સ્વાઈન ફલૂ
મહામારી એચ 1-એન 1/09 ઈન્ફ્લૂએન્ઝા | |
Classification and external resources | |
Electron microscope image of the reassorted H1N1 influenza virus. The viruses are ~100 nanometres in diameter.[૧] | |
MedlinePlus | 007421 |
eMedicine | article/1673658 |
MeSH | D053118 |
2009નો ફલૂ રોગચાળો એ નવીન પ્રકારના H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો વૈશ્વિક ફેલાવો છે, જેનો વાતચીતની ભાષામાં “ સ્વાઈન ફલૂ ” તરીકે ઉલ્લેખ થાય છે.[૨] જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું, તે ડુક્કરના માંસ કે તેની બનાવટો ખાવાથી ફેલાઈ શકતો નથી.
મેકિસકોના વેરાક્રુઝ રાજ્યમાં આ રોગચાળો ફાટી નીકળવો શરૂ થયો, તેની સત્તાવાર ઓળખ થાય તે પહેલાં મહિનાઓથી ત્યાં આ રોગચાળો ચાલુ હોવાનો પુરાવો છે.[૫] આ વાયરસના ફેલાવાને કાબૂમાં લેવા મેક્સિકોન સરકારે મેક્સિકો સિટીની મોટાભાગની જાહેર અને ખાનગી ફેસિલિટી બંધ કરી દીધી. આમ છતાં, આ વાયરસ વિશ્વભરમાં ફેલાવાનો ચાલુ રહ્યો, કેટલાક વિસ્તારોમાં દવાખાનાં ચેપગ્રસ્ત લોકોથી ભરાઈ ગયાં, અને વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ(WHO)) તથા રોગોના નિયંત્રણ માટેનાં યુ.એસ. કેન્દ્રોએ (સીડીસી (CDC) ) કેસો ગણવાનું બંધ કર્યું અને જૂનમાં રોગચાળો ફેલાયો હોવાનું જાહેર કર્યું.[૬]
મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે,[૬] કેટલાકે વધુ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો છે. હળવાં લક્ષણોમાં તાવ, ગળાના સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો અને ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે. જેમનામાં આ લક્ષણો તીવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે : અસ્થમા, ડાયાબિટીસ,[૭] જાડાપણા સાથે, હૃદયરોગ, રોગપ્રતિરક્ષા સાથે સમાધાન સાધેલ, ન્યૂરોડેવલપમેન્ટ સ્થિતિ[૮] સાથેના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ.[૯] આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કેતીવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે. આ જાતે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને ફલૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી 3-6 દિવસોમાં ખાસ કરીને થાય છે.[૧૦][૧૧]
અન્ય ઈન્ફલ્યુએન્ઝા વાયરસની જેમ, H1N1 રોગ ખાસ કરીને શ્વાસના બિંદુઓ મારફત વ્યકિતથી વ્યકિતમાં ફેલાય છે.[૧૨] લક્ષણો સામાન્ય રીતે 4-6 દિવસો સુધી રહે છે.[૧૩] તેથી ચેપને ફેલાવો અટકાવવા, આવાં લક્ષણોવાળી વ્યકિતઓને, શાળા, કામકાજ અને ભીડવાળાં સ્થળોથી દૂર ઘરમાં રહેવું એવી ભલામણ કરાય છે. વધુ તીવ્ર લક્ષણોવાળી વ્યકિતઓ અથવા જોખમવાળાં જૂથની વ્યકિતઓને એન્ટિવાયરલ (ઓસેલ્ટામિવિર કે ઝનામિવિર)થી લાભ થઈ શકે.[૧૪]હાલમાં,ઢાંચો:Swine-flu-deaths વિશ્વભરમાં ના નિશ્ચિત મૃત્યુ થયા છે. આ આંકડો રાષ્ટ્રીય તંત્રો દ્વારા અપાયેલ અહેવાલ દ્વારા સમર્થિત મૃત્યુનો સરવાળો છે અને ડબલ્યુએચઓ (WHO) જણાવે છે કે નવા H1N1 પ્રકારના કુલ મૃત્યુ દર આના કરતાં (સમર્થિત કે અહેવાલ ન અપાયેલ મૃત્યુ સહિત) “ નિ:શંકપણે ઊંચો ” છે. [૧૫] સીડીસી નો અંદાજ છે કે, માત્ર યુનાઈટેડ સ્ટેટસમાં, 14 નવેમ્બરના રોજ મુજબ સ્વાઈન ફલૂથી 9820 મૃત્યુ (શ્રેણી 7070-13930) થયા હતા.[૧૬] 18 જાન્યુઆરી, 2010ના રોજ, માર્ગારેટ ચાન, ડબલ્યુએચઓના ડિરેકટર જનરલે કહ્યું હતું કે ઉત્તરના ગોળાર્ધમાં રોગચાળો હળવો થતો હોવાનું જણાયું હતું, પરંતુ હજુ એપ્રિલમાં શિયાળો ન પૂરો થાય ત્યાં સુધી ચેપ લાગી શકે, અને એકવાર દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો શરૂ થાય અને વાયરસ વધુ ચેપી બને તો શું થાય તે કહેવું ખૂબ જલ્દી હતું.[૧૭]
વર્ગીકરણ
Further information: [[Pandemic H1N1/09 virus: Nomenclature]]
અમેરિકન મીડિયાએ શરૂઆતમાં ફાટી નીકળેલા રોગચાળાને “ H1N1 ઈન્ફલ્યુએન્ઝા ” અથવા “ સ્વાઈન ફલૂ ” હોવાનું કહ્યું હતું. ડબલ્યુએચઓ (WHO)[૧૮] એ તેને રોગચાળો H1N1/09 વાયરસ તરીકે ઓળખાવ્યો, જ્યારે સીડીસી એ તેને “ નવીન ઈન્ફલ્યુએન્ઝા એ (H1N1) ” અથવા “ 2009 H1N1 ફલૂ ” કહ્યો.[૧૯] નેધરલેન્ડમાં તેને શરૂઆતમાં “ ડુક્કરિયો ફ્લૂ ” કહેવામાં આવતો, પરંતુ હવે રાષ્ટ્રીય આરોગ્ય ઇન્સ્ટિટ્યૂટ તેને “ નવો ઈન્ફલ્યુએન્ઝા એ (H1N1) ” કહે છે, જો કે મીડિયા અને સામાન્ય લોકો “ મેકિસકન ફલૂ ” નામનો ઉપયોગ કરે છે. દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલ ટૂંકમાં તેને “ મેકિસકન વાયરસ ” કહેવા વિચાર્યું હતું.[૨૦] પાછળથી દક્ષિણ કોરિયન પ્રેસે “ સ્વાઈન ફલૂ ” ના સંક્ષિપ્ત રૂપ એસઆઇ (SI) નો ઉપયોગ કર્યો. તાઈવાને “ H1N1 ફલૂ ” કે “ નવો ફલૂ ” નામો સૂચવ્યાં, જે મોટાભાગના સ્થાનિક મીડિયાઓએ અપનાવ્યાં.[૨૧] પશુ આરોગ્ય અંગેની વિશ્વ સંસ્થાએ “ નોર્થ અમેરિકન ઈન્ફલ્યુએન્ઝા ” નામ સૂચવ્યું.[૨૨] યુરોપિયન કમિશને “ નવીન ફલૂ વાયરસ ” શબ્દ સ્વીકાર્યો. [૨૩]
નિશાનીઓ અને લક્ષણો[ફેરફાર કરો]
સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને “ સૂકી ઉધરસ ” ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનોસમાવેશ થાય છે. કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે.[૨૪][૨૫] ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન),[૧૦][૨૬] અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિતઓનો સમાવેશ થાય છે. [૯] યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.[૨૭]
સપ્ટેમ્બર 2009માં સીડીસી એ અહેવાલ આપ્યો કે H1N1 ફલૂ, “ સામાન્યરીતે મોસમી ફલૂથી થાય છે તે કરતાં લાંબાગાળાથી માંદા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જણાય છે.[૨૮]" અત્યારસુધીમાં મૃત્યુ પામેલા બાળકો પૈકી, બે-તૃતીયાંશ અગાઉથી બાળકોમાં ચેતાતંત્રમાં વિકૃતિ હતી, જેમ કે મગજનો લકવો, સ્નાયુઓનો ખામીપૂર્ણ વિકાસ કે મંદ વિકાસ. “ મજ્જાતંતુ અને સ્નાયુની સમસ્યાવાળા બાળકોને ખાસ કરીને આવી મૂશ્કેલીઓનું ભારે જોખમ હોઇ શકે. ” [૨૮]
તીવ્ર કેસોમાં લક્ષણો[ફેરફાર કરો]
વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ છે કે, તીવ્ર કેસોમાં ચિકિત્સકીય ચિત્ર, મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાવર દરમિયાન જણાતા રોગનાં ઢાંચા કરતા આશ્ચર્યજનક રીતે જુદું પડે છે. અમુક તબીબી પરિસ્થિતિવાળા લોકોને વધુ જોખમ હોવાની જાણ હોવા છતાં, ઘણાં તીવ્ર કેસો અગાઉ તંદુરસ્ત રહેતા લોકોમાં થયેલા છે. આ દર્દીઓમાં, તીવ્ર માંદગીનું જોખમ વધારી દેતાં તે પ્રત્યે અનુકૂળ વલણ દાખવતાં પરિબળો હાલમાં સમજાયા નથી, જો કે, સંશોધન ચાલુ છે. તીવ્ર કેસોમાં, દર્દીઓની સ્થિતિ સામાન્યરીતે લક્ષણો શરૂ થયા પછી 3 થી 5 દિવસમાં વણસવા માંડે છે. સ્થિતિ ઝડપથી વણસે છે, જેમાં ઘણા દર્દીઓની શ્વસન પ્રક્રિયા 24 કલાકમાં નિષ્ફળ થવા માંડે છે, જે માટે સઘન સંભાળ એકમમાં તેમને તત્કાલ દાખલ કરવાનું જરૂરી બને છે. દાખલ થયા પછી, મોટાભાગના દર્દીઓને યાંત્રિક વેન્ટિલેશન સાથે તત્કાલ શ્વાસવિષયક સપોર્ટ જરૂરી બને છે.[૨૯]
સીડીસી એ નવેમ્બર 2009માં ભલામણમાં જણાવ્યું હતું કે નીચેનાં લક્ષણો “ સંકટકાલિન ચેતવણી ચિહ્નો ” બને છે અને વ્યકિત નીચે પૈકી કોઈપણ એક પણ ચિહ્નોનો અનુભવ કરે તો તાત્કાલિક સંભાળ મેળવવાની સલાહ આપી હતી :[૩૦]
|
|
નિદાન[ફેરફાર કરો]
રોગચાળા H1N1/09 ફલૂના સમર્થિત નિદાન માટે દર્દીના ગળા, નાક કે ગળાની પેશીના સ્વાબનું પરીક્ષણ કરવું જરૂરી બને છે.[૩૧] રિયલ ટાઈમ આરટી-પીસીઆર એ ભલામણ કરાયેલ પરીક્ષણ છે, કેમ કે બીજાઓ રોગચાળા H1N1/09 અને નિયમિત મોસમી ફલૂ વચ્ચે ભેદ પાડી શકતા નથી.[૩૧] આમ છતાં, ફલૂનાં લક્ષણો ધરાવતાં મોટાભાગના લોકો માટે ખાસ કરીને રોગચાળા H1N1/09 ફલૂ માટે પરીક્ષણ જરૂરી બનતું નથી, કારણ કે પરીક્ષણના પરિણામો, ભલામણ કરાયેલ સારવાર કોર્સને સામાન્યરીતે અસર કરતા નથી.[૩૨] સીડીસી માત્ર તેવા લોકો માટે પરીક્ષણની ભલામણ કરે છે જેઓને શંકાસ્પદ ફલૂ માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ હોય, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિરક્ષા સિસ્ટમ ધરાવતાં લોકો હોય.[૩૨] જેમનું માત્ર ઈન્ફલ્યુએન્ઝાનું નિદાન કર્યુ હોય અને ખાસ કરીને રોગચાળો H1N1/09 ફલૂ ન હોય તેવા લોકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ પરીક્ષણોમાં ઝડપી ઈન્ફલ્યુએન્ઝા નિદાન પરીક્ષણો (આરઆઇડીટી (RIDT) ) સમાવિષ્ટ છે, જેનું પરિણામ 30 મિનિટમાં મળી જાય છે, અને પ્રત્યક્ષ તથા પરોક્ષઈમ્યુનોફલોરસન્સ એસેસ (ડીએફએ અને આઇએફએ) 2-4 કલાક લે છે.[૩૩] આરઆઇડીટી ખોટા નિષેધકોના ઊંચા દરને કારણે, સીડીસી સલાહ આપે છે કે, નવીન ઈન્ફલ્યુએન્ઝા એ (H1N1) વાયરસ ચેપ સાથે સુસંગત માંદગીવાળા પરંતુ નિષેધક આરઆઇડીટી પરિણામોવાળાં દર્દીઓની સારવાર, તબીબી ખરાબ સ્થિતિ, માંદગીની તીવ્રતા તથા ગૂંચવણોના જોખમ અન્વયે રહેલ ચિકિત્સકીય શંકાના સ્તર પર અનુભવના આધારે કરવી જોઈએ, અને ઈન્ફલ્યુએન્ઝા વાયરસવાળા ચેપ અંગે વધુ નિશ્ચયાત્મક નિર્ણય જરૂરી હોય, તો આર આરટી-પીસીઆર અથવા વાયરસ આઇસોલેશન સાથેનું પરીક્ષણ કરવું જોઇએ.[૩૪]સામૂદાયિક આરોગ્યના જ્યોર્જિયા વિભાગના ડો રહોન્ડા મેડોઝ જણાવે છે કે, સમયના 30-90 % સુધી કોઈપણ સ્થળે ઝડપી પરીક્ષણો ખોટાં હોય છે. તેણીએ પોતાના રાજ્યના ડોકટરોને ચેતવણી આપી છે કે ઝડપી ફલૂ પરીક્ષણોનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તે ઘણીવાર ખોટાં નીકળે છે.[૩૫] લોયોલા યુનિવર્સિટીના હેલ્થ સિસ્ટમના સંશોધનકાર પોલ શ્ક્રેકેનાબર્ગરે પણ આરઆઇડીટીના ઉપયોગ પરત્વે પ્રશ્ન ઉઠાવ્યો છે, જેમણે સૂચવ્યું છે કે ઝડપી પરીક્ષણો ખરેખર તો ભયંકર જાહેર આરોગ્ય ઊભું કરી શકે.[૩૬] ડબલ્યુએચઓના ડોકટર નિક્કી શિંડોએ, H1N1 પરીક્ષણ પરિણામો માટે રાહ જોઈને સારવારમાં વિલંબ કરવાના અહેવાલો સામે દિલગીરી વ્યકત કરી છે અને સૂચવ્યું છે કે, “ ડોકટરોએ પ્રયોગશાળાના સમર્થન માટે રાહ જોવી ન જોઈએ, પરંતુ ચિકિત્સકીય અને રોગચાળાવિષયક પશ્ચાદભૂ પર આધાર રાખીને નિદાનો કરવાં જોઇએ અને તત્કાલ સારવાર શરૂ કરવી જોઇએ. ” [૩૭]
વાયરસની વિશિષ્ટતાઓ[ફેરફાર કરો]
ઈન્ફલ્યુએન્ઝાનો આ નવીન પ્રકારનો વાયરસ છે, જે માટેની મોસમી ફલૂ સામેની ઉપલબ્ધ રસીઓ ખૂબ ઓછું રક્ષણ પૂરું પાડે છે. મે 2009માં પ્રકાશિત, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુ.એસ. કેન્દ્રો ખાતેના અભ્યાસમાં જણાયું હતું કે નવા રોગ સામે બાળકોમાં રોગપ્રતિરક્ષા અગાઉથી હોતી નથી, પરંતુ પુખ્ત વ્યકિતઓ ખાસ કરીને 60 ઉપરની વ્યકિતઓમાં, અમુક માત્રામાં રોગપ્રતિરક્ષા હોય છે. બાળકોએ, 18 થી 64 વર્ષની 6-9 % પુખ્ત વ્યકિતઓ, અને 33 % વૃદ્ધ વ્યકિતઓએ નવા પ્રકાર સામે કોઈ ઉલટ પ્રતિક્રિયાત્મક એન્ટિબોડી પ્રતિક્રિયા દર્શાવી ન હતી.[૩૮][૩૯] જ્યારે એમ વિચારવામાં આવ્યું છે કે આ તારણો, વૃદ્ધ વ્યકિતઓમાં રહેલ આંશિક રોગપ્રતિરક્ષા, તે જ પ્રકારના મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામેના અગાઉના એકસપોઝરને કારણે હોવાનું સૂચવે છે. ચીનમાં ગ્રામીણ રસી ન લીધેલ લોકોના નવેમ્બર 2009માં કરાયેલ અભ્યાસ પરથી જણાયું હતું કે, H1N1 પ્રકાર સામે ઊલટ પ્રતિક્રિયાત્મક એન્ટિબોડી પ્રતિક્રિયા માત્ર 0.3 % જોવા મળી હતી, જે મોસમી ફલૂ માટેની પૂર્વ-રસીઓ અને નહીં કે એકસપોઝરને પરિણામે વૃદ્ધ યુ.એસ. લોકોમાં રોગપ્રતિરક્ષા જણાયાનું સૂચવે છે.[૪૦]
એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ પ્રકારના પાંચ જુદા જુદા ફલૂ વાયરસના જનીનો રહેલા છે : ઉત્તર અમેરિકન સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા, ઉત્તર અમેરિકન એવિયન (પક્ષી) ઈન્ફલ્યુએન્ઝા, મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝા, અને એશિયા અને યુરોપમાં ખાસ મળી આવતા બે સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ. વધૃ પૃથ્થકરણ પરથી જણાયું છે કે વાયરસના અનેક પ્રોટિન, માણસોમાં હળવાં લક્ષણો પેદા કરતી જાતોને મોટેભાગે મળતા આવે છે, પ્રતિષ્ઠિત વાયરોલોજીસ્ટ વેન્ડી બારક્લેએ 1લી મે, 2009ના રોજ સૂચવ્યું કે પ્રારંભિક નિર્દેશો એ છે કે વાયરસ, મોટાભાગના લોકો માટે તીવ્ર લક્ષણો પેદા કરે તેવી શકયતા ન હતી. [૪૧]
હાલમાં વાયરસ પૂર્વ-રોગચાળાની જાતો કરતાં ઓછા પ્રાણઘાતક છે અને ચેપ લાગેલ હોય તેવા લગભગ 0.01-0.03 % ને મારે છે; 1918નો ઈન્ફલ્યુએન્ઝા, એકસો ગણો વધુ પ્રાણઘાતક હતો અને મૃત્યુનો દર 2-3% હતો.[૪૨] 14 નવેમ્બર સુધીમાં, વાયરસથી 6 અમેરિકન દીઠ એકને ચેપ લાગ્યો હતો, સાથે 200,000 ને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને 10,000 મરણ પામ્યા હતા - જે સરેરાશ ફલૂની મોસમ કરતાં વધુ માણસોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને થોડાકના મૃત્યુ થયા હતા, પરંતુ 50 થી ઓછી ઉંમરના લોકો માટે વધુ જોખમ હતું. 1100 બાળકો અને 18 થી 64ની વયના 7500 પુખ્તોના મૃત્યુ સાથે આ આંકડો “ રોજિંદા ફલૂની મોસમમાં હોય તે કરતાં વધુ ઊંચો છે. ”[૪૩]
સંક્રમણ[ફેરફાર કરો]
H1N1 નો ફેલાવો, મોસમી ફલૂના ફેલાવાની જેમ જ થતો હોવાનું વિચારાય છે. ફલૂના વાયરસ મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝાવાળા લોકોની ઉધરસ કે છીંક દ્વારા વ્યક્તિ મારફત વ્યક્તિમાં ફેલાય છે. કેટલીકવાર કોઈક વસ્તુનો સ્પર્શ કરવાથી જેમ કે ફલૂ વાયરસવાળી સપાટી કે પદાર્થ અને ત્યારપછી તેમના મોં કે નાકને અડવાથી લોકોને ચેપ લાગી શકે છે. [૩] 2009 નવીન H1N1 ની ફરીથી થવાની મૂળભૂત સંખ્યા (રોગ પ્રત્યે કશી રોગપ્રતિરક્ષા ન હોય તેવા લોકોમાં, ચેપગ્રસ્ત લોકો ચેપ લગાડે તેવી બીજી વ્યકિતઓની સરેરાશ સંખ્યા) 1.76 હોવાનો અંદાજ છે.[૪૪] ડિસેમ્બર 2009નો અભ્યાસ જણાવતો હતો કે, પરિવારોમાં H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાયરસની સંક્રમણ શકિત ભૂતકાળના રોગચાળા કરતાં ઓછી છે. મોટાભાગનું રોગ સંક્રમણ લક્ષણો શરૂ થયા પહેલાં તરત કે પછી થયેલ છે.[૪૫]
H1N1 વાયરસ, ડુક્કર, મરઘાં, નોળિયા, ઘરની બિલાડી, ઓછામાં ઓછો એક કૂતરો, અને એક ચિત્તા સહિત પ્રાણીઓમાં સંક્રમિત થાય છે. [૪૬][૪૭][૪૮][૪૯]
નિવારણ[ફેરફાર કરો]
આ પણ જુઓ: Influenza prevention, 2009 flu pandemic vaccine, and Influenza vaccine#2009-2010 season (Northern Hemisphere)
સીડીસી એ ભલામણ કરી હતી કે પ્રારંભિક રસીનો ડોઝ અગ્રિમતાવાળાં જૂથોને, જેમ કે સગર્ભા સ્ત્રીઓ, છ મહિનાના શિશુ સાથે રહેતાં લોકો અથવા તેની સંભાળ કર્તા લોકો, છ મહિનાથી ચાર વર્ષ સુધીનાં બાળકો અને આરોગ્ય સંભાળ કાર્યકરોને આપવો જોઈએ.[૫૦] યુ.કે.માં, એનએચએસે ભલામણ કરી હતી કે, મોસમી ફલૂ થવાનું જોખમ હોય તેવા છ મહિનાથી વધુ ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, તથા રોગ-પ્રતિકાર સાથે બાંધછોડ કરનાર પરિવારના લોકોને રસીની અગ્રતા આપવી.[૫૧]
શરૂઆતમાં બે ઈંજેક્ષનો જરૂરી હોવાનું વિચારાયું હતું, તેમ છતાં ચિકિત્સકીય અભ્યાસોએ દર્શાવ્યું કે નવી રસીમાં “ બે ને બદલી એક જ ડોઝ ” થી પુખ્ત વ્યકિતઓને રક્ષણ મળે છે, અને તેથી મર્યાદિત રસીનો પુરવઠો આગાહી કર્યા પ્રમાણે બે ગણા લોકોને મળશે. [૫૨][૫૩] “ વધુ કાર્યક્ષમ રસી ” હોવાથી ખર્ચ પણ ઓછો થશે.[૫૨] 10 કરતાં ઓછી ઉંમરના બાળકો માટે, 21 દિવસના આંતરે બે વખત રસી આપવાની ભલામણ છે.[૫૪][૫૫] મોસમી ફલૂ માટે હજુ અલગ રસીની જરૂર પડશે.[૫૬]
વિશ્વભરના આરોગ્ય અધિકારીઓને પણ ખૂબ ચિંતા થતી હતી, કારણ કે વાયરસ નવો હતો અને સહેલાઈથી બદલાઇ જતો હતો અને વધુ ઝેરી બનતો હતો, જો કે મોટાભાગના ફલૂનાં લક્ષણો હળવાં હતાં અને સારવાર વિના થોડાક દિવસો જ અસ્તિત્વમાં રહેતાં હતાં. અધિકારીઓએ સમુદાયો, ધંધાદારીઓ અને વ્યકિતઓને, શાળાઓ બંધ કરવા, માંદગી માટે મોટા પ્રમાણમાં કર્મચારીઓની ગેરહાજરી, હોસ્પિટલોમાં દર્દીઓના ઘસારા અને સંભવત: રોગચાળાના બહોળા ફેલાવાની અન્ય અસરોની શકયતા અંગે આકસ્મિક યોજના બનાવવાની વિનંતી કરી હતી. [૫૭]
જાહેર આરોગ્ય પ્રતિભાવ[ફેરફાર કરો]
આ પણ જુઓ: 2009 flu pandemic by country
27 એપ્રિલ, 2009ના રોજ યુરોપિયન યુનિયન આરોગ્ય કમિશનરે યુરોપિયનોને યુનાઈટેડ સ્ટેટસ કે મેક્સિકોના અનાવશ્યક પ્રવાસ મોફૂક રાખવાની સલાહ આપી હતી. આના પછી સ્પેનમાં સૌ પ્રથમ સમર્થિત કેસ શોધી કઢાયો હતો.[૫૮] 6ઠ્ઠી મે, 2009ના રોજ કેનેડાની જાહેર આરોગ્ય સંસ્થાએ જાહેરાત કરી હતી કે તેમની રાષ્ટ્રીય સૂક્ષ્મ જીવશાસ્ત્ર(એનએમએલ (NML) ) પ્રયોગશાળાએ સ્વાઈન ફલૂના જનીન કોડને મેપ કર્યો છે, પ્રથમ વખત આમ કરવામાં આવ્યું હતું.[૫૯] ઈંગ્લેન્ડમાં, રાષ્ટ્રીય આરોગ્ય સેવાએ, રાષ્ટ્રીય રોગચાળા ફલૂ[૬૦] સેવા પર વેબસાઈટનો પ્રારંભ કર્યો હતો, જેમાં દર્દીઓ સ્વ-મૂલ્યાંકન કરીને વાયરસ વિરોધી દવાઓ માટે અધિકૃતિ નંબર મેળવી શકતા. આ સિસ્ટમથી સામાન્ય ચિકિત્સકો પરનો કાર્યબોજ ઓછો થવાની ધારણા છે.[૫૧]
યુ.એસ.ના અધિકારીઓએ અવલોકન કર્યું હતું કે, H5N1 એવિયન ફલૂ અંગેની છ વર્ષની ચિંતાને પરિણામે હાલના સ્વાઈન ફલૂના ફેલાવા સામે તૈયાર થવા ઘણું કરાયું હતું, તથા એશિયામાં H5N1 ફાટી નીકળ્યા પછી વર્ષો દરમિયાન તેનાથી અસરગ્રસ્ત થોડાક સેંકડો લોકો પૈકી છેલ્લે 60 % લોકો મર્યા હોવાની નોંધ કરાઈ હતી, ઘણા દેશોએ તેનો વધુ ફેલાવો ન થાય તે માટે કોઈપણ સમાન પ્રકારના સંકટનું નિવારણ કરવાના પ્રયત્નરૂપે પગલાં લીધાં હતાં.[૬૧] સીડીસી અને અન્ય અમેરિકન સરકારી સંસ્થાઓએ[૬૨] સ્વાઈન ફલૂ અંગે યુનાઈટેડ સ્ટેટસના પ્રતિકારનો સ્ટોક લેવા ઉનાળુ શાંતિનો ઉપયોગ કર્યો હતો અને શિયાળાની શરૂઆતમાં ફલૂની મોસમ શરૂ થતાં પહેલાં જાહેર આરોગ્ય સલામતીના માળખામાં કોઈ તૂટ રહી હોય તો તેને પૂરી દેવા પ્રયત્ન કર્યો હતો.[૬૩] તૈયારીમાં એક મોસમી ઈન્ફલ્યુએન્ઝા ઉપરાંત બીજી ઈન્ફલ્યુએન્ઝા રસીના કાર્યક્રમનું આયોજન તથા ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સરકારો તથા ખાનગી આરોગ્ય પ્રબંધકો વચ્ચે યોગ્ય સંકલન કરવાનો સમાવેશ થતો હતો.[૬૩] 24 ઓકટોબર, 2009ના રોજ યુ.એસ. રાષ્ટ્રપતિ ઓબામાએ સ્વાઈન ફલૂની રાષ્ટ્રીય કટોકટી તરીકે જાહેરાત કરી અને આરોગ્ય તથા માનવ સેવાના સચિવ કેથેલિન સેબેલિસને રાબેતા મુજબની ફેડરલ જરૂરિયાતો જતી કરવા હોસ્પિટલોને વિનંતી કરવાની સત્તા આપી હતી.[૬૪]
રસીઓ[ફેરફાર કરો]
ઢાંચો:Asof, 16 કરતાં વધુ દેશોમાં રસીના 65 મિલિયન ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો; રસી સલામત અને અસરકારક જણાઈ છે, જેણે મજબૂત રોગપ્રતિરક્ષા અસર ઊભી કરી છે, જેણે ચેપ સામે રક્ષણ આપવું જોઇએ.[૬૫] ચાલુ સામાન્ય મોસમી ઈન્ફલ્યુએન્ઝાની રસી, H1N1 ચેપનું જોખમ ન તો વધારે છે કે ન તો ઘટાડે છે, કેમ કે નવીન રોગચાળાની જાત, આ રસીમાં વપરાતી જાતો કરતાં તદ્ન ભિન્ન છે.[૬૬][૬૭] એકંદરે નવી H1N1 રસીની સલામતી રૂપરેખા, મોસમી ફલૂ રસીના જેવી સમાન છે, અને નવેમ્બર 2009ના રોજ મુજબ ગુઇલન-બેર લક્ષણોવાળાં ડઝન કરતાં ઓછાં કેસોમાં પશ્ચાત્ રસી આપી હોવાનું જણાવાયું હતું.[૬૮] આમાંથી માત્ર થોડાક જ H1N1 રસીકરણ સાથે ખરેખર સંબંધિત હોવાનો અંદેશો હતો, અને માત્ર હંગામી માંદગી હોવાનું જણાયું હતું.[૬૮]આ 1976ના સ્વાઈન ફલૂ વાવર સામે મજબૂત વિરોધાભાસ હતો, જેમાં યુનાઈટેડ સ્ટેટસમાં ગુઇલન-બેર સિન્ડ્રોમના 500 કરતાં વધુ કેસોમાં સામૂહિક રસી અપાઈ હતી અને 25 વ્યકિતના મૃત્યુ થયા હતા. [૬૯]
ઈંડા પ્રત્યે એર્લજી હોય તેવા લોકો માટે સલામતીની ચિંતા રહે છે, કારણ કે મરઘાના ઈંડા આધારિત સંવર્ધનમાંથી રસીના વાયરસ વિકસે છે. ઈંડાની એર્લજીવાળા લોકોએ, તેમના ચિકિત્સકની સલાહ લીધા પછી, સંભાળપૂર્વક અને નિયંત્રિત પર્યાવરણમાં કક્ષાવાર રસીનો ડોઝ લઈ શકે.[૭૦] બેકસટર દ્વારા ઉત્પાદિત કરેલી રસીમાં ઈંડાનો ઉપયોગ કર્યો નથી, પરંતુ રોગપ્રતિરક્ષા પેદા કરવા ત્રણ અઠવાડિયાને આંતરે બે ડોઝ આપવા જરૂરી છે.[૭૧]
નવેમ્બરના અંતમાં, કેનેડામાં, રસી આપ્યા પછી એનાફાયલેકટિક શોકના 24 કેસોનું સમર્થન કરાયું હતું, જેમાં એકનું મૃત્યું થયું હતું. રસી લેનાર 3,12,000 વ્યકિતઓ દીઠ 1 ને એનાફાયલેટિક પ્રતિક્રિયા આવ્યાનો અંદાજ છે, આમ છતાં રસીની એક બેચમાં, અપાયેલ 157,000 ડોઝ પૈકી 6 વ્યકિતઓને એનાફાયલેક્સિસ થયો હતો. ડો. ડેવિડ બટલર-જોન્સ, કેનેડાના મુખ્ય જાહેર આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આરોગપ્રતિરક્ષા રસી હોવા છતાં, આ 6 દર્દીઓમાં તીવ્ર એર્લજીક પ્રતિક્રિયા થવાનું કારણ હોવાનું જણાતું ન હતું. [૭૨][૭૩]
જાન્યુઆરી, 2010માં વોલ્ફગેંગ વોડાર્ગ, ડોકટર તરીકે તાલીમ મેળવેલ સોશ્યલ ડેમોક્રેટ ડેપ્યુટી અને યુરોપ કાઉન્સિલની આરોગ્ય સમિતિના અધ્યક્ષે દાવાપૂર્વક જણાવ્યું હતું કે મોટી પેઢીઓએ રસીઓ વેચવા “ ખોટો રોગચાળો ” જાહેર કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) પર દબાણ લાવવા “ રોગચાળા ભયની ઝુંબેશ ” નું આયોજન કર્યું હતું. ડો. વોડાર્ગે કહ્યું હતું કે “ ડબલ્યુએચઓ (WHO)” ની “ ખોટા રોગચાળા ” ફલૂ ઝુંબેશ આ સૈકાનું સૌથી મોટું તબીબી ક્ષેત્રનું નિંદ્ય કાવતરું છે. તેમણે જણાવ્યું હતું કે, સો કે વધુ “ સામાન્ય ” જણાવાયેલા ઈન્ફલૂએન્ઝાના કેસોની જીવલેણ નવા રોગચાળાની શરૂઆત હોવાની જાહેરાત કરાઈ ત્યારે મેકિસકો સિટીમાં છેલ્લા મેમાં “ ખોટા રોગચાળા ” ની ઝુંબેશ શરૂ થઈ, જો કે તેમણે કહ્યું કે, આ માટે કોઈ ખાસ વૈજ્ઞાનિક પુરાવો ન હતો. આમ છતાં તેમણે દલીલ કરી છે, ડબલ્યુએચઓ (WHO)એ “ મોટી સંખ્યામાં લોકોને રોગ લાગુ પાડયો અને મૃત્યુ પામ્યા ” એવા વિધાનને તેની હાલની વ્યાખ્યામાંથી દૂર કરીને તેના બદલે સીમાઓને ઓળંગીને ફેલાયેલ તે એક વાયરસ કે લોકો પાસે તે અંગે કોઈ પ્રતિરક્ષા ન હોવાનું જ માત્ર જણાવીને “ કેટલીક મોટી ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ અને તેના વૈજ્ઞાનિકો સાથેના સહયોગથી રોગચાળાની ફેર-વ્યાખ્યા કરી હતી. ”[૭૪] ડબલ્યુએચઓ (WHO)એ જવાબ આપતાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર સલાહ ગંભીરતાથી આપવાની તેની ફરજ તેમણે સ્વીકારી હતી અને બહારના હિતોની દખલગીરી સામે રક્ષણ પૂરું પાડયું હતું. તેના પગલાંની સમીક્ષાની જાહેરાત કરીને ડબલ્યુએચઓ (WHO)ના પ્રવકતા ફાડેલા ચૈબે જણાવ્યું હતું કે “ સમીક્ષા એ આઉટબ્રેક સાઈકલનો ભાગ છે. અમે સમીક્ષા અને તેની ચર્ચા કરવાની તક મળે તેવી અપેક્ષા રાખીએ છીએ અને તેને ચોક્કસપણે આવકારીએ છીએ. ” [૭૫][૭૬]
ચેપ નિયંત્રણ[ફેરફાર કરો]
પ્રવાસ-પૂર્વસાવચેતી[ફેરફાર કરો]
7 મે 2009ના રોજ, ડબલ્યુએચઓ (WHO)એ જણાવ્યું કે નિયંત્રણ સુગમ ન હતું અને દેશોએ વાયરસની અસર હળવી કરવા પર ધ્યાન આપવું જોઈએ. સરહદો બંધ કરવા કે પ્રવાસ મર્યાદિત કરવાની તેણે ભલામણ કરી ન હતી.[૭૭] 26 એપ્રિલ 2009ના રોજ, ચાઈનીઝ સરકારે જાહેર કર્યું કે બે અઠવાડિયાની અંદર ફલૂ જેવાં લક્ષણોનો અનુભવ થયો હોય તેવા ફલૂ-ગ્રસ્ત વિસ્તારમાંથી પાછા ફરેલા મુલાકાતીઓને કવોરેન્ટાઈન (સંસર્ગનિષેધ) કરી શકાશે. [૭૮]
જૂન 2009ની શરૂઆતમાં યુ.એસ. એરલાઈન્સે કોઈ મોટા ફેરફારો કર્યા ન હતા, પરંતુ ફલૂ, ઓરી કે અન્ય ચેપોના લક્ષણોવાળા ઉતારુઓની તપાસનો ચાલુ સ્થાયી પ્રેકિટસમાં સમાવેશ કર્યો હતો, અને વિમાન સ્વચ્છ હોવાનું સુનિશ્ચિત કરવા વિમાની હવા-ફિલ્ટરો પર આધાર રાખ્યો હતો.[૭૯] સામાન્ય રીતે એરલાઈન્સ માસ્ક પૂરા પાડતી ન હતી અને સીડીસી એ એરલાઈન્સનો સ્ટાફ માસ્ક પહેરે તેવી ભલામણ કરી ન હતી.[૭૯] કેટલીક યુ.એસ. સિવાયની મોટાભાગની એશિયન એરલાઈન્સ, તેમજ સિંગાપોર એરલાઈન્સ, ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ, ચાઈના સઘર્ન એરલાઈન્સ, કેથે પેસિફિક, અને મેકિસકન એરલાઈન્સે કેબિન સફાઇ, અદ્યતન એર-ફિલ્ટરોની ગોઠવણ અને વિમાનની અંદરના સ્ટાફે મોં પર માસ્ક પહેરવાં જેવા પગલાં લીધાં હતાં.[૭૯]
શાળાઓ[ફેરફાર કરો]
યુ.એસ. સરકારી અધિકારીઓ ખાસ કરીને શાળાઓ અંગે ચિંતાતુર છે, કેમ કે સ્વાઈન ફલૂ વાયરસ, 6 મહિનાથી 24 વર્ષની ઉંમર સુધીના યુવાન અને શાળા-વયના લોકોને અસામાન્યપણે અસર કરતાં હોવાનું જણાયું છે.[૮૦] સ્વાઈન ફલૂના ફેલાવાથી ઘણા દેશોમાં અનેક પૂર્વ-સાવચેતી પગલાં તરીકે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. શાળાઓ બંધ કરવાને બદલે, સીડીસી એ ઓગસ્ટમાં ભલામણ કરી હતી કે ફલૂનાં લક્ષણો ધરાવતાં વિદ્યાર્થીઓ અને શાળાના કાર્યકરોએ કુલ સાત દિવસ અથવા લક્ષણો હળવા થાય ત્યારપછી 24 કલાક-બેમાંથી જે લાંબું હોય તે પ્રમાણે ઘરે રહેવું જોઇએ.[૮૧] સીડીસી એ એવી પણ ભલામણ કરી હતી કે, કોલેજોમાં છેલ્લી વસંતમાં હોય તે કરતાં વિદ્યાર્થીઓ નોંધપાત્ર પ્રમાણમાં તીવ્ર માંદગીમાં સપડાયા હોય તો કોલેજોએ 2009ના વર્ગો મોફૂક રાખવા જોઇએ. વધુમાં તેઓએ શાળાઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે મોડા પેપર્સ કે ખૂટતા વર્ગો માટે સજા કરતા કે “ સેલ્ફ આઈસોલેશન ” અમલમાં મૂકયાની ડોકટરની ચિઠ્ઠી જરૂરી બનાવતા કોઈપણ નિયમો મોફૂક રાખવા અને માંદા હોય ત્યારે બહાર નીકળવાનું સાહસ કરતાં વિદ્યાર્થીઓને અટકાવવા;[૮૨] વિદ્યાર્થીઓ ઘરે જવા રાહ જોતા હોય ત્યારે ફલૂ જેવાં લક્ષણો ધરાવતાં લોકોને માટે અલગ રૂમની ગોઠવણ કરવાની અને માંદા વિદ્યાર્થીઓ કે સ્ટાફ અને તેઓની સંભાળ રાખનાર લોકોએ સર્જિકલ માસ્કનો ઉપયોગ કરે તેવી શાળાઓને સલાહ આપી હતી.[૮૩]
કેલિફોર્નિયામાં, શાળા જિલ્લાઓ અને યુનિવિર્સિટીઓ સજાગ છે અને શિક્ષણ ઝુંબેશોને પ્રારંભ કરવા આરોગ્ય અધિકારીઓ સાથે કામ કરે છે. ઘણા લોકોએ તબીબી પુરવઠાનો સ્ટોક કરવાનું આયોજન કર્યું હતું અને પ્રારંભિક અને માધ્યમિક શાળાઓ બંધ હોય તો ઓછી આવકવાળાં બાળકો માટે પાઠ અને ભોજનની વ્યવસ્થા કરવાની યોજનાઓ સહિત, ખરાબ કેસોની ચર્ચા કરવાનું વિચારાયું હતું.[૮૪] કેલિફોર્નિયા યુનિવર્સિટી કેમ્પસે કાગળના માસ્કથી માંડીને આહાર અને પાણી માટે હાથ-સ્વચ્છતા વસ્તુઓ સુધીનો પુરવઠો સ્ટોક રાખ્યો હતો.[૮૪] આકસ્મિક સમયે તૈયાર રહેવામાં મદદ કરવા, યુનિવિર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનનાબાળરોગશાસ્ત્રના પ્રાધ્યાપક જેમ્સ સી. કિંગ જુ. એ સૂચવ્યું છે કે, દરેક દેશે સ્થાનિક આરોગ્ય વિભાગ, માતા-પિતા અને શાળા વહીવટકર્તાઓ દ્વારા સંચાલિત “ ઈન્ફલ્યુએન્ઝા કાર્ય ટીમ ” ઊભી કરવી જોઇએ.[૮૫]ઢાંચો:Asof યુનાઈટેડ સ્ટેટસમાં 126000 વિદ્યાર્થીઓને અસર કરતી 19 રાજ્યોની કામચલાઉ 600 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે.[૮૬]
કાર્ય-સ્થળ[ફેરફાર કરો]
ઢાંચો:Globalize યુ.એસ. આરોગ્ય અને માનવસેવા વિભાગ (એચએચએસ (HHS) ) તથા રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ (સીડીસી (CDC) ) યુ.એસ. વતન સુરક્ષા વિભાગ (ડીએચએસ (DHS) ) પાસેની નિવેશ સામગ્રી સાથે કર્મચારીઓને ઉપયોગમાં લેવા અદ્યતન માર્ગદર્શિકા અને વીડિઓ વિકસાવેલ છે,[૮૭] અને કેમ કે તેઓ હાલમાં તથા આવનાર સ્થિતિ અને શિયાળુ ઈન્ફલ્યુએન્ઝા મોસમ દરમિયાન સ્વાઈન ફલૂના પ્રતિકાર માટે યોજનાઓ વિકસાવે છે, અથવા સમીક્ષા કરીને અદ્યતન બનાવે છે. માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, નિયોકતાઓએ તેમનાં ઉદ્દેશો વિચારીને અભિવ્યકત કરવા જોઇએ, જેમાં સ્ટાફમાં રોગ સંક્રમણ ઘટાડવાનો, ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ લાગવાથી તેને લગતી જરૂરિયાતોનું જોખમ વધ્યું હોય તેવા લોકોનું રક્ષણ કરવાનો, વ્યવસાયના સંચાલનને જાળવવાનો, અને તેમના પૂરવઠા શૃંખલામાં બીજી હસ્તિઓ પરની વિપરીત અસર ઘટાડવાનો સમાવેશ થઈ શકે.[૮૭]
સીડીસી નો અંદાજ છે કે 40 % કાર્ય સ્થળો ખરાબ પરિસ્થિતિમાં છે, જ્યાં ઘણા તંદુરસ્તી પુખ્ત લોકોને ઘરે રહેવાની અને કુટુંબના માંદા સભ્યની સંભાળ[૮૮] રાખવાની જરૂરને કારણે રોગચાળો તેની ચરમસીમાએ હોય ત્યારે કામ કરવા અશકત બને છે, અને કાર્ય-સ્થળ બંધ કરવામાં આવે અથવા ઘરેથી કામ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તો વ્યકિતઓને સ્થળના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.[૮૯] સીડીસી વધુમાં સલાહ આપે છે કે, કાર્ય-સ્થળની વ્યકિતઓએ ફલૂ પછી સાત દિવસ અથવા લક્ષણો સમાપ્ત થયા પછી 24 કલાક, બંન્નેમાંથી જે લાંબું હોય તે પ્રમાણે ઘરે રહેવું જોઇએ.[૮૧] યુ.કે.માં, આરોગ્ય અને સુરક્ષા વહીવટી અધિકારીએ (એચએસઇ (HSE) ) પણ નિયોકતાઓ માટે સામાન્ય માર્ગદર્શન આપ્યું છે.[૯૦]
મોં પરના માસ્ક[ફેરફાર કરો]
શાળાઓ, કાર્ય-સ્થળો, કે જાહેર સ્થળો જેવાં આરોગ્ય સિવાયના સંભાળ સ્થળોએ મોં પર માસ્ક પહેરવાં કે રેસ્પિરેટરોનો ઉપયોગ કરવાનો સીડીસી ભલામણ કરતું નથી, પરંતુ તેમાં થોડાક અપવાદ છે : વાયરસ સાથેની માંદી વ્યકિતએ તે બીજા લોકોની આસપાસ હોય, અને ફલૂવાળી કોઈ વ્યક્તિની સંભાળ લેતી વખતે તીવ્ર માંદગીનું જોખમ હોય તેવા લોકોએ માસ્ક પહેરવાનું વિચારવું જોઇએ.[૯૧] મોં પરના માસ્ક પહેરવા અંગે કેટલાક મતભેદ છે, કેટલાક નિષ્ણાતોને ભય છે કે માસ્ક લોકોમાં સુરક્ષાની ખોટી લાગણી પેદા કરશે અને બીજી ધોરણસરની સાવચેતીઓની જગ્યાએ મુકવી જોઇએ નહીં.[૯૨] ચેપગ્રસ્ત વ્યકિતઓના નિકટના સંપર્કમાં હોય તેવા લોકોને માસ્ક લાભદાયક બની શકશે, પરંતુ તેઓ સ્વાઈન ફલૂનો ચેપ અટકાવી શકશે કે કેમ તેની જાણ નથી.[૯૨] નાગોયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસન ખાતે વાયરોલોજીના પ્રાધ્યાપક યુખિહિરો નિશિયામાએ જણાવ્યું હતું કે “ કશું ન હોય તેનાં કરતાં માસ્ક હોય તે વધુ સારું છે, પરંતુ હવાજનિત વાયરસ ખાલી જગ્યામાંથી સહેલાઈથી ઘુસી જતા હોવાથી તેને સંપૂર્ણપણે અટકાવવાનું મૂશ્કેલ છે. ” [૯૩] 3M માસ્ક ઉત્પાદકના કહેવા પ્રમાણે માસ્ક ઔદ્યોગિક સ્થળોમાં રજકણોને બહાર કાઢશે, પરંતુ “ સ્વાઈન ફલૂ વાયરસ જેવા જૈવિક એજન્ટો માટે કોઈ સ્થાપિત એકસપોઝર મર્યાદા નથી. ” [૯૨]અસરકારકતાનો પુરાવો ન હોવા છતાં, આવા માસ્કનો ઉપયોગ એશિયામાં સામાન્ય છે.[૯૩][૯૪] ખાસ કરીને માસ્ક જાપાનમાં ખૂબ લોકપ્રિય છે, જ્યાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ઊંચું મૂલ્ય કરાય છે, અને ત્યાંની સભ્યતા, રોગ ફેલાતા અટકાવવા માંદા માણસો માટે માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવે છે. [૯૩]
કવોરેન્ટાઈન (સંસર્ગનિષેધ)[ફેરફાર કરો]
ચેપની શંકા હોય અથવા ચેપ લાગ્યો હોય તેવી બીજી વ્યકિતઓના સંપર્કમાં આવ્યા હોય તેવા વિદેશી મુલાકાતીઓનું કવોરેન્ટાઈન કરવાનું અથવા તેમ કરવાની ધમકી આપવાનું દેશોએ શરૂ કર્યું છે. મેમાં,ચાઈનીઝ સરકારે 21 યુ.એસ. વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષિકાને તેમની હોટલના રૂમમાં બંધ રાખ્યા હતા.[૯૫] પરિણામે યુ.એસ. રાજ્ય વિભાગે ચાઈનાની ફલૂ વિરોધી પગલાં અંગે સાવધ રહીને પ્રવાસ કરવાનો આદેશ બહાર પાડયો હતો અને પ્રવાસીઓને, માંદા હોય તો ચાઈનાની મુસાફરી કરવા અંગે ચેતવણી આપી હતી.[૯૬] હોંગકોંગમાં, સમગ્ર હોટલને 240 અતિથિઓ સાથે કવોરેન્ટાઈન કરવામાં આવી હતી;[૯૭]ઓસ્ટ્રેલિયાએ 2000 ઉતારુઓ સાથેના ક્રુઝ જહાજને દરિયામાં રોકાવાનો આદેશ આપ્યો હતો, કારણ કે સ્વાઈન ફલૂનો ભય હતો.[૯૮] મક્કાની વાર્ષિક હજયાત્રાએ ગયેલા ઈજિપ્શિયન મુસ્લિમોએ પરત ફરતાં કવોરેન્ટાઈન થવાનું જોખમ હતું.[૯૯] રશિયા અને તાઈવાને કહ્યું કે ફલૂની ઉપસ્થિતિ હોય તેવા વિસ્તારોમાંથી આવતા તાવ હોય તેવા મુલાકાતીઓને તેઓ કવોરેન્ટાઈનમાં રાખશે. [૧૦૦] જાપાને મેના વચગાળામાં 47 વિમાની ઉતારુઓને એક અઠવાડિયામાં માટે હોટેલમાં કવોરેન્ટાઈન કર્યા હતા,[૧૦૧] ત્યારબાદ જૂનની અધવચમાં ભારતે, ચેપનો ઊંચો દર હોવાનું વિચારાતું હોય તેવા દેશોના “ આઉટબાઉન્ડ ” ઉતારુઓની પૂર્વ તપાસ કરવા સૂચવ્યું હતું.[૧૦૨]
ડુક્કર અને આહાર સુરક્ષા[ફેરફાર કરો]
રોગચાળાના વાયરસ એ સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝાનો એક પ્રકાર છે, જે મૂળ ડુક્કરમાં રહેતી જાતોમાંથી ઉત્પન્ન થાય છે અને આ મૂળ તત્ત્વને “ સ્વાઈન ફલૂ ” નું સામાન્ય નામ મળ્યું છે. આ શબ્દોનો સામૂહિક મીડિયા દ્વારા બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ વાયરસ, અમેરિકન[૧૦૩] તથા કેનેડિયન[૧૦૪] ડુક્કરો, તેમજ ઉત્તર આર્યલેન્ડ, આર્જેન્ટિના અને નોર્વેના ડુક્કરોમાં જણાયા છે.[૧૦૫] તેની ઉત્પતિ ડુક્કરોમાં હોવા છતાં, આ જાત લોકો વચ્ચે સંક્રમિત થાય છે, પણ ડુક્કરમાંથી લોકોમાં સંક્રમિત થતી નથી.[૫] અગ્રેસર આરોગ્ય સંસ્થાઓ અને યુનાઈટેડ સ્ટેટસના કૃષિ સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડુક્કરમાંથી પ્રાપ્ત સારી રીતે રાંધેલ પોર્ક કે બીજી આહારની પેદાશો ખાવાથી ફલૂ થતો નથી.[૧૦૬][૧૦૭] આમ છતાં, અઝેરબૈજને 27 એપ્રિલના રોજ અમેરિકામાંથી પશુપાલનની બનાવટો આયાત કરવા પર પ્રતિબંધ મૂકયો હતો.[૧૦૮]ઈન્ડોનેશિયાની સરકારે પણ ડુક્કારોની આયાત અટકાવી હતી અને ઈન્ડોનેશિયામાં 9 મિલિયન ડુક્કરોનું પરીક્ષણ શરૂ કર્યું હતું.[૧૦૯] ઈજિપ્શિયન સરકારે 29 એપ્રિલ, 2009ના રોજ ઈજિપ્તમાં તમામ ડુક્કરોની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો.[૧૧૦]
સારવાર[ફેરફાર કરો]
Further information: Influenza treatment
લક્ષણો હળવા કરવામાં મદદ કરવા પૂરતું પ્રવાહી અને આરામ સહિત સંખ્યાબંધ પદ્ધતિઓની ભલામણ કરવામાં આવી છે.[૧૧૧] કાઉન્ટર પર મળતી એસાસેટેમિનોફેન અને ઈબુપ્રોફેન જેવી દુખાવાની દવાઓ વાયરસને મારી નાખતા નથી, આમ છતાં તેઓ લક્ષણો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.[૧૧૨] કોઈપણ ફલૂ પ્રકારનાં લક્ષણો માટે (કોઈપણ વ્યકિતએ, પરંતુ ખાસ કરીને 19 હેઠળના લોકોએ) એસ્પિરિન અને બીજી સેલિસાયલેટ બનાવટોનો ઉપયોગ ન કરવો જોઇએ, કારણ કે રેયેના સિન્ડ્રોમ વિકસવાનો ભય રહે છે.[૧૧૩]
તાવ ઓછો હોય અને બીજી કોઈ મૂશ્કેલીઓ ન હોય, તો તાવની દવાની ભલામણ કરી નથી.[૧૧૨] મોટાભાગના લોકો તબીબી સંભાળ વિના સાજા થઈ જાય છે, જો કે પહેલાંથી કે અંતર્ગત તબીબી પરિસ્થિતિ હોય તેવા લોકોને ગૂંચવણો પેદા થવાનું વલણ હોઇ શકે છે અને વધુ સારવારથી લાભ થઈ શકે.[૩૦]
જોખમ ધરાવતાં જૂથોના લોકોને ફલૂના લક્ષણોનો પ્રથમ અનુભવ થાય ત્યારે જેમ બને તેમ સત્વર તેઓને એન્ટિવાયરલ (ઓસેલ્ટામિવિર કે ઝનામિવિર) દવાથી સારવાર આપવી જોઇએ. જોખમ ધરાવતાં જૂથોમાં સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતિ બાદની સ્ત્રીઓ, 2 વર્ષથી નીચેનાં બાળકો અને શ્વસન સમસ્યાઓ જેવી અંતર્ગત સ્થિતિ ધરાવતાં લોકોનો સમાવેશ થાય છે.[૧૪] જોખમ ધરાવતાં જૂથના ન હોય અને જેઓમાં સતત કે ઝડપથી વણસતા લક્ષણો હોય તેવા લોકોને પણ એન્ટિવાયરલ સાથેની સારવાર આપવી જોઇએ. આ લક્ષણોમાં શ્વાસની મુશ્કેલી અને 3 દિવસ કરતાં વધુ વખત રહેલ ઊંચા તાવનો સમાવેશ થાય છે.ન્યૂમોનિયા થયો હોય તેવા લોકોને એન્ટિવાયરલ અને એન્ટિબાયોટિકસ બંને આપવા જોઇએ, કેમ કે H1N1 માંદગીના ઘણા તીવ્ર કેસોમાં બેકિટરિયાનો ચેપ વિકસે છે.[૩૭] લક્ષણો શરુ થયાના 48 કલાકમાં અપાય તો એન્ટિવાયરલ અત્યંત ઉપયોગી થાય છે અને હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓની સ્થિતિ સુધારી શકે છે.[૧૧૪] 48 કલાક પછી પણ મધ્યમસર કે તીવ્રપણે માંદગી હોય તેઓને એન્ટિવાયરલ લાભદાયક બની શકશે.[૧૨] જો ઓસેલ્ટામિવિર (ટેમિફ્લ્યૂ) મળે નહીં કે ઉપયોગ ન કરી શકાય તો ઝનામિવિર (રિલેન્ઝા) તેની અવેજીમાં વાપરવાની ભલામણ છે.[૧૪][૧૧૫] જ્યાં બીજી ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ બિનઅસરકારક કે ઉપલબ્ધ ન હોય તેવા કેસોમાં હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓ માટે મંજૂર કરેલ પેરામિવિર એક પ્રયોગાત્મક એન્ટિવાયરલ દવા છે.[૧૧૬]
આ દવાઓની તંગી નિવારવામાં મદદ કરવા, સીડીસી એ રોગચાળાના ફલૂ સાથે હોસ્પિટલમાં દાખલ કરેલ લોકો માટે; અંતર્ગત તબીબી પરિસ્થિતિને કારણે ગંભીર ફલૂ ગૂંચવણોનું જોખમ હોય તેવા લોકો; અને ફલૂની ગંભીર ગૂંચવણોનું જોખમ-ધરાવતા દર્દીઓ માટે મુખ્યત્વે ઓસેલ્ટામિવિર સારવારની ભલામણ કરી હતી. સીડીસી એ ચેતવણી આપી હતી કે, ઈન્ફલ્યુએન્ઝાના નિવારણ અને સારવાર માટે એન્ટિવાયરલ દવાઓનો આડેધડ ઉપયોગ કરવાથી દવા-પ્રતિકારક જાતોને આર્વિભાવ પામવાનો રસ્તો મોકળો બનશે, જેનાથી રોગચાળા સામે લડવાનું વધુ મૂશ્કેલ બનશે. ઉપરાંત, બ્રિટીશ અહેવાલમાં જણાયું હતું કે લોકો દવાનો કોર્સ પૂરો કરવામાં મોટેભાગે નિષ્ફળ જતાં હતા અથવા જરૂર ન હોય ત્યારે દવા લેતા હતા. [૧૧૭]
આડઅસરો[ફેરફાર કરો]
બંને દવાઓની આડઅસરો જાણીતી છે, જેમાં ચક્કર, ઉબકા, ઉલટી, ભૂખની અરુચિ તથા શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. ઓસેલ્ટામિવિર લીધા પછી બાળકોમાં જાતને ઈજા કરવાનું અને ગભરાટનું જોખમ વધતું હોવાનું જણાવાયું હતું.[૧૧૧] ડબલ્યુએચઓ (WHO)એ ઓનલાઈન સ્થળોએથી એન્ટિવાયરલ દવાઓ ખરીદવા સામે ચેતવણી આપી છે, અને પ્રત્યક્ષ સરનામું આપ્યા વિના ઓનલાઈન ફાર્મસીઓ દ્વારા વેચાતી અડધી દવાઓ બનાવટી હોય છે.[૧૧૮]
પ્રતિકાર[ફેરફાર કરો]
As of ફેબ્રુઆરી 2010, વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ)એ જણાવ્યું છે કે વિશ્વભરમાં પ્રવર્તમાન 2009ના રોગચાળા H1N1 (સ્વાઈન) ફલૂના પરીક્ષણ કરાયેલ 15,000 નમૂનાઓમાં 225 નમૂનાઓમાંઓસેલ્ટામિવિર (ટેમિફ્લૂ) સામે પ્રતિકાર દર્શાવ્યો હોવાનું જણાવ્યું હતું. [૧૧૯] આ સંપૂર્ણતયા અણધાર્યું નથી, કેમ કે મોસમી H1N1 ફલૂના પરીક્ષણ કરાયેલ 99.6 % કેસોમાં ઓસેલ્ટામિવિર સામે પ્રતિકાર દર્શાવ્યો હતો.[૧૨૦] આમ છતાં કોઈ પરિભ્રમણ કરતા ફલૂએ, અન્ય પ્રાપ્ય એન્ટિવાયરલ ઝનામિવિર (રિલેન્ઝા) સામે હજુ કોઈ પ્રતિકાર દર્શાવ્યો નથી. [૧૨]
એન્ટિવાયરલની અસરકારકતા સામે વાંધો[ફેરફાર કરો]
8 ડિસેમ્બર 2009ના રોજ, ક્રોકેન કોલાબોરેશન કે જેણે તબીબી પુરાવાની સમીક્ષા કરી છે, તેમણે બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધિ સમીક્ષામાં જાહેર કરેલ કે, એન્ટિવાયરલ દવાઓ ઓસેલ્ટામિવિર (ટેમિફ્લૂ) અનેઝનામિવિર (રિલેન્ઝા) ન્યૂમોનિયાની અસરો તથા ઈન્ફલ્યુએન્ઝા સાથે સંકળાયેલ બીજી ગંભીર સ્થિતિ દૂર કરે છે તેવા તેના આગલા તારણને ઉલટાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે 20 અભ્યાસોના પૃથ્થકરણે દર્શાવ્યું હતું કે લક્ષણો શરૂ થયાના 24 કલાકમાં ઓસેલ્ટામિવિર લેવામાં આવે, તો તંદુરસ્ત પુખ્ત વ્યકિતઓ માટે ઓસેલ્ટામિવિરથી હળવા લાભ થયા હતા, પરંતુ નીચલા શ્વસન માર્ગનો ચેપ કે ઈન્ફલ્યુએન્ઝાની અન્ય ગૂંચવણો તેણે નિવારી હતી એવો કોઈ સ્પષ્ટ પુરાવો જણાયો ન હતો. [૧૨૧][૧૨૨] તેમના પ્રકાશિત તારણો માત્ર ઈન્ફલ્યુએન્ઝાવાળી તંદુરસ્ત પુખ્તવ્યકિતઓમાં તેના ઉપયોગને લગતાં છે; ઊંચા જોખમની ગૂંચવણો ધરાવતા દર્દીઓ માટે તેના ઉપયોગનો નિર્ણય કરવા અંગે (સગર્ભા સ્ત્રીઓ, 5 થી નીચેની ઉંમરના બાળકો, અને તબીબી સ્થિતિ હેઠળના દર્દીઓ) તેઓ કશું કહેતા નથી અને તંદુરસ્ત પુખ્ત વ્યકિતઓમાં ગૂંચવણો ઘટાડવા અંગેની તેની ભૂમિકા અંગે અનિશ્ચિતતા છતાં લક્ષણોનો ગાળો ઘટાડવા માટે તે ઉપયોગી દવા હોવાનું કહી શકે છે. દવાઓ ફલૂ સંબંધિત ગૂંચવણો સામે અસરકારક હોવાનું છેલ્લે પ્રદર્શિત કરી શકાય; સામાન્યરીતે, ક્રોક્રેન કોલાબોરેશને “ સારી વિગતોનો અભાવ ” એવું તારણ કાઢયું હતું.[૧૨૨][૧૨૩]
બ્રિટીશ મેડીકલ જર્નલના કેટલાક ખાસ તારણોમાં, “ લક્ષણવિષયક પ્રયોગશાળાની સામે મોંથી લેવાતી ઓસેલ્ટામિવિરની અસરકારકતામાં દૈનિક 75 મિગ્રા એ 61 % ઈન્ફલ્યુએન્ઝાનું સમર્થન કરાયું હતું (જોખમનો ગુણોત્તર 0.39, 95 % કોન્ફિડન્સ ઈન્ટરવલ 0.18 થી 0.85). [...] બાકીનો પુરવઠો સૂચવે છે કે, ઓસેલ્ટામિવિરથી નીચલા શ્વસન માર્ગ સંબંધિત ઈન્ફલ્યુએન્ઝામાં ઘટાડો (જોખમ ગુણોત્તર 0.55, 95 % કોન્ફિડન્સ ઈન્ટરવલ 0.22 થી 1.35) થયો ન હતો.[૧૨૨] ખાસ કરીને આ બીજા પરિણામ માટેની બહોળી રેન્જ ધ્યાનમાં લેવી.
રોગચાળાનું શાસ્ત્ર[ફેરફાર કરો]
Further information: 2009 flu pandemic timeline, 2009 flu pandemic tables, and 2009 flu pandemic by country
વાયરસ કયાંથી અને કયારે ઉત્પન્ન થાય છે તેની જાણ નથી[૧૨૪][૧૨૫] ત્યારે વૈજ્ઞાનિક પૃથ્થકરણે સૂચવ્યું છે કે, સપ્ટેમ્બર 2008ના થયેલ પ્રથમ ફેલાવા માટે H1N1 જાત જવાબદાર હતી અને તેની ઔપચારિક ઓળખ થાય અને ઈન્ફલ્યુએન્ઝાની નવીન જાત તરીકે મુકરર કરાય તે પહેલાં ઘણા મહિનાઓ મનુષ્યોમાં તે ફરતાં રહ્યા.[૧૨૪][૧૨૬]
મેક્સિકો[ફેરફાર કરો]
Further information: 2009 flu pandemic in Mexico
માર્ચ 2009માં બે યુ.એસ. બાળકોમાં આ વાયરસની જાણ કરાઈ હતી, પરંતુ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે મેકિસકોમાં ખૂબ વહેલા છેક જાન્યુઆરીમાં લોકોને દેખીતી રીતે ચેપ લગાડયો હતો.[૧૨૭]18 માર્ચ, 2009માં મેક્સિકો સિટીમાં પ્રથમ ફેલાવાનો શોધી કઢાયો હતો;[૧૨૮] રોગના ફેલાવાની સત્તાવાર જાહેરાત થઈ તે પછી તરત, મેકિસકોએ યુ.એસ. અને વિશ્વ આરોગ્ય સંસ્થાને રોગચાળો ફાટી નીકળવાના થોડાક દિવસોમાં મેકિસકો સિટી “ અસરકારક રીતે બંધ કરેલ ” હોવાની જાણ કરી. [૧૨૯] કેટલાક દેશોએ મેકિસકો જતી હવાઈ સેવા બંધ કરી, જ્યારે બીજાઓએ વેપાર અટકાવ્યો. ફેલાવાને નિયંત્રણમાં લેવા સીમાઓ બંધ કરવાના આદેશ નકારવામાં આવ્યા.[૧૨૯] રોગચાળાની સત્તાવાર શોધ કરાઈ તે પહેલાં મેકિસકોમાં સેંકડો બિન-જીવલેણ કેસો શોધી કઢાયા હતા, અને તેની તે “ શાંત રોગચાળા ” ની મધ્યમાં હતો. પરિણામે, મેકિસકોએ માત્ર સૌથી ગંભીર કેસોની જાણ કરી હતી જે સામાન્ય ફલૂ કરતાં અલગ, કેટલીક વધુ તીવ્ર નિશાનીઓ હતી, જે સંભવત: કેસના જીવલેણ દરના પ્રારંભિક અસમાન અંદાજ તરફ દોરી જાય છે.[૧૨૮]
યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા)[ફેરફાર કરો]
Further information: 2009 flu pandemic in the United States
સીડીસી એ સૌ પ્રથમ આ નવી જાત બે બાળકોમાં શોધી કાઢી હતી, તેમાં એકેય ડુક્કરના સંપર્કમાં ન હતા. પ્રથમ કેસ, સાન ડિયેગો કાઉન્ટી, કેલિફોર્નિયામાંથી, સીડીસી એ 14 એપ્રિલ, 2009ના રોજ ચિકિત્સકીય નમૂના(નાસોફાર્નેજીલ સ્વાબ)ની તપાસો પરથી તેનું સમર્થન કર્યું હતું. નજદીકમાં ઈમ્પિરિયલ કાઉન્ટિ, કેલિફોર્નિયામાંથી 17 એપ્રિલે બીજા કેસનું સમર્થન કર્યું હતું. સમર્થન કરાયેલ પ્રથમ કેસના દર્દીને 30 માર્ચના રોજ અને બીજી વખત 28 માર્ચના રોજ કરેલ ચિકિત્સકીય પરીક્ષણમાં તાવ અને ઉધરસ સહિત ફલૂનાં લક્ષણો હતાં.[૧૩૦]
પ્રથમ સ્વાઈન ફલૂનું સમર્થન કરાયું હતું, જેનું હસ્ટનમાં ટેકસાસ બાળકોની હોસ્પિટલમાં અવસાન થયું હતું. [૧૩૧]
વિગતોનો અહેવાલ અને ચોક્કસતા[ફેરફાર કરો]
ઈન્ફલ્યુએન્ઝા તપાસ માહિતી, “ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કયાં, કયારે, અને કયા પરિભ્રમણ કરે છે તે પ્રશ્નોમાં જવાબ આપે છે. ઈન્ફલ્યુએન્ઝાની પ્રવૃત્તિ વધી કે ઘટી રહી હોય તો તે નક્કી કરવા તેનો ઉપયોગ કરી શકાશે, પરંતુ ઈન્ફલ્યુએન્ઝાથી કેટલાક લોકો માંદા પડયા તેની ખાતરી કરવા તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ”[૧૩૨] ઉદાહરણ તરીકે, પાછલા જૂન 2009માં ઈન્ફલ્યુએન્ઝા તપાસ માહિતીએ દર્શાવ્યું હતું કે 3065 હોસ્પિટલમાં દાખલ કરેલ અને 127 ના મૃત્યુ સહિત લગભગ 28000 જેટલા કેસો પ્રયોગશાળા સમર્થન કરેલ કેસો હતા; પરંતુ સીડીસીના ફલૂ તપાસ અધિકારી લિન ફિનેલીના કહેવા પ્રમાણે ગાણિતિક મોડેલિંગ હાલમાં 1 મિલિયન અમેરિકનોને 2009ના રોગચાળાને ફલૂ હોવાનો અંદાજ દર્શાવ્યો હતો.[૧૩૩] ઈન્ફલ્યુએન્ઝાથી થયેલ મૃત્યુનો અંદાજ શોધી કાઢવો એ પણ જટિલ પ્રક્રિયા છે. 2005 માં, યુ.એસ.માં 1812 લોકોના મૃત્યુ પ્રમાણપત્રો પર માત્ર ઈન્ફલ્યુએન્ઝા દર્શાવેલ જોવા મળ્યું હતું. જો કે ફલૂથી યુ.એસ.ના સરેરાશ વાર્ષિક મૃત્યુનું પ્રમાણ 36000 હોવાનું અંદાજવામાં આવ્યું છે.[૧૩૪] સીડીસી એ સમજાવ્યું [૧૩૫]છે કે, “ ફલૂ સંબંધિત જટિલતાથી મૃત્યુ પામેલ લોકોના મૃત્યુ પ્રમાણપત્રો પર કયારેક ઈન્ફલ્યુએન્ઝાની નોંધ કરાય છે. ” અને વધુમાં “ મૃત્યુના પ્રમાણપત્રો પર ઈન્ફલ્યુએન્ઝાનો સમાવેશ કર્યો હોય માત્ર તેવા મૃત્યુની ગણતરીમાં ઈન્ફલ્યુએન્ઝાની સાચી અસરનો એકંદર ઓછો અંદાજ રહેશે. ”
હાલના સ્વાઈન ફલૂ રોગચાળા બાબતમાં, ઈન્ફલ્યુએન્ઝા તપાસ માહિતી ઉપલબ્ધ છે, પરંતુ કોઈપણ અભ્યાસોમાં સ્વાઈન ફલૂને કારણે થયેલ મૃત્યુની કુલ સંખ્યાનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરાયો નથી. સીડીસી દ્વારા બે અભ્યાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરનાં અંદાજોમાં એપ્રિલ થી 14 નવેમ્બર સુધી થયેલા 9820 મૃત્યુ (રેન્જ 7,070-13930) સ્વાઈનફલૂને કારણે હતાં.[૧૬] તે જ મુદ્દત દરમિયાન 1642 મૃત્યુ સ્વાઈન ફલૂથી થયાનું સત્તાવાર સમર્થન કરાયું હતું.[૧૩૬][૧૩૭] ડબલ્યુએચઓ (WHO)એ જણાવ્યું છે કે સ્વાઈન ફલૂથી થયેલ કુલ મૃત્યુ દર (સમર્થન કરાયેલ કે જાણ ન કરાયેલ સહિત) તેના પોતાના સમર્થિત મૃત્યુ આંકડા કરતાં “ નિ:શંકપણે ઊંચો ” છે.[૧૫]
શરૂઆતના ફેલાવા અંગે એક અઠવાડિયા સુધી સતત નજીકના મીડિયાને ધ્યાન આપ્યું. રોગચાળા વિજ્ઞાનીઓએ સાવધ કર્યા કે રોગચાળા ફાટવાના શરૂઆતના દિવસોમાં જાણ કરાયેલ કેસોની સંખ્યા અનેક કારણોસર, તેઓ પૈકી પસંદગી પૂર્વગ્રહ, મીડિયા પૂર્વગ્રહ અને સરકાર દ્વારા ખોટા અહેવાલ આપ્યાથી, અચોક્કસ અને છેતરામણી હતી. જુદા જુદા લોકોનાં જૂથોને જોતાં, જુદા જુદા દેશોમાં તંત્રો દ્વારાં પણ અચોક્કસતા પેદા કરાઈ હતી. વધુમાં, જે દેશોમાં નબળી આરોગ્ય સંભાળ સિસ્ટમ અને જૂની પ્રયોગશાળા સવલતો હતી તેઓને કેસો મુકરર કરવામાં કે તેનો અહેવાલ આપવામાં લાંબો સમય લાગી શકે.[૧૩૮] ઈ“ વિકસેલા દેશોમાં પણ (ફલૂની મૃત્યુની સંખ્યા) અચોક્ક્સ હતી, કારણ કે તબીબી તંત્રો સામાન્યરીતે ખરેખર ઈન્ફલ્યુએન્ઝાથી કોણ મૃત્યુ પામ્યું અને ફલૂ જેવી માંદગીથી કોણ મૃત્યુ પામ્યું તેની ખરાઈ કરતા નથી. ”[૧૩૯] ડો જોસેફ એસ. બ્રેસે (સીડીસી ફલૂ પ્રભાગના રોગચાળાશાસ્ત્રના મુખ્ય અધિકારી) અને ડો. માઈકલ ટી. ઓસ્ટરહોમે (ચેપી રોગ સંશોધન કેન્દ્રના નિયામક) દર્શાવ્યું હતું કે, લાખો લોકોને સામાન્યરીતે હળવા સ્વરૂપના સ્વાઈન ફલૂ હતો, જેથી પ્રયોગશાળાએ સમર્થન કરેલા કેસોની સંખ્યા ખરેખર અર્થહીન હતી, અને જુલાઈ 2009માં ડબલ્યુએચઓ (WHO)એ વ્યકિતગત કેસો ગણવાનું બંધ કર્યું હતું અને મોટા પ્રમાણમાં થયેલા ફેલાવા પર વધુ ધ્યાન આપ્યું હતું.[૧૪૦]
ઇતિહાસ[ફેરફાર કરો]
વાર્ષિક ઈન્ફલ્યુએન્ઝા રોગચાળાની વૈશ્વિક વસતિના 5-15 % ને અસર થયાનો અંદાજ છે. જો કે મોટાભાગના કેસો હળવા છે, તેમ છતાં રોગાચાળાથી 3-5 મિલિયન લોકોને તીવ્રપણે માંદા પડયા હતા અને વિશ્વભરમાં 2,50,000-500,000 મૃત્યુ થયા હતા.[૧૪૧] 1979 અને 2001ની વચ્ચે ભેગી કરેલી માહિતીને આધારે યુનાઈટેડ સ્ટેટસમાં દર વર્ષે સરેરાશ 41400 લોકો મૃત્યુ પામે છે.[૧૪૨] ઔદ્યોગિકીકરણ થયેલ દેશોમાં, મુખત્વે ઊંચું જોખમ ધરાવતાં લોકો, શિશુઓ, મોટી વયના લોકો અને લાંબી માંદગીવાળા દર્દીઓને તીવ્ર માંદગી અને મૃત્યુ થાય છે,[૧૪૧] જો કે સ્વાઈન ફલૂનો ફેલાવો (તેમજ 1918નો સ્પેનિશ ફલૂ) યુવાનો, નીરોગી લોકોને અસર કરવાના તેના વલણમાં અલગ પડે છે.[૧૪૩]
આ વાર્ષિક રોગાચાળા ઉપરાંત, ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસથી 20 મી સદી દરમિયાન ત્રણ વૈશ્વિક રોગચાળા પેદા થયા હતા : 1918માં સ્પેનિશ ફલૂ, 1957માં એશિયન ફલૂ, અને 1968-69માં હોગકોંગ ફલૂ. આ વાયરસની જાતોમાં જનીન વિષયક ફેરફાર મુખ્ય હતા, જે માટે લોકો નોંધપાત્ર રોગપ્રતિરક્ષા ધરાવતા ન હતા.[૧૪૪] તાજેતરના જનીન પૃથ્થકરણે દર્શાવ્યું હતું કે ઉત્તર કેરોલિનામાં ફેકટરી ફાર્મ પરથી નવી જાત સૌ પ્રથમ મુકરર કરાઈ, અને જે સૌ પ્રથમ ત્રિપલ-હાઇબ્રિડ ફલૂ વાયરસ હોવાની જાણ કરાઈ ત્યારે 1998થી પરિભ્રમણ કરતાં ઉત્તર અમેરિકન સ્વાઈન ફલૂના વાયરસમાંથી 2009ના ફલૂ રોગચાળાની જાતના આઠ જનીન ખંડો પૈકી ત્રણ ચતુર્થાંશ કે છ જાતો ઊભી થઈ હતી. [૧૪૫]
વસંત ઋતુમાં હળવા કેસોના પ્રવાહ સાથે 1918નો ફલૂ રોગચાળો શરૂ થયો હતો, ત્યારપછી પાનખરમાં વધુ જીવલેણ પ્રવાહ શરૂ થયો, જેનાથી યુનાઈટેડ સ્ટેટસમાં હજારો લોકો મૃત્યુ પામ્યા.[૧૪૬] 1918ના ફલૂ રોગચાળામાં મોટાભાગના મૃત્યુ, દ્વિતીય બેકટેરિયલ ન્યૂમોનિયાના પરિણામે થયા હતા. ઈન્ફલ્યુએન્ઝાના વાયરસે ભોગ બનનારના બ્રોન્કાઈલ ટયુબ અને ફેફસાના અસ્તરને નુકસાન પહોંચાડયું હતું, જેનાથી સામાન્ય બેકટેરિયા નાકમાંથી ગળામાં જઈને તેમના ફેફસાને ચેપ લગાડયો હતો. ન્યૂમોનિયાની સારવાર કરી શકે તેવી એન્ટિબાયોટિક દવાઓ વિકસવાને કારણે પાછળથી રોગચાળાથી ખૂબ ઓછા મૃત્યુ થયા હતા.[૧૪૭]
20મી ફેબ્રુઆરી ફલૂ રોગચાળો | ||||||
વર્ષ | ઈન્ફલ્યુએન્ઝા વાયરસ પ્રકાર | ચેપ લાગેલ લોકો (આશરે) | વિશ્વભરમાં અંદાજિત મૃત્યુ | કેસમાં મૃત્યુદર | ||
સ્પેનિશ ફ્લુ | 1918–1919 | A/H1N1[૧૪૮] | 33% (500 મિલિયન)[૧૪૯] | 20–100 મિલિયન[૧૫૦][૧૫૧][૧૫૨] | >2.5%[૧૫૩] | |
એશિયન ફલૂ | 1956–1958 | A/H2N2[૧૪૮] | ? | 2 મિલિયન[૧૫૨] | <0.1%[૧૫૩] | |
હોંગકોંગ ફલૂ | 1968–1969 | A/H3N2[૧૪૮] | ? | 1 મિલિયન[૧૫૨] | <0.1%[૧૫૩] | |
મોસમી ફલૂ | દર વર્ષે | મુખ્યત્વે A/H3N2, A/H1N1, અનેB | 5–15% (340 મિલિયન– 1 બિલિયન)[૧૫૪] | વાર્ષિક 250,000–500,000 [૧૪૧] | <0.1%[૧૫૫] | |
સ્વાઈન ફલૂ | 2009 | રોગચાળો H1N1/09 | > 622,482 (પ્રયોશાળા સમર્થિત)[૧૫૬] | ઢાંચો:Swine-flu-deaths (પ્રયોશાળા સમર્થિત†; ઇસીડીસી)[૧૫૭] ≥8,768 (પ્રયોશાળા સમર્થિત†; ડબલ્યુએચઓ)[૧૫૮] | 0.03%[૧૫૯] |
- આવશ્યકપણે રોગચાળો નહીં, પરંતુ સરખામણીના હેતુસર સમાવેશ કર્યો છે.
- ^† નોંધ : રોગચાળા H1N1/09 ફલૂને કારણે મૃત્યુના પ્રમાણમાં સમર્થિત મૃત્યુનો ગુણોત્તર જાણમાં નથી. વધુ માહિતી માટે , “ વિગત અહેવાલ અને ચોક્કસતા ” જુઓ.
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છેલ્લા સૈકાથી અનેક રોગચાળાના ભયને કારણે થયા હતા, જેમાં 1947 ના સ્યુડો-પેન્ડેમિક (હળવા તરીકે વિચાર કરાયો હતો, જો કે વૈશ્વિક સ્તરે વહેંચાઈ ગયેલ હતો, તેનાથી ખૂબ ઓછાં મૃત્યુ થયા હતાં),[૧૬૦] 1976નો સ્વાઈન ફલૂ ફેલાવો, અને 1977નો રશિયન ફલૂ, આ બધા H1N1 પેટા-પ્રકારથી થયા હતા.[૧૪૪] દક્ષિણ-પૂર્વ એશિયામાં એસએઆરએસ (SARS) રોગચાળાથી (એસએઆરએસ કોરોનાવાયરસથી થયેલ) વિશ્વભરમાં સાવધતાનું સ્તર ઊંચું ગયું હતું.[૧૬૧] તૈયાર રહેવાનું સ્તર ઊંચું ગયું હતું અને H5N1 પક્ષી ફલૂના પ્રારંભ સાથે H5N1 ની ઊંચી પ્રાણઘાતકતાને કારણે તેના સ્તરને જાળવ્યું હતું, જો કે, હાલમાં પ્રવર્તમાન જાતોમાં માણસથી માણસમાં સંક્રમણ ક્ષમતા (એન્થ્રોપોનોટિક) કે રોગચાળાની ક્ષમતા હતી.[૧૬૨]
1957 પહેલાં ફલૂ થયો હોય તેવા લોકો સ્વાઈન ફલૂ સામે થોડીક રોગપ્રતિરક્ષા ધરાવતાં હોવાનું જણાયું હતું. સીડીસીના ડો ડેનિયલ જેરનિગને જણાવ્યું હતું : “ વૃદ્ધ લોકોના લોહીના સીરમના પરીક્ષણ પરથી જણાયું હતું કે તેમાં એન્ટિબોડીઝ હતા જેણે નવા વાયરસ પર હુમલો કર્યો હતો [...] આનો અર્થ એવો નથી કે 52 થી ઉપરની દરેક વ્યકિત રોગપ્રતિરક્ષિત છે, કેમ કે તેમના કરતાં વૃદ્ધ અમેરિકન અને મેકિસકનો નવા ફલૂથી મૃત્યુ પામ્યા હતા.
Sorce : wikipadia
No comments:
Post a Comment