GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સૌથી વધારે અરબપતિઓ ધરાવતા દેશમાં ભારત ટોપ થ્રીમાં, 97 અરબપતિઓ

ભારતે સર્વપ્રથમ વાર વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓ પેદા કરનારા ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા 2015ની યાદીમાં ભારતમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીને દેશની સૌથી વધારે શ્રીમંત વ્યક્તિનુ સ્થાન મળ્યું છે.ઇન્ડિયા લિસ્ટમાં 6,000 કરોડની કટ ઓફ વેલ્થ સાથે દેશના તમામ શ્રીમંતોની વિગતો આપવામાં આવેલી છે.દેશના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 1.2 લાખ કરોડ રૂપિયા સાથે પહેલા, જ્યારે સન ફાર્માના દિલીપ સંઘવી અંદાજે 1.02 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે.પેલોનજી મિસ્ત્રી અને તાતા સન્સ પરિવાર 96,000 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
-દુનિયામાં સૌથી વધારે અબજોપતિ આપનાર ટોચના ત્રણ દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું, 56 પોતાની મેળે અબજપતિ બન્યા
 
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગત વર્ષ ઊર્જા જગતના માંધાતા મનાતા મુકેશ અંબાણી માટે ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું, જેમની ફ્લેગશિપ કંપની રિલાયન્સે પોતાની વર્તમાન રિફાઇનરીના વિસ્તાર માટે 78,000 કરોડ રૂપિયાની મંજૂરી માગી હતી.અંબાણીએ સાથે જ દેશના સૌથી મોટા મીડિયા સમૂહો પૈકીના એક ‘નેટવર્ક18’ને પણ 4200 કરોડના ખર્ચે ખરીદયું હતું.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ રિપોર્ટ, જેને તેની ભારતના કોચી  સ્થિત ઓફિસે તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં જણાવ્યા પ્રમાણે ભારતને પહેલી વાર વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓ ધરાવતા ટોચના ત્રણ દેશોમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં અમેરિકા પહેલા સ્થાને છે, જ્યારે ચીન બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. ભારતે રશિયા અને બ્રિટનને પાછળ રાખતા મોટો કૂદકો લગાવીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે 97 પૈકી 41 અબજોપતિઓ પાસે વારસાગત સંપત્તિ હતી જ્યારે 56 જાતમહેનત વડે આ સ્થાને પહોંચ્યા હતા.
ભારતના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી
 
1.મુકેશ અંબાણી
(1.2 લાખ કરોડ)
2.દિલીપ સંઘવી
(1.2 લાખ કરોડ)
3.પેલોનજી મિસ્ત્રી (96)
4.અઝીમ પ્રેમજી( 84)
5.શિવ નાદર (66)
6.કે. એમ. બિરલા( 60)
7. સુનિલ મિત્તલ (60)
8. બર્મન પરિવાર (34.8)
9.ઉદય કોટક (32.4)
10.ગૌતમ અદાણી (28.8)સૌથી વધારે અરબપતિઓ ધરાવતા દેશમાં ભારત ટોપ થ્રીમાં, 97 અરબપતિઓ

No comments: