અંબિકા નદી
અંબિકા નદી ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે. અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્વેની નદી છે. આ નદીનો સ્ત્રા્વક્ષેત્ર ગુજરાત અને મહારાષ્ટ્રળ રાજ્યમાં આવેલો છે. આ નદી મહારાષ્ટ્ર રાજયમાં આવેલા નાસિક જિલ્લાીના સુરગાણા તાલુકામાં આવેલા કોટાંબી ગામ નજીકથી સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે અને નવસારી જિલ્લાના બીલીમોરા નજીક અરબ સાગરમાં ભળી જાય છે. આ નદી ૧૩૬ કિલોમીટર જેટલુ અંતર કાપી અરબી સમુદ્રમાં ભળે છે. આ નદીનો નો સ્ત્રા વ ક્ષેત્ર વિસ્તાઅર ર૮૧પ ચોરસ કિલોમીટર જેટલો છે. આ પરીસરમાં ગુજરાત રાજ્યના નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો તેમજ મહારાષ્ટ્રતના નાસિક જિલ્લાંના થોડાક ભાગનો સમાવેશ થાય છે. આ નદીમાં તેની ઉપનદીઓ પૈકી મહત્વનું યોગદાન આપતી ખાપરી, કોસખાડી,વોલણ નદી તેમ જ કાવેરી નદી ભળી જાય છે.અંબિકા નદીના કિનારા પર સાકળપાતળ, નાનાપાડા, બારખાંધ્યા, રંભાસ, વઘઇ, ડુંગરડા, વાટી, કાળાઆંબા, સરા, પદમડુંગરી, ઉનાઇ, સિણધઇ, વહેવલ, ઉમરા, કાંકરીયા, જોગવાડ, બોરીઆચ, વેગામ, પીંજરા, ઇચ્છાપોર,માણેકપોર, ગડત, સોનવાડી, અજરાઇ, કછોલી, તલોધ, હાથિયાવાડી, ધમડાછા, બીલીમોરા વગેરે ગામો આવેલાં છે.
આજી નદી
આજી નદી ગુજરાત રાજ્યની મહત્વની નદી છે. આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત(અરબી સમુદ્ર)માં ભળી જાય છે.કુલ ૧૦૫ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાનામોટા બંધ બાંધવામાં આવેલા છે. જે પૈકી મુખ્ય બંધ રાજકોટ શહેર પાસે આવેલો છે.રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુધ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.
ઊંડ નદી
ઊંડ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. ઊંડ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે. આ નદી લગભગ ૮૦ કિલોમીટર જેટલી લાંબી છે. આ નદી પર ઊંડ-૧ અને ઊંડ-૨ એમ બે સિંચાઇ યોજનાઓ બનાવવામાં આવેલી છે. બાવની નદી, ફુલઝર નદી અને માનવર નદી ઊંડ નદીની ઉપનદીઓ છે. આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.
ઓઝત નદી
ઓઝત નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પંથકમાં આવેલી નદી છે. આ નદી પર બાદલપુર ગામ પાસે બંધ બાંધી સિંચાઇ યોજના પણ આવેલી છે.ઓઝત નદીના કાંઠે આવેલાં ગામો- બાદલપુર, બામણાસા, ધણકુલીયા, આણંદપુર, ગાંઠિલા, બાલાગામ
ઐતિહાસીક મહત્વ
ભગવાન સ્વામિનારાયણણે અહીં ઘણી વાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓએ માટે તેનું સવિશેષ મહત્વ છે. નદી છીછરી અને સુંદર છે.
ઔરંગા નદી
ઔરંગા નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી ધરમપુરનાં જંગલોમાં થઇને વલસાડ શહેર અને બીજા કાંઠાના ગામડામાંથી વહેતી અરબ સાગરમાં મળી જાય છે. વલસાડનું નાનું અવિકસિત બંદર પણ આ નદી ને કિનારે આવેલું છે. માન નદી અને તાન નદી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે. આ નદીની કુલ લંબાઈ ૯૭ કિલોમીટર અને સ્ત્રાવ વિસ્તાર ૬૯૯ ચોરસ કિ. મી. જેટલો છે.ઔરંગા નદીના કિનારે આવેલાં ગામો- બામટી, આસુરા,ભાંભા, નાંધઇ, ભેરવી, પીઠા,કાંજણરણછોડ, લીલાપોર, મોગરાવાડી,વલસાડ.
કાળુભાર નદી
અમરેલી જીલ્લાના બાબરા પાસે થી નીકળી કાળુભાર નદી ભાવનગર જીલ્લાના ચમારડી પાસે થી ભાલ વિસ્તાર માં પ્રવેશે છે અને છેવટે લગભગ ૧૨૦ કિલોમીટર જેટલું અંતર કાપી ને ભાવનગર પાસે ખંભાત ના અખાત ને મળે છે.કાંઠા પર વસેલા ગામ કે શહેર ના નામ કપરડી, દડવા, ઊમરાળા, રતનપુર, ચોગઠ, ચમારડી.
ખારી નદી
ખારી નદી ગુજરાત રાજ્યમાં ત્રણ અલગ અલગ જગ્યાએ આવેલી છે.એક ખારી નદી ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી સાબરમતી નદીની ઉપ નદી છે.બીજી ખારી નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પાલીતાણા નજીક આવેલી મહત્વની નદી છે.ત્રીજી ખારી નદી ગુજરાત રાજ્યના ક્ચ્છ વિસ્તારમાં આવેલી મહત્વની નદી છે.
તાપી
તાપી નદી મધ્યભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, નર્મદા અને મહી નદીઓ એવી છે કે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાં થી વહેતી ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો) ના ઉત્તર-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇ ને મળે છે. ગુજરાત નું સુરત પણ તાપી ના કિનારે જ આવેલું છે.નામ
તાપી નદીનું ઉદગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મુળતાપી છે. જેનો અર્થ થાય છે - તાપીનું મુળ. થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં પાડવામાં આવ્યું છે.નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ
તાપી નદીના તટ પ્રદેશ નો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિલો મીટર માં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨ % જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાસીમ, જલગાવ, ધુળે, નંદુરબાર અને નાસિક માં થઇને પસાર થાય છે. મધ્ય પ્રદેશના બેતુલ અનેબુરહાનપુર અને ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે.
નર્મદા
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-જમૂનાના ફળદ્રૂપ પ્રદેશો તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કી.મી. છે.નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલ છે. સાતપુરા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસપહાણો કોતરી વિંઘ્યાચળ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળાની ખીણમા થી વહે છે. ગુજરાતરાજ્યમા પ્રવેશ કરતા પહેલા થોડીક લંબાઇ માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચનજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.
નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદીછે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહન વ્યવહારમાટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાનાં તથા મોટાં વહાણોથી વાહન વ્યવહાર ચાલે છે.
કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા ભરૂચ જિલ્લાના કેવડીયા કૉલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રૉજેક્ટ હાલમાં પુરો થયો છે. બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ હલમાં ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન વર્ષો પર્યંત સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદો માં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરની નર્મદા બચાઓ ચળવળ બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારનો બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.નર્મદાનું મહાત્મ્ય
-ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
-હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
-આ નદી ગુજરાતમાં હાંફેશ્વર પાસેથી પ્રવેશે છે.
-કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને બનેલા નર્મદાને કાંઠેના પથ્થરો ને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિળ નાડુ રાજ્યના તાંજોરમા આવેલું દક્ષીણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બ્રિહ્દીશ્વર મંદીરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
-નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
-ચાલુક્ય રાજા પુલકેશીન બીજાએ નર્મદા નદીને કાઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.
-નર્મદા નદી ની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર શ્રી અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમણે આ યાત્રાના વર્ણનો ખૂબ જ રસભર લખ્યા છે જે પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.
-નર્મદા નદી સંશોધન માટે પણં મહત્વનીં છે તેની ખીણં માંથી રાજાસોરસ નામનાં ડાયનાંસોરનાં અવશેષો મળી આવેલાં છે.
પુર્ણા નદી
પુર્ણા નદી ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ, સુરત અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે. આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પીપલદહાડ નજીકથી નીકળી, નવસારી જિલ્લાના મુખ્યમથક નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.આ નદીમાં વાલ્મિકિ, ગિરા નદી ભળી જાય છે. પુર્ણા નદીના કિનારા પર લવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી વગેરે ગામો આવેલાં છે.
ફુલઝર નદી
ફુલઝર નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. આ નદી ઊંડ નદી કે જે જોડીયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે તેની ઉપનદી છે. ઊંડ નદીની અન્ય ઉપનદીઓ બાવની નદી અને માનવર નદી છે. આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.
બનાસ નદી
બનાસ નદી ભારત રાજસ્થાાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છઓના નાના રણમાં મળી જાય છે. આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. આ નદીની કૂલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે તેમ જ તેનો સ્ત્રા વ વિસ્તાર ૮૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે. સિપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય્ ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્યલ ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્યૂ પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા બધ બાંધવામાં આવેલો છે, જેનો સ્ત્રા વ વિસ્તાર ૨૮૬૨ ચોરસ કિ.મી. જેટલો છે. આ ઉપરાંત સિપુ નદી પર ૬૦ કી.મી.ના અંતરે સિપુ બંધ બાંધવામાં આવેલો છે. જેનો સ્ત્રા વ વિસ્તાર ૧૨૨૨ ચોરસ કિ.મી. જેટલો છે.બનાસ નદીના કાંઠા પર આવેલાં ગામો ડીસા, અમીરગઢ, કામલપુર (ધરવડી), ધોળકડ, અદગામ, અગિચણ, ચાનીયાથર.
બ્રાહ્મણી નદી
આ નદી વેલાળારાયસંગપુર નજીકથી નીકળી ટીકકરના રણને મળે છે. આ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં આવેલી છે.આ નદીના પટમાંથી રેતી પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બાંધકામ માટે સારી ગુણવત્તા ધરાવે છે અને આ નદી લાંબી અને ખુબ જ પહૉળી પણ છે. આ નદીના કાંઠે રાયસંગપુર, મયુરનગર, ધનાળા, મિયાણી, કેદાર, અજીતગઢ, ટીકકર જેવાં અનેક ગામૉ વસેલાં છે. આ નદી ઉપર બાંધવામાં આવેલા બ્રાહમણી-૧ ડેમની બાજુમા સુન્દરી ભવાની તીર્થ ધામ આવેલ છે.જે ગામ માથકથી ૮ કિ.મિ.દુર આવેલ છે.આ નદીના કાંઠે પાંડવૉનું પવિત્ર કેદારધામ પણ આવેલું છે. આ નદી ઉપર બે મૉટા બ્રાહમણી-૧ અને બ્રાહમણી-૨ બંધ(ડેમ) બાંધવામાં આવેલા છે. જેનાથી આસપાસના અનેક ગામની ખેતી સમૃદ્ધ છે.
ભોગાવો નદી
ભોગાવો નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી મહત્વની નદી છે. આ નદી મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. આ નદી પર ધોળી ધજા સિંચાઇ યોજના બનાવવામાં આવેલી છે.ભોગાવો નદીના કાંઠા પર આવેલાં ગામો તથા શહેરો- સુરેન્દ્રનગર, મુળી.
મચ્છુ નદી
મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં વહેતી મહત્વની નદી છે. ૧૪૭ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે રાજકોટ જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ(catchment area) લગભગ ૧,૯૦૦ ચોરસ કિલોમીટર જેટલો છે. મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા,મોરબી તાલુકા થઇને અંતે માળિયા તાલુકાના આંજિયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.દંતકથા
એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મચ્છેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મચ્છેન્દ્રનાથજીના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથજીએ ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુ નદી તરીકે ઓળખાવા લાગી.સિંચાઇ
સિંચાઇના હેતુને અનુલક્ષીને ૧૯૬૧ના વર્ષમાં વાંકાનેરની ઉપરવાસમાં, ૨૩ કિલોમીટર જેટલા અંતરે મચ્છુ-૧ બંધ બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી તાલુકામા જોધપર ગામ પાસે(મોરબીથી ૬ કિલોમીટર ઉપરવાસમાં) મચ્છુ-૨ બંધનું કામ શરુ થયું હતું, જે ૧૯૭૨ના વર્ષની આસપાસ પુરું થયું હતું.
મીંઢોળા નદી
મીંઢોળા નદી એ તાપી અને સુરત જીલ્લાની મહત્વની નદી છે, જે ગુજરાત રાજ્યમાં થઈને વહે છે. આ નદીની કુલ લંબાઈ ૧૩૫.૬૨ કિમી. છે. તેનો ઉદભવ સોનગઢના કેચમેન્ટ એરીયામા ડોસવાડા ગામ નજીક બાંધવામાં આવેલા એક નાના બંધમાંથી થાય છે અને અંત અરબી સમુદ્ર માં થાય છે. તેનો ઉપયોગ ખાસ તો સીંચાઇ માટે કરવામાં છે, તેના ઉપર ૩ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૧૪ જેટલા પુલો આવેલા છે. મીંઢોળા નદીને કીનારે બાજીપુરા,બારડોલી, મલેકપુર જેવા ગામો વસ્યા છે.
મેશ્વો નદી
મેશ્વો નદી સાબરકાંઠા જિલ્લામાં આવેલા શામળાજી પાસેથી વહે છે. આ નદી સાબરમતી નદીની ઉપનદી છે. આ નદી પર શામળાજી પાસે મેશ્વો જળાશય યોજનાના નામથી બંધ બાંધવામાં આવ્યો છે.મેશ્વો નદીને કાંઠા પર આવેલાં ગામો- આંતરોલી તા. તલોદ, નાંદિસણ (તા. મોડાસા), રણાસણ (તા. તલોદ), ગઢા, રમોસ (ધનસુરા), સિમલીયા (તલોદ), દેવની મોરી, દહેગામ તાલુકો.
રંઘોળી નદી
રંઘોળી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી ઊમરાળા તાલુકાની લોકમાતા ગણાય છે. આ નદી પર આવેલા રંઘોળા ગામ નજીક રંઘોળા બંધ બાંધવામાં આવેલો છે.રંઘોળી નદીના કિનારા પર આવેલાં ગામો - રંઘોળા, લંગાળા, ભટ્ટવદર.
રૂપેણ નદી
રૂપેણ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયમાં વહેતી એક નદી છે. આ નદી ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓ પૈકીની એક ગણાય છે. રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે, કારણ કે આ નદીનું પાણી સમુદ્રમાં નથી મળી જતું પરંતુ રણમાં જ સમાય જાય છે. આ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં થઇને વહે છે.રુપેણ નદીના કાંઠે આવેલાં ગામો - ખેરાલુ, ફતેહપુર, જિ. પાટણ, છિઠયારડા, અલોડા, પાંચોટ.
વાત્રક નદી
વાત્રક નદી નું ઈતિહાસમાં રામાયણના સમય થી અસ્તિત્વ ધરાવે છે. તેનુ પ્રાચીન નામ વેદ-વતી હતું. પણ, હવે તે વાત્રક તરીકે ઓળખાય છે.આ નદી ના કિનારે મહેમદાવાદ નામે એક શહેર આવેલ છે.મહોમ્મદ બાદશાહે આ નગર વસાવ્યુ હતું.વિશ્વામિત્રી નદી
વિશ્વામિત્રી નદી, કે જેનું મૂળ પાવાગઢ ડુંગર પર છે, તેને કિનારે ઘણું ખરું વડોદરા શહેર વસેલું છે. વડોદરાના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે, ખાસ કરીને ચોમાસામાં વડોદરાના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે. વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે, તેમ છતાં આ નદી ૧૦૦થી વધું મગરનું ઘર છે. હાલ વિશ્વામિત્રી નદીની સાફસફાઇ તેમજ મગરમચ્છ ગણતરીની ઝુંબેશ ચાલું છે. ભારતમાં આવેલી કદાચ આ એવી એક માત્ર નદી છે જે શહેરની મધ્યેથી પસાર થાય છે અને ખુબજ નાનો પટ ધરાવતી હોવા છતાં તેમાં આટલી મોટી સંખ્યામાં મગરો છે.
શેત્રુંજી નદી
અમરેલી જીલ્લાીની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. આ નદી ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ના વર્ષમાં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશક્તિ ધરાવે છે.૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ (પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સ્થમળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરની સામે નદીના કાળા પથ્થ રોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.
સરસ્વતી નદી
સરસ્વતી નદી નુ ઉદ્ગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક ગૌમૂખમાં છે. જે નદી રૂપે બદ્રીનાથ પાસેથી વહેતી વહેતી છેક અલ્લાહબાદમાં ત્રીવેણી સંગમ સુધી આવીને ધરતીમાં લૂપ્ત થઇ જાય છે. જે ફરી પાછી રાજસ્થાનમાં આબુ પાસે પુનઃ પ્રગટ થાય છે અને ગુજરાતમાંથી પસાર થતાં કચ્છનાં રણમાં આવી ફરી ધરતીમાં લુપ્ત થઈ જાય છે. આ નદી સાગરમાં ન ભળતાં રણમાં લુપ્ત થઈ જાય છે માટે તેને કુમારીકા કહેવામાં આવે છે.ગુજરાતમાં આવેલું સિદ્ધપુર સરસ્વતી નદીના કાંઠે વસેલું છે, જ્યાં કારતકી પૂનમનો મેળો ભરાય છે જે માણવા સ્થાનિક તેમજ દૂર દૂર ના રબારીઓ આવે છે. આ ઉપરાંત ગુજરાત ભરમાંથી અન્ય કોમનાં લોકો પણ આ મેળામાં ઉમટે છે.આ નદી ઉપર પાંડવા નામનું ગામ આવેલું છે, જ્યાં મૂક્તેશ્વર મહાદેવનુ પૌરાણીક મંદિર આવેલુ છે. એવી માન્યતા છે કે અહીં પાડવોએ ગુપ્તવાસ દરમિયાન પોતાના પિતા પાંડુ રાજાની મૂક્તિ માટે આરાધના કરી હતી.
સુકભાદર નદી
સુકભાદર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેતી મહત્વની નદી છે. સુકભાદર નદી સાબરમતી નદીની ઉપનદી છે. વૌઠા ખાતે આ નદી સાબરમતી નદીમાં મળી જાય છે.પુરાતત્વ ક્ષેત્રે ખૂબ જ જાણીતા લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું.
હાથમતી નદી
હાથમતી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાંથી વહે છે. અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી આ નદી સાબરનદી નદીની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી પર હિંમતનગર નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે.
સાબરમતી
સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.સાબરમતી નદીની શરૂઆત રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મુખ્યતઃ ભાગ ગુજરાતમાંથી વહે છે અનેખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે.અમદાવાદ અને ગાંધીનગર, અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન અહમદશાહને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી.સાબરમતી નદી ના કિનારે સાબરમતી નામનો વિસ્તાર પન છે. જ્યા અમદાવાદ ના ઘના ધનિકો રહે છે. આ વિસ્તાર મા જૈનો ની ખુબ મોતી વસ્તિ છે. ત્યા દુનિયા ની પ્રખ્યાત પાથશાલા શ્રી હિરાબેન પુનમચન્દ વીરચન્દ આવેલી છે. જેમા અમ્રુત ગુરુજી અને અન્કિત ગુરુજી ભનાવે છે.ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીએ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.

No comments:
Post a Comment