GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

આયુષ મંત્રાલય દ્વારા પ્રસ્તુત રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો

આયુષ મંત્રાલયે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ અનેક ઉપચારાત્મક પગલાઓ પર એક માર્ગદર્શિકા જાહેર કરી છેસંકટની આ ક્ષણોમાં આ માર્ગદર્શિકાનો ફરી એકવાર લોકો વચ્ચે મુકવામાં આવે છે.
31 માર્ચ, 2020 ના રોજ જાહેર કરવામાં આવેલ આ માર્ગદર્શિકામાં નીચેના પાંચ મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે:

માર્ગદર્શિકા જાહેર કરવા માટેની પૃષ્ઠભૂમિ

કોવિડ-19 વિસ્ફોટના પગલે સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ માનવજાત પીડાદાયક સ્થિતિમાં છેશરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવી એમહત્તમ આરોગ્ય જાળવવા માટે એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે સારવાર કરતા રોગને થતો અટકાવવો વધુ સારી બાબત છેઅત્યારના સમયમાં જ્યારે કોવિડ-19ની કોઈ દવા ઉપલબ્ધ નથી થઇ શકી ત્યારે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે તેવા પગલાઓ લેવા વધુ હિતકારી છે.
આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાન હોવાના કારણે તંદુરસ્ત અને સુખી જીવન જાળવી રાખવા માટે કુદરતની ભેટોને પ્રચાર-પ્રસાર કરે છેપ્રિવેન્શન કેરના આધાર પર રહેલું આયુર્વેદનું વ્યાપક જ્ઞાન એ તંદુરસ્ત જીવન જીવવા માટે દિનચર્યા” – રોજની પ્રવૃત્તિઓ અને “ઋતુચર્યા” – ઋતુ અનુસારનું જીવન તેના ખ્યાલમાંથી આવે છેમૂળભૂત રીતે તે વનસ્પતિ આધારિત વિજ્ઞાન છે. આયુર્વેદના સમગ્ર ગ્રંથોમાં વ્યક્તિની પોતાની માટેની જાગૃતતાની સરળતા અને વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખીને તથા તેની ગુણવત્તા વધારીને દરેક વ્યક્તિ જે સુસંવાદીતા પ્રાપ્ત કરી શકે છે અને તેના પર ભાર મુકવામાં આવ્યો છે.
આયુષ મંત્રાલય રોગને થતો અટકાવવા માટેના આરોગ્યના પગલાઓ લેવા માટે અને શ્વાસોચ્છવાસના આરોગ્યના વિશેષ સંદર્ભમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલીક સ્વ-કાળજી માટેની માર્ગદર્શિકાઓ (નીચેના પછીના ભાગોમાં આપવામાં આવેલ)ની ભલામણ કરે છેઆયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના કેટલાક સામાન્ય પગલાઓ

  • સમગ્ર દિવસ દરમિયાન હુંફાળું પાણી પીવો.
  • આયુષ મંત્રાલય દ્વારા સૂચવવામાં આવ્યા અનુસાર દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનીટ માટે યોગાસનપ્રાણાયામ અને ધ્યાન કરવાની આદત પાડો.
  • હળદરજીરુંધાણા અને લસણ જેવા મસાલાઓની રસોઈ બનાવતી તેમાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિ વધારતા પગલાઓ

  • સવારના સમયે 10 ગ્રામ (1 ચમચીચ્યવનપ્રાશ લેવુંડાયાબિટીસ ધરાવતા લોકોએ શુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું જોઈએ.
  • તુલસીતજમરીસૂંઠ અને સૂકી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ટી / ઉકાળો દિવસમાં એક કે બે વાર પીવોજો જરૂર પડે તો ગોળ (પ્રાકૃતિક ખાંડઅથવા તાજો લીંબુનો રસ સ્વાદ અનુસાર નાખીને પી શકાય.
  • સુવર્ણ દૂધઅડધી ચમચી હળદર પાવડરને 150 મીલી ગરમ દૂધમાં નાખીને દિવસમાં એક કે બે વાર પીવું.

સરળ આયુર્વેદિક પ્રક્રિયાઓ

  • નસ્ય ક્રિયા  સવારે અને સાંજે બંને નાકમાં (પ્રતિમર્શ નસ્યતલનું તેલનારિયેળનું તેલ અથવા ઘી નાખવું.
  • સ્નેહ ગંડુશ પ્રક્રિયા – 1 ચમચી તલનું અથવા નારિયેળનું તેલ મોઢાંમાં લેવુંતેને પીશો નહીં પરંતુ 2 થી ૩ મિનીટ સુધી મોઢામાં ગોળ-ગોળ ફેરવવું અને ત્યારબાદ કોગળો કરી બહાર થૂંકી નાખવુંપછી મોઢાંને હુંફાળા પાણીથી કોગળા કરી ધોઈ નાખવુંઆ પ્રક્રિયા દિવસમાં એક અથવા બે વાર કરી શકાય.

સૂકી ખાંસી / ગળું સુકાતું હોય ત્યારે કરવા માટેની પ્રવૃત્તિઓ

  • દિવસમાં એક વાર તાજા ફુદીનાના પાન અથવા અજમો પાણીમાં નાખીને વરાળ લઇ શકાય.
  • ઉધરસ અથવા ગળામાં ઘસારો હોય તો દિવસમાં થી ૩ વાર લવિંગના ભુક્કાને ગોળ અથવા મધ સાથે ભેળવીને લઇ શકાય.
  • આ ઉપચારાત્મક પગલાઓ સામાન્ય ઉધરસ અને સુકા ગળાનો ઈલાજ કરે છેઆમ છતાં જો આ લક્ષણો યથાવત ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી વધુ સારી રહેશે.

આયુષ મંત્રાલયની પહેલ બાદ કેટલીય રાજ્ય સરકારો દ્વારા પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રોગને નિયંત્રણમાં રાખવા માટે પરંપરાગત ચિકિત્સા ઉપાયોઅંગે આરોગ્ય કાળજીની સલાહ આપી હતી કે જે ખાસ કરીને કોવિડ-19ના રોગચાળા વિરુદ્ધની પૃષ્ઠભૂમિમાં વિશેષ રૂપે પ્રાસંગિક છે.

સોર્સ- વિકાસ પેડિયા

No comments: