરાત વિધાનસભાના સ્પીકર સુધીના પદ પર પહોંચીને તેમાં પણ સફળતાને વર્યા. અને ભારત સરકારે પણ તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતા. ‘પાળિયામાં શિલ્પ નહીં બલિદાન જોવાનું હોય’. ગુજરાતી ફિલ્મ્સ લોકકથાઓ પર બને છે તેવી ટીકાના જવાબમાં મજબૂત તર્ક રજૂ કરનારા અને 1971 થી 1981ના ગુજરાતી ફિલ્મ્સના સુર્વણકાળના મુખ્ય આધાર ઉપેન્દ્વ ત્રિવેદીએ આપણી વચ્ચેથી એકઝિટ કરી છે.
 
14 જુલાઈ 1937માં મધ્યપ્રદેશમાં  જન્મેલા ઉપેન્દ્વ ત્રિવેદી સાબરકાંઠાના ઈડર પાસેના કુકડીયા ગામના વતની હતા. ફિલ્મ અને નાટકમાં અભિનય દિગ્દર્શન ઉપરાંત તે સાહિત્યના મર્મજ્ઞ હતા. તેમને બોલતા સાંભળવા તે લહાવો હતો.  1960માં કાદુ મકરણી ફિલ્મથી તે ગુજરાતી પડદે ચમક્યા.  અને રા’નવઘણ , રા’માંડલિક, હિરો સલાટ, મહેદી રંગ લાગ્યો તથા લીલુડી ઘરતી જેવી અનેક ગુજરાતી ફિલ્મ્સમાં સહઅભિનેતા રહ્યા. 1971માં રવિન્દ્વ દવે દિગ્દર્શીત ‘જેસલ તોરલ’માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી અને વ્યવસાયિક સફળતાના નવા શીખરો સર કર્યા પછી તો રાજાભરથરી, શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, હોથલ પદમણી જેવી ઉપરા ઉપરી હિટ ફિલ્મ્સે તેમને સુપરસ્ટાર બનાવી દીધા. પણ અભિનય સમ્રાટનું બિરુદ તો તેમના અભિનય સમ્રાટ નાટક દ્વારા મળ્યું.

રીવોલ્વીંગ સ્ટેજની તકનીકથી તલોદના તમાકુના વેપારી પશાએ રંગભૂમી ગજવી. ઉપેન્દ્વભાઈએ મનુભાઈ પંચોળી નવલકથા ‘ઝેર તો પીધા જાણી-જાણી (1971)’ અને પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી ફિલ્મ્સ બનાવી.  તેને રાજ્ય સરકાર રાષ્ટ્રિય પુરસ્કારો મળ્યા છે. પદ્મશ્રી ઉપેન્દ્વ ત્રિવેદી છેલ્લા વર્ષોમાં ‘કર્મયોગી’ પરના તેમના વ્યાખ્યાનોને કારણે પણ જાણીતા બન્યા.
 
નેતા-અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની જીવન-ઝરમર

-  જન્મ : ૧૪-૭-૧૯૩૭, ઈન્દોર
-  પ્રાથમિક શિક્ષણ: ગુજરાતી સમાજ પ્રાથમિક શાળા, ઉજ્જૈન
-  તખ્તા પર સૌપ્રથમ અભિનય: નંદકુમાર પાઠક લિખીત એકાંકી ‘કહ્યાગરો કંથ’
-  ઉચ્ચ શિક્ષણ: સિદ્ધાર્થ કૉલેજ ઑફ કોમર્સ, મુંબઈ
-  પ્રથમ પારિતોષિક: ભવન્સ આયોજિત આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં ‘ભીતરનાં વહેણ’ નાટકમાં.
-  ફિલ્મ પ્રવેશ: ‘કાદુ મકરાણી’માં એક નાનકડી ભૂમિકા દ્વારા
-  રેડિયોમાં: આકાશવાણીના નાટ્યવિભાગના વડા તરીકે નિમણૂક
-  નિર્માણ: ૧૯૬૯માં ‘અભિનયસમ્રાટ’નું નિર્માણ, દિગ્દર્શન, લેખન અને અભિનય
-  ફિલ્મોમાં નાયક: ૧૯૭૧માં ‘જેસલ તોરલ’માં નાયક તરીકે.
-  રાજકીય કારકિર્દી: ૧૯૮૪માં સાબરકાંઠાના ભિલોડા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૦માં એ જ ક્ષેત્રમાંથી બીજી વાર અને ૧૯૯૮માં ત્રીજી વાર ચૂંટાયા. ૨૦૦૦માં લોકસભાની ચૂંટણીમાં અને ૨૦૦૩માં વિધાનસભાની ચૂંટણીમાં હાર.

અભિનિત ગુજરાતી ફિલ્મો: 100થી વધુ
ભોજપુરી : ૦૧
હિંદી ફિલ્મો: ૧૧‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતો

‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતો

Bhaskar Network|Jan 05, 2015, 07:48AM IST
2 of 13
‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતો
MORE:
સોની
મને ‘ઢોલી તારો  ઢોલ વાગે’ તથા ‘ મા-બાપને ભુલશો નહી’  બે ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. ઉપેન્દ્રભાઇની કામગીરી  સાથી કલાકારો માટે હંમેશા  સહકાર પુર્ણ  અને રહેતી હતી. ઉપેન્દ્રભાઇ પાસે જ્ઞાન અને સાહિત્યનો ખજાનો હતો.  ઉપેન્દ્રભાઇનાં આ રીતે અચાનક ચાલ્યા જવાનાં સમાચાર સાંભળી  મને તથા મહેશભાઇ  સહિતનાં  કલાક્ષેત્ર સાથે સંકળાયેલા અમારા પરીવારને ભારે  આઘાત લાગ્યો છે. ઉપેન્દ્રભાઇએ ગુજરાતી ફિલ્મોમાં  પ્રાણપુરી લોકોને ગુજરાતી ફિલ્મો જોતા કર્યો હતા. ઉપેન્દ્રભાઇનાં જવાથી સમગ્ર ગુજરાતી ચલચિત્ર  જગતને એક મહાનાયકની  ખોટ પડી ગઇ છે. -  નરેશ કનોડિયા, અભિનેતા‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોકલાજગતની ચેતનાએ આપણી વચ્ચેથી વિદાય લીધી
ગાંધીનગર શહેરમાં કલ્ચરલ ફોરમ દ્વારા આયોજીત પ્રવચન માળામાં પ્રવચન આપવા આવેલા જાણીતા સંત મોરારી બાપુએ પણ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની વિદાયને કલાજગતની ચેતનાની વિદાય ગણાવી શાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા. બાપુએ ઉપેન્દ્ર ત્રિવેદીને માત્ર કલા નહી પણ રાજકીય ક્ષેત્રનાં સફળ માનવ ગણાવ્યા હતા. મોરારી બાપુએ ઉપેન્દ્ર ત્રિવેદીને શાબ્દિક ભાવાંજલી આપતા જણાવ્યું હતું કે ઉપેન્દ્રભાઇ કલાજગતની ચેતના હતા. મોટા ભાગના લોકો તેને માત્ર ફિલ્મ અભિનેતા તરીકે ઓળખે છે પરંતુ હકીકતમાં તેમની પાસે તમામ ક્ષેત્રનું અદભુત જ્ઞાન હતું. નાટક ક્ષેત્રની તેમણે સેવા આપીને ગુજરાતી નાટકોને ઉંચાઇ અપાવી.

કર્મયોગી તથા અભિનય સમ્રાટ જેવા નાટકો લોકોને ગમ્યા. તે જે પણ પાત્ર ભજવતા તેમાં ખોવાઇ જતા હતા. તેમની પાસે કલાક્ષેત્રનાં જ્ઞાનની સાથે સાથે અભિનયનો પણ બહોળો અનુભવ હતો. ગુજરાતની ભૂમીનાં જૂનાં ઐતિહાસિક પાત્રોને પોતાનાં અભિનયમાં લાવીને લોકો સમક્ષ મૂક્યા છે.
 
રાજકારણ ક્ષેત્રમાં પણ સફળ સાબિત થયા. તેમને લોકોએ તથા તેમણે લોકોને ચાહ્યા છે. કલાજગતની આ ચેતનાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે ઇશ્વર તેમનાં આત્માને શાંતિ આપે. મોરારી બાપુએ આ શબ્દો સ્ટેજ પરથી કહીને બે મિનીટનું મૌન પાળ્યુ હતું.‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોસિનિયર હોવા છતાં વર્તાવા દેતા નહોતા

મેં ઉપેન્દ્રભાઈ સાથે પાંચ- છ ફિલ્મો કરી હતી. મારી પ્રથમ ફિલ્મ અમરસિંહ રાઠોડ પણ એમની સાથે જ હતી. એમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો હતો. આટલા સિનિયર કલાકાર હોવા છતાં ક્યારેય તેઓ એવું વર્તાવા ન દેતા. નાનપણથી તમે જેમને જોતા હોવ એ જ તમારી સાથે ફિલ્મમાં હીરો બને એટલે એ મારા માટે ગૌરવવંતી વાત હતી. મેં એમનું અભિનય સમ્રાટ નાટક જોયું હતું ત્યારથી અભિભૂત થઈ હતી. એમનો અભિનય એટલે જબરદસ્ત. મને યાદ છે એક વાર ચૂંટણી વખતે મને પ્રચારમાં આવવાનું જણાવ્યું હતું. મેં એમને પૂછ્યું કે એ હું કેવી રીતે પ્રચાર કરી શકીશ. એ સમયે એમણે કહ્યું કે જીવનમાં બધું જ થઈ રહે છે. બસ, હિંમત રાખવાની. તેઓ હંમેશાં આવી રીતે શિખામણ આપતા.-  રાગિણી, એકટ્રેસ‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોતેમની સાથે કામ ન કરી શકવાનો અફસોસ છે

મેં તેમની સાથે કામ તો નથી કર્યુ, પણ બાળપણથી તેમના કામનો સાક્ષી રહ્યો છું. તેમણે ‘ઝેર તો પીધા જાણી જાણી’ અને ‘વેવિશાળ’ જેવા નાટકો કરેલા તેમાં મારા મમ્મી પણ કામ કરતાં હતા. તે વખતે હું મમ્મીની આંગળી પકડીને રિહર્સલમાં તેમજ ક્યારેક શોમાં પણ જતો. તે વખતે મારી ઉંમર હશે છએક વર્ષની. ‘ઝેર તો પીધા..’માં એક દૃશ્ય હતું કે શિક્ષિકા બાળકને ભણાવી રહ્યા છે, એક વખત શોમાં રોલ કરનાર બાળક નહોતો આવી શકે તેમ તો ઉપેન્દ્રભાઈએ મને તે રોલ કરવાનું કહ્યું હતું. હું 1962થી મુંબઈમાં ગુજરાતી રંગભૂમિનો સાક્ષી રહ્યો છું, મારી આ જર્નીમાં  ઉપેન્દ્રકાકા...(સહેજ અટકીને કહે છે કે હું તેમને ઉપેન્દ્રકાકા જ કહું છું)એ મારા પર બહુ અસર કરી છે. મને તેમની સાથે કામ ન કરી શકવાનો મને અફસોસ છે, જે હંમેશાં રહેશે.-  દર્શન જરીવાલા, અભિનેતા
‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોએક જ ફિલ્મ સાથે કરી, પણ માઈલસ્ટોન બની રહી...
 
‘મેં ઉપેન્દ્રભાઈ સાથે એક જ ફિલ્મ કરી હતી, ‘સંતુ રંગીલી’, જે ગુજરાતી ફિલ્મોમાં એક માઈલસ્ટોન ફિલ્મ બની રહી છે, પછી સંજોગોવશાત્ તેમની સાથે કામ કરવાના પ્રસંગો ઊભા થયા નહીં, પણ ‘સંતુ રંગીલી’ વખતે હું તેમની પાસેથી ઘણું શીખી છું, કારણ કે તેઓ મારાથી સિનિયર હતા. એ વખતે દરેક શોટમાં એક્ટિંગની જે ચીવટ રાખતા તે ખરેખર બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે. એટલે જ ભલે તેમની સાથે મેં એક જ ફિલ્મમાં કામ કર્યં, પણ એમની સાથે કામ કરવું એટલે ઉત્તમ અનુભવ. તેઓ કામમાં નિયમિત હતા. ઉપેન્દ્રભાઈ સ્વભાવે હંમેશાં આનંદી. એમના જેવા અભિનેતાની વિદાયથી ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે.  -  અરુણા ઇરાની, એકટ્રેસ‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોદરેક કાર્ય પ્રામાણિક રીતે કરતા હતા...

ગુજરાતી તખ્તો અને ફિલ્મો બંને સાથે તેઓ એકસરખી રીતે સંકળાયેલા હતા, તેમજ રાજકીય કારકિર્દી પણ તેમની ઉજ્જવળ રહી છે. દરેક કામ તેઓ પ્રામાણિક રીતે કરતાં. તેઓ મુંબઈ અનેગુજરાત વચ્ચે કડીરૂપ વ્યક્તિત્વ હતા. મારા અને તેમના બંનેના ગુરુ એક જ, વિષ્ણુકુમાર વ્યાસ. તેમણે મારા આઠેક નાટકો કર્યા છે. એકવાર તેઓ મારી પાસે આવ્યા અને મને કહે કે મારે ‘વેવિશાળ’ નાટક નવેસરથી આજના જમાના પ્રમાણે કરવું છે એટલે ફરી લખી આપ. મેં લખી આપ્યું ત્યારે તેમણે પુરસ્કારનો આગ્રહ કર્યો, પણ મેં ન સ્વીકાર્યો એટલે એક દિવસ તેમણે આશિષ ત્રિવેદીને એક સૂટના કાપડ સાથે મારા ઘરે મોકલ્યો.કહેવાનો આશય છે કે કોઈપણ કાર્ય તેઓ ફ્રીમાં ન કરાવતા. આ રીતે તેઓ સરળ હતા અને તેમની ખોટ ક્યારેય પુરાવાની નથી. -  પ્રવીણ સોલંકી, લેખક‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતો‘જવાનો સમય પાકી ગયો છે’

‘એ કંઈ આપણા હાથમાં થોડું છે, હજુ તો તમે મારા કરતાં પણ નાના છો.’
હું જ્યારે ઉપેન્દ્રભાઈને મહિના-દોઢ મહિના પહેલાં મારા મિત્ર બાબુભાઈ સોની સાથે અમદાવાદના લો ગાર્ડન ખાતેના તેમના ઘરે તેમની ખબર કાઢવા ગયા ત્યારે આવો સંવાદ અમારા વચ્ચે સધાયો હતો. મેં તેમની સાથે વીસેક ફિલ્મોમાં કામ કર્યુ છે એટલે ગયો ત્યારે પથારીમાંથી જ ‘આવો...આવો..’ કહી આવકાર્યો હતો. એ બે કલાકની મુલાકાતમાં તેઓ ખૂબ ઈમોશનલ થઈ ગયા હતા. એટલે જ જ્યારે જવા માટે ઊભા થયા ત્યારે તેમણે બાબુભાઈને કહ્યું કે ‘ભાઈ અમારો ફોટો પાડી લ્યો.’  -  પી. ખરસાણી, અભિનેતા‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોઉપેન્દ્રભાઈનાં અભિનયમાં એક વિશેષતા એવી હતી કે, જે પાત્ર લેતા તેમાં ઓતપ્રોત થઈ જતા. જેને કહેવાય પરકાયા પ્રવેશ. આ જ એના જીવનની સફળતા છે. તેથી આ કલાકારને જગત કોઈ દિ નહી ભૂલે. કેમ કે માલવપતિ મૂંજ હોય, જેસલ જાડેજો હોય, રા’ખેંગાર હોય.  -  ભીખુદાન ગઢવી, લોકસાહિત્યકાર‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોજૂનાગઢમાં ઉપેન્દ્રભાઈ આવ્યા ત્યારે સૌથી પહેલા મારા ઘરે આવ્યા ત્યારે મને મારી તબિયતનાં સમાચાર પૂછી અને પછી મારો હાથ પકડીને કહ્યું હતું કે દિવાળીબેન તારી બેડલીને બૂડવા નહીં દઉં જાડેજા એ ગીત ગાવ. મેં ગાયુ અને જતા જતા ઉપેન્દ્રભાઈ બોલ્યા કે, હવે મળવાનું ન પણ બને.  -  દિવાળીબેન ભીલ, લોકગાયિકા‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતો
ઉપેન્દ્રભાઈનાં નિધનથી લોક સાહિત્ય જગતનાં કલાકારોએ આંચકો અનુભવ્યો છે. બે વર્ષ પહેલા મને એવોર્ડ મળ્યો ત્યારે ઉપેન્દ્રભાઈએ મારા માટે ઘણા સારા શબ્દો કહેલા અને એમના એક પુસ્તકમાં મેં છંદ પણ લખેલો છે. ગુજરાતે એક શ્રેષ્ઠ અભિનય સમ્રાટ ગુમાવ્યો છે.  -  કવિ દાદ, કવિ
‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોરતન ગીયુ રોળ આ એક પાત્રિય અભિનય માટે અમારી સંસ્થા નિમીત બની હતી અને જૂનાગઢનાં ટાઉન હોલમાં તેઓએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ સાથે એક પાત્રિય અભિનય રજૂ કર્યો તે વિસરાય તેવો નથી. ઉપેન્દ્રભાઈની ઉપમા એક વાક્યમાં કહું તો ગુજરાતે એક ઈન્ટલીજન્સ ગુમાવ્યો છે. -  હેમંત નાણાંવટી, નાટ્યકર્મી‘હું એ નથી’, હવે નહીં સાંભળવા મળે, ઉપેન્દ્ર ત્રિવેદીની જાણવા જેવી વાતોજૂનાગઢમાં ઉપેન્દ્રભાઈ ગત જૂન મહિનામાં આવ્યા ત્યારે મને જાણ થતા હું સર્કીટ હાઉસ પહોંચી ગયો હતો. અમે બંનેએ સર્કિટ હાઉસનાં રૂમમાં મુંબઈના એ સમયના ડાયરાઓની વાત મોડે સુધી માણી હતી.  ઉપેન્દ્રભાઈ અને એ પણ કલાકાર એ જગતમાં એક જ બની શકે. -  હાજી રમકડું, તબલાનાં ઉસ્તાદ




રંગભૂમિ રાંક બની: અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલિનમુંબઈ : ગુજરાતી સિને-જગતના અભિનેતા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું મુંબઈ ખાતે લાંબી માંદગી બાદ શનિવારે મોડી રાતે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે રવિવારે બપોરે વિલે પાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનમાં પાર પાડવામાં આવ્યા હતા. ઢોલિવૂડ અને રાજકારણની અનેક હસ્તીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર પાર પડ્યા હતા.

ઉપેન્દ્ર ત્રિવેદીના અંતિમસંસ્કાર માટે પહોંચેલી હસ્તીઓમાં પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયા, દીપક ઘીવાલા, અરવિંદ જોશી, રૂપા દિવેટીયા, અરવિંદ ત્રિવેદી, ચંદ્રકાંત પંડ્યા, નીરજ વોરા, કિરીટ સોમૈયા, દેવેન્દ્ર પંડિત, પરેશ દરૂ, કમલેશ મોતા, સરદ વ્યાસ, બાબુભાઈ મેઘજી, સંજય છેલ, સંજય ગોરડિયા, ઉમેશ શુક્લ, પ્રફુલ્લ દવે જેવી અનેક હસ્તીઓ ઉપરાંત ઉપેન્દ્રભાઈના ખાસ મિત્ર બાબુભાઈ સોનીનો સમાવેશ થતો હતો. ઉપેન્દ્રભાઈના પુત્ર હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘ચાહકોને યાદ કરતાં કરતાં શનિવારે રાત્રે સવા બાર વાગ્યે પરિવારની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’ ગુજરાતી ફિલ્મો અને તખ્તા પર તેમની લાંબી કારકિર્દી રહી હતી. તેઓ ભિલોડાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
 
ઉપેન્દ્રભાઈના પુત્ર હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘ચાહકોને યાદ કરતા કરતા શનિવાર રાત્રે સવા બાર વાગ્યે પરિવારની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’ ગુજરાતી ફિલ્મો અને તખતા પર તેમની લાંબી કારકિર્દી રહી હતી. તેઓ ભિલોડાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી રંગભૂમિમાં ‘માનવીની ભવાઇ’, ‘વીર માંગડાવાળો’, ‘રા’નવઘણ’, ‘જેસલ તોરલ’, ‘રાણકદેવી’, ‘ભાદર તારાં વહેતાં પાણી’ અને ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ફિલ્મ્સમાં ઉત્તમ અભિનય આપીને પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપ્યો હતો. એમાંય આ મહાનાયક કવિ પન્નાનાલ પટેલની જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા માનવીની ભવાઇ ફિલ્મનું નિર્માણ અને એમાં ભજવેલા કાળુના પાત્રને ઉજાગર કરીને દેશભરમાં ખ્યાતિ પામ્યા હતા. રંગભૂમિ રાંક બની : અભિનેતા-નેતા ઉપેન્દ્ર ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલિન, હસ્તીઓની હાજરીનામ પરથી પડ્યાં ગામનાં નામ

ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય સાથે લોકસેવાના અનેક કાર્યો કર્યા હતા અને લોકોએ પણ આવાં કામોને બિરદાવ્યાં છે જેના કારણે લોકોએ ભિલોડા પંથકમા ઉપેન્દ્રનગર અને ઉપેન્દ્રગઢ ગામોનાં નામ લોકોએ આપ્યાં છે. સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી જમવા અને ફરવાના શોખીન હતા તેઓ જાતે રસોઈ બનાવતા હતા. ઉપેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર દેશમાં પ્રથમ વખત રિવોલ્વિંગ સ્ટેજનો ઉપયોગ કરી એક સાથે સાત રોલ ભજવી અભિનય સમ્રાટ નાટક ભજવી એક રેકોર્ડ કર્યો હતો.

એક ફિલ્મમાં સ્નેહલતાના ભાઈ બન્યા

ઉપેન્દ્રભાઈએ સ્નેહલતા જોડે સૌથી વધુ ફિલ્મ કરી હતી જેમાં ફક્ત એક ફિલ્મમાં તેઓ ભાઈ- બહેન તરીકે જોવા મળ્યાં હતાં. ચિત્રભારતીનું નિર્માણ, દિનેશ રાવલનું દિગ્દર્શન અને સહાયક દિગ્દર્શક અમર સોલંકીની ફિલ્મ રા-નવઘણમાં ઉપેન્દ્રભાઈની હિરોઈન ઋતુરાણી બની હતી, જ્યારે સ્નેહલતા બહેન તરીકે બે દૃશ્યમાં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ નીવડી હતી.રંગભૂમિ રાંક બની: અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલિનકુકડીયામાં શોકસભા યોજાઇ

અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું શનિવારે રાત્રે મુંબઇમાં નિધન થયા બાદ રવિવારે ઇડર તાલુકાના કુકડીયા ગામે સરપંચ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા શોકસભાનું આયોજન કરાયુ હતું. તેમજ ગામમાં દુકાનદારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

રાજકીય કારકિર્દી

તેઓ કોંગ્રેસ પક્ષમાંથી બે વખત ભિલોડા બેઠક ઉપરથી તેમજ એક વખત અપક્ષ તરીકે વિધાનસભામાંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. 2000થી 2002 દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પણ હતા.

પરદે કે પીછેમાં વિલન

ઉપેન્દ્રભાઈ વિલન તરીકે પરદે કે પીછે હિંદી ફિલ્મમાં પણ છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં વિનોદ મહેતા, રેખા, પ્રાણ જેવા કલાકારો હતાં.
 
 ઉપેન્દ્રભાઈ વિલન તરીકે પરદે કે પીછે હિંદી ફિલ્મમાં પણ છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં વિનોદ મહેતા, રેખા, પ્રાણ જેવા કલાકારો હતાં.
 
ઉપેન્દ્ર ત્રિવેદીએ તેમના અનન્ય અભિનયથી વિશિષ્ટ ઓળખ બનાવી હતી. ઇશ્વર દિવંગત આત્માને ચિરશાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.> ઓ.પી.કોહલી, રાજ્યપાલ, ગુજરાત
રંગભૂમિ, ચલચિત્ર જગત અને નાટ્યકલાના માધ્યમથી ઇતિહાસ, સમાજજીવનને સદાકાળ જીવંત રાખનારી એક પ્રતિભાના નિધનથી રંગભૂમિ રાંક બની છે.> આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી

અભિનેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ રહેલા ઉપેન્દ્રભાઈના અવસાનથી ગુજરાતી ફિલ્મજગતે એક મહાન કલાકાર અને ગુજરાતે સંવેદનશીલ લોકનેતા ગુમાવ્યા છે.
> એહમદ પટેલ, વરિષ્ઠ કોંગ્રેસી નેતા

ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના અવસાનથી ગુજરાતી નાટક અને સિનેમાની દુનિયાએ મહાન અદાકાર અને ગુજરાતે એક અદનો માનવી ગુમાવ્યો છે.> શંકરસિંહ વાઘેલા, વિપક્ષીનેતા
 
ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિના સંવર્ધક હતા. તેમણે ભાજપના કાર્યકર તરીકે પણ ઉત્તમ યોગદાન આપ્યું હતું.> આર. સી. ફળદુ, પ્રદેશ અધ્યક્ષ. ભાજપ

No comments: