GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

મૂળભુત માનવ અધિકાર તરીકે શિક્ષણ

સર્વ-શિક્ષા

સર્વશિક્ષા અભિયાન એ બાળકો, યુવાનો અને વયસ્કોને ગુણવત્તા સભર શિક્ષણ પુરૂ પાડવા માટેની વૈશ્વિક પ્રતિબધ્ધતા છે. 1990માં વિશ્વ પરિષદમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
દસ વર્ષો બાદ પણ આ નિયત ધ્યેયથી ઘણા દેશો દૂર હતા. વિવિધ દેશોના પ્રતિનિધિઓ ડકાર, સેનેગલમાં ભેગા મળ્યા અને 2015 સુધીમાં બાળકો, યુવાનો અને પૌઢની શિક્ષણની જરૂરિયાતોને પહોચી વળવાના લક્ષ સાથે તેઓએ ચાવીરૂપ છ મુદ્દા નિયત કર્યા.
અગ્રણી સંસ્થા યુનેસ્કો સર્વને શિક્ષા અભિયાનનુ સંકલન માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નો સંવાદિત કરીને સર્વ પ્રાપ્ય બનાવે છે. આ ધ્યેયોની પૂર્તિ માટે સરકાર, વિકાસ સંસ્થાઓ, નાગરિક સંગઠનો, બીજા સરકારી સંગઠનો અને સમાચાર માધ્યમો જેવા સહયોગીઓ પણ કાર્યરત છે.
આઠ સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંકો ખાસ કરીને વૈશ્વિક પ્રાથમિક શિક્ષણ (એમ.ડી.જી-ટુ) અને શિક્ષણમાં લૈંગિક સમાનતા અંગેનું (એમ.ડી.જી-થ્રી) 2015 સુધીમાં સિધ્ધ કરવાની વૈશ્વિક સમજુતી માટે સર્વને શિક્ષાના ધ્યેયની પૂર્તિ કરવા માટેનું આંદોલન પણ ફાળો આપે છે.

શિક્ષણ અંગે નિશ્ર્વિત કરેલા છ લક્ષ્યાંકો

  • બાળકોનું રક્ષણ અને બાળ શિક્ષણનું સ્તર સુધારવું તથા તેનો વ્યાપ વધારવો. ખાસ કરીને એવા બાળકો માટે જેઓ પર બાળમજુરીનું જોખમ છે.
  • એ વાત સુનિશ્ચિત કરવી કે 2015 સુધીમાં બધાં જ બાળકો ખાસ કરીને છોકરીઓ જે ખૂબ જ મુશ્કેલ અને ત્રાસદાયક સંજોગોમાંથી આવે છે અને જે અલ્પસંખ્યામાં છે તેમને સારી કક્ષાનું, સંપૂર્ણ, મફત અને ફરજીયાત શિક્ષણ પહોચાડવું.
  • એ વાતની ખાત્રી કરવી કે, દરેક યુવાન વ્યક્તિને તેની જરૂરિયાત મુજબનું સમાંતર રીતે જીવન કૌશલ્ય કાર્યક્રમો અને તેનું શિક્ષણ પહોચાડવું.
  • 2005 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લૈંગિક વિષમતાને નાબુદ કરવી અને 2015 સુધીમાં શિક્ષણમાં લૈંગીક સમાનતા સિધ્ધ કરવી. જેમાં એ વાતની ખાત્રી કરવામાં આવે કે સારી ગુણવત્તાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવા પર અને છોકરીઓને સંપૂર્ણ તથા સમાન શિક્ષણ મળે તેનું આકલન કરવું.
  • શિક્ષણની ગુણવત્તાના દરેક પાસાઓમાં સુધારો કરવો અને શ્રેષ્ઠતાની ખાતરી કરવી જેથી તેને મૂલ્યાંકિત કરી શકાય તેવું શિક્ષણ બહાર આવે. જે જન સાધારણ સુધી પહોંચી શકે. ખાસ કરીને સાક્ષરતા, અંક જ્ઞાન અને જીવન જરૂરી કૌશલ્ય.
  • શા માટે ઇ.એફ.એ અગત્યનું છે ?

    2015ના લક્ષ્યાકો માટે ઘણાં બધા ભાગીદારોના સહયોગ વગેરે અનુભવોનું ઈ.એફ.એ. એ સર્જન કર્યુ છે. તે હકીકત તથા તમામ આઠ એમ.ડી.જી અલગ અમલ કરવાથી, બાળકોના શિક્ષણ પર તથા આરોગ્યના પુનર્ગઠન પરની સીધી અસરોને કારણે અને સર્વ શિક્ષાના 8 લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. સાથે સાથે અન્ય એમ.ડી.જી. જેવા કે, આરોગ્ય સુધારણા, શુદ્ધ પેયજલની પ્રાપ્તિ, ઘટતી ગરીબી અને પર્યાવરણીય સાતત્ય વગેરે શિક્ષણના એમ.ડી.જી. પ્રાપ્તિ માટે કઠીન છે. સર્વ શિક્ષાના લક્ષ્યાંકોની પ્રાપ્તિની સ્થિર પ્રગતિ હોવા છતાં પડકારો રહેલા જ છે. આજે જન્મનો ઉચ્ચદર એચ.આઈ.વી./એઇડ્સ, સંઘર્ષો તથા આર્થિક-સામાજીક અને સ્થિતિગત પડકારો વગેરેને લઈને આજે પણ શાળાનું શિક્ષણ લેવા યોગ્ય બાળકો શાળામાં જતા નથી. 1990થી વિકાસશીલ દેશોમાં શાળા શિક્ષણ સુધર્યુ છે. 163 દેશોમાંના 47 દેશોએ સર્વોતોન્મુખ પ્રાથમિક શિક્ષણ(એમ.ડી.જી.-ટુ) પ્રાપ્ત કર્યુ છે. અને વધુ 20 દેશો 2015 સુધીમાં ધ્યેય પ્રાપ્તિના માર્ગે આગળ વધી રહ્યા છે તેવી ધારણાં છે. આમ છતાં 44 દેશોમાં બૃહદ પડકારો છે તેમના 23 તો આફ્રીકીય દેશો છે. જો સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને ગતિશીલ કરવામાં નહી આવે તો 2015 સુધીમાં આ દેશો સર્વોન્મુખી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્તિ સિધ્ધ કરી શકીશે નહી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની પૂર્ણતાની વાત આવે છે ત્યારે લૈંગિક ભેદરેખા સાંકડી થતી હોવા છતાં બાલિકાઓની સંખ્યા હજુ પણ પ્રમાણમાં ઓછી છે. 2015 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્તરમાં ખાસ કરીને નીચી આવક ધરાવતા પેટા સહારા આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાંના 24 દેશોમાં બાલિકાઓના પ્રવેશ છતાં પ્રાથમિક અને માધ્યમિક સ્તરમાં લૈંગિક સમાનતા સિદ્ધ થઈ શકશે નહીં. આ દેશોમાં બહુમતીમાં પેટા સહારા આફ્રિકાના 13 દેશો છે.
    શિક્ષણ વિભાગમાં કંગાળ સ્તરનું પરિણામ અને હલકી ગુણવત્તાવાળું શિક્ષણ એ પાર પાડવાના રહે છે. ઉદાહરણ તરીકે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક શિક્ષણ લેતા બાળકોમાંથી 60 ટકા કરતા પણ ઓછા બાળકો પહેલા ધોરણમાં પ્રવેશ લે છે. તે પૈકી કેટલાક જ છેલ્લા ધોરણમાં પહોંચે છે. વધારામાં વિદ્યાર્થી – શિક્ષકનો દર ઘણાં બધાં દેશોમાં 40:1થી વધારે નથી અને વળી પ્રાથમિક શિક્ષકો પૂરતી લાયકાત પણ ધરાવતા નથી.
    સ્ત્રોત: સર્વ શિક્ષા અભિયાન , ગુજરાત સરકાર

    No comments: