અ.નં.
|
વિગતો
| |
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
ચિરંજીવી યોજના
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિના મૂલ્યે. ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ.ર૦૦ ર્ડાકટર ધ્વારા રોકડા આપવામાં આવશે.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ
|
યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ. કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે.
|
૫
|
યોજનાનો લાભ કયાંથી મળશે.
|
જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં.
|
યોજનાની રૂપરેખા :
માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે “ચિરંજીવી” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.
સહાય કોને મળી શકે
૧. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની હોય
મળવાપાત્ર સહાય
૧. આમાં લાભાર્થીને રૂ. ૨૦૦/- પ્રસુતિના ટ્રાંસ્પોટેશન માટે તેમજ રૂ. ૫૦/- પ્રસુતા
સાથે આવનાંર દાયણ અથવા સહાયક માટે છે.
સાથે આવનાંર દાયણ અથવા સહાયક માટે છે.
આધાર પુરાવા
૧. રાશન કાર્ડ ની નકલ
૨. બી.પી.એલ. હોવા અંગેનો પુરાવો
૩. સુવર્ણ જયંતિ કાર્ડ
૨. બી.પી.એલ. હોવા અંગેનો પુરાવો
૩. સુવર્ણ જયંતિ કાર્ડ
અરજી કયાં કરવી
સ્થાનિક આંગનવાડી કેન્દ્રનો સંર્પક સાધવો.
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.
| ||||||||||||||||||
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
No comments:
Post a Comment