કળા - સંસ્કૃતિ અને જીવનશૈલી | | ગુજરાતમાં કળા - સંસ્કૃતિ અને તેની જીવનશૈલીમાં સૌંદર્ય, રુચિ અને શોખની આગવી છાપ ઉપસી આવે છે. કળા દ્વારા પ્રતિભાવ અને સંવાદને, સંસ્કૃતિ દ્વારા પરંપરાગત મૂલ્યોનો પ્રભાવ જોવા મળે છે. નીતિ તેમજ જીવનશૈલીમાં ગુજરાતીઓ સૌથી નીરાળા તરી આવે છે. |
| ગુજરાતમાં કળા પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં કળા સંસ્કૃતિ અને જીવનશૈલી દ્વારા શાંતિ અને સુખમય જીવનની પ્રતીતિ થાય છે. કલાકારો માટે તેના કળાના પ્રદર્શન માટે ક્ષિતિજો ખુલ્લી છે. કળા આપણી સમજને પ્રદર્શિત કરે છે. કળામય જીવનશૈલીની પ્રસ્તુતિ કળાના માધ્યમ દ્વારા થાય છે. ગુજરાત તેની અદ્વીતિય કળાની ઓખળ વિશ્વફલક પર પહોંચાડી શક્યું છે. વિશ્વ વિખ્યાત કલાકારોને ગુજરાતે પોષ્યા અને સંવર્ધ્યા છે. રાજ્ય સરકારે ઉગતા કલાકારો માટે કળા ક્ષેત્રની પ્રતિભાવોને શોધી તેમની કળાના સંવર્ધન માટે ક્ષિતિજો ખુલ્લી કરી છે.
ગુજરાતમાં સંગીત નિશબ્દ ચેતના છે. સંગીત અને કળામાં ગુજરાતની નૃત્ય સંસ્કૃતિ અને લોકગીતોની છાપ સૌથી ભિન્ન છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના ‘ગરબા’ સંસ્કૃતિએ તેના ધાર્મિક ઉત્સવમાં રહેલા અધ્યાત્મિક તત્વની સાથે સાથે નૃત્યકળા અને સંગીતની અદ્વીતિય છાપ ઊભી કરી શક્યું છે. ગુજરાતે સંગીત અને કળાની તેની યુગો જૂની પરંપરાને જાળવી રાખી સાંપ્રત સમયનાં સંગીતકળામાં તે મૂલ્યોનું સંવર્ધન કરી આધુનિક સંગીતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોકગીતો, પરંપરાગત સંગીત અને પરંપરાગત રાગો દ્વારા ગુજરાતમાં સંગીતના વિવિધ આયામો જોવા મળે છે. ગુજરાતે લોકસંગીત માટેના તેના વાદ્યોના નિર્માણમાં આગવી શૈલી ઊભી કરી પ્રાચીન અને લોકસંગીતને શણગાર્યું છે. આધુનિક સભ્યતાનું પોપ સંગીત યુવાવર્ગનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાતમાં હસ્તકળા અદ્વીતિય કૌશલ્ય છે. હસ્તકળા કારીગરીમાં ગુજરાતમાં વૈવિધ્યપૂર્ણ નમૂનાઓમાં
ભાતીગળ પરંપરાને વાચા છે ભાતીગળ સંસ્કૃતિની ભૂમિ એટલે ગુજરાત. ગુજરાતમાં નિરંતર ઉત્સવોની ઉજવણીમાં માહોલ વ્યાપેલો રહે છે. તહેવારોમાં અધ્યાત્મિકતા એ ગુજરાતનો પ્રાણ છે. ગુજરાતના મેળા અને તહેવારોને અન્ય ઉજવણી કરતા અલગ ભાત પાડે છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિની સાથે સાથે સાંપ્રત સમયમા; આધુનિક રહેણીકરણી અને જીવનશૈલીના ગૌરવપૂર્ણ વ્યવહાર અને રીતભાતમાં ગરિમા અકબંધ રાખી છે.
|
|
| |
|
|
| ગુજરાતમાં જ્ઞાનની ઊર્જા. ભાષા-સાહિત્યના માધ્યમ થકી તમે યુગો પાછળની પ્રતીતિ અનુભવી શકો છો. ગુજરાતી ભાષા અનેકવિધ પ્રકારો દ્વારા લોકભોગ્ય બની જેમાં કાવ્યો, ગીતો, લધુકથા, નવલકથા, નવલિકા, જીવનવૃતાંત, કવિતા અને આત્મકથા, જીવનચરિત્રો પરંપરાગત સાહિત્યનું મિશ્રિત સત્વ જોવા મળે છે. રાજ્યમાં ખ્યાતિ પ્રાપ્ત અને વિદ્વાન લેખકો-કવિઓ અને વિવેચકોએ દ્વીભાષીય સાહિત્યમાં જેમ કે અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતમાં લેખનકાર્ય કરી રાજ્યના સાહિત્ય જગતની આગવી ઓળખ ઊભી કરી છે.
| ગુજરાતમાં જીવનશૈલીમાં સાતત્યતા: પૃથ્વી પરનું સ્વર્ગ ગુજરાત છે. આ ઉક્તિ હરકોઇ ગુજરાતી અને ગુજરાતમાં આવનાર પ્રવાસીનો અહેસાસ બની રહ્યો છે. ગૌરવપૂર્ણ વિભૂતિઓની ભૂમિ ગુજરાતમાં જાનની શાંતિ, સમાજમાં ઐકયભાવના અને એખલાસતા એ જીવનશૈલી બની છે. અહીંની પ્રજા પરોપકારી મહેનતકશ અને સૌજન્યશીલતા ધરાવનારી છે. સ્વભાવે માયાળુ અને બીજાને મદદરૂપ બની શકવાની ભાવના ધરાવતો ગુજરાતી બુદ્ધિશાળી અને વિનમ્રતા ના ગુણો સાથે ઓળખાઇ રહ્યો છે. રીતભાત અને કંઇક અલગ અને આગવું કરી બતાવવાનો ગુણ ગુજરાતીઓ ધરાવે છે. |
|
|
No comments:
Post a Comment