GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગાંધીયુગનાંરાષ્ટ્રીય આંદોલનો-1


ગાંધીજીનો જ્ન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતમાં પોરબંદર મુકામે થયો હતો.ઇંગ્લૅન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેરિસ્ટરની ડિગ્રી મેળવી તેઓ ..1893માં વકીલ તરીકે દક્ષિણ આફ્રીકા ગયા. ત્યાં રંગભેદને લીધે હિંદીઓનાં થતાં અપમાન અને ગોરઓના અન્યાયી, ભેદભાવભર્યા અને શરમજનક વર્તન સામે ગાંધીજીએ લડત ચલાવી. લડતને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ. લડત દ્રારા તેમણે હિન્દીઓને ઘણખરા અન્યાયોમાંથી મુક્તિ અપાવી હતી.
જાન્યુઆરી, 1915માં ગાંઘીજી ભારત આવ્યા. સૌપ્રથમ તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને ત્યાર બાદ સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. પછી બિહારમાં ચંપારણ સત્યાગ્રહ,ગુજરાતમાં .. 1917માં ખેડા સત્યાગ્રહ અને .. 1918માં અમદાવાદમાં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને ગાંઘીજીએ સફળ નેતાગીરી પૂરી પાડી. આમ,પ્રારંભિક સત્યાગ્રહો કે લડતમાં સફળતા મળતાં ભારતના રાજકીય રંગમંચ ઉપર ગાંધી નામના સિતારાનો ઉદય થયો.એમણે ભારતના વિભિન્ન પ્રદેશોના અને વર્ગોના લોકોમાં અપૂર્વ ઉત્સાહ અને જગૃતિ પેદા કરી લગભગ 30 વરસ સુથી ભારતની સ્વતંત્રતાની ચળવળને દોરવણી આપી.આથી ભારતના ઇતિહાસમાં સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.
ભારતના રાજકીય રંગમંચ ઉપર જે સમયે ગાંધી પ્રવેશ્યા અને પ્રખ્યાત બન્યા સમયગાળામાં કૉંગ્રેસના અગાઉના આગળ પડતા નેતાઓમાંથી મોટા ભાગના અવસાન પામ્યા હતા તો કેટલાકે રાજકીય સંન્યાસ લીધો હતો.દા.., શ્રી અરવિંદ ઘોષ. કૉંગ્રેસના પ્રમુખ નેતા ટીળક પણ .. 1920માં મૃત્યુ પામ્યા. આથી હિંદના રાજકારણ અને કોંગ્રેસ ઉપર ગાંધીનો પ્રભાવ વધ્યો. સાથે ભારતની રાષ્ટ્રીય લડતમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ. તબક્કામાં કોંગ્રેસની અને રાષ્ટ્રીય લડતની કામ કરવાની પદ્ધતિમાં અસરકારક ફેરફાર થયો. પદ્ઘતિ અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની હતી. તેના શસ્ત્રો સત્ય, અહિંસા, ઉપવાસ અને રેંટિયો હતા.
તબક્કાની બીજી એક વિશેષતા હતી કે ગાંધીજીના આગમન પહેલાં ભારતની રાષ્ટ્રીય લડત મુખ્યત્વે શહેરો અને શિક્ષિત મધ્યમવર્ગ પૂરતી સીમિત હતી.મજુરો,ગામડાંના ખેડૂતો અને પ્રજાના વિવિધ વર્ગો તેનાથી અલિપ્ત હતા.રાષ્ટ્રીય લડત બની હતી પરંતુ ગાંધીજીએ ભારતના વિભિન્ન પ્રદેશ અને વર્ગના લોકોને કોઇક ને કોઇક રીતે લડતમાં સામેલ કરીને ભારતની રાષ્ટ્રીય લડતને સાચા અર્થમાં દેશવ્યાપી અને આમપ્રજાની લડતમાં પલટી નાંખી.
ગાંધીજીનો સત્યાગ્રહ અંગેનો સિદ્ધાંત
ગાંધીજીના નેતૃત્વ નીચે લડાયેલ તમામ લડતો અહિંસક હતી.અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ..1915 પહેલાં ઘડાઇ ચૂક્યા હતા.ઉપર જોયું તે પ્રમાણે દક્ષિણ આફ્રીકામાં હિંદીઓના અઘિકારો માટે તેમણે ત્યાંની ગોરી સરકાર સામે અહિંસક સત્યાગ્રહ કરી તેને મૂંઝવણમાં મૂકી દીધી હતી. લડતમાંથી ગાંધીજી ઘણુ શીખ્યા અને ઘડાયા હતા.સત્યાગ્રહ અંગે તેમનો સિધ્ધાંત એવો હતો કે,કોઇ પણ લડત ઉપાડતાં પહેલાં અંગેની બધી બાબતો ઝીણવટપૂર્વક તપાસવી જોઇએ અને લડત સંપૂર્ણપણે ન્યાયી છે કે નહિ તેની પણ ચકાસણી કરવી જોઇએ.તેમાં લાગણીના પ્રવાહને બદલે લાંબા ગાળાની યોજના હોવી જોઇએ. આપણી લડત સાચી છે તેની ચોક્કસ રીતે પ્રતીતિ થાય એટલે લડતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ગમે તેટલું સહન કરવું પડે તે સહન કરવાની તૈયારી હોવી જોઇએ.
ગાંઘીજીની વિચારસરણીના મૂળમાં વર્ગસંઘર્ષને સ્થાન હતું. સમાજના વિવિઘ વર્ગો વચ્ચે સહકાર અને સહયોગ સાધીને ન્યાયી અર્થવ્યવસ્થાની રચના કરવાના તે ચુસ્ત હિમાયતી હતા.આવો સહયોગ આઝાદીની લડતને જનતાની લડતમાં પલટવવાના એક વ્યૂહ તરીકે તે સમયના સંદર્ભમાં જોઇએ તો પણ અનિવાર્ય હતો.
ગાંઘીયુગનાં રાષ્ટ્રીય આંદોલનો પ્રજાકીય આંદોલનોમાં પલટાયા.તેનુ મુખ્ય કારણ આંદોલન અંગેની ગાંઘીજીની વિચારસરણી અને લડતની પદ્ધતિનુ હતું.ગાંઘીજી લોકોને તેમનું નૈતિક બળ કેળવવાનું કહેતા અને તેમના ધ્યેયને પાર પાડવા માટે જે કંઇ ભોગ આપવો પડે તે આપવાનું કહેતા.ગાંઘીવાદી આંદોલનો શસ્ત્રો દ્ધારા નહિ પણ વાટાઘાટો દ્ધારા થયા હોઇ બ્રિટિશરો તેમના અજેય શસ્ત્ર દમનનો ઉપયોગ સરળતાથી કરી શકે તેમ હતા.લડતની સબળતા પુરવાર કરવા જરૂરી તમામ પુરાવાઓ ભેગા કરવાની ગાંઘીજીની પદ્ધતિનુ એક આગવું મહત્વ હતું,કારણ કે તેનાથી આંદોલનકારીઓને રાજકીય અને નૈતિક શિક્ષણના પાઠો શીખવાના મળતા હતા.
સમયની દષ્ટિએ ગાંઘીજી ભાગ્યશાળી હતા. બ્રિટિશ શાસનની અનેકવિધ અસરોને લીધે શહેરી બૌદ્ધિક વર્ગ સારા પ્રમાણમાં વિકસ્યો હતો અને તે બ્રિટિશ સલ્તનતની સામે બંધારણીય માર્ગોએ અથવા તો ઉદ્દામવાદી રીતરસમોથી હિંદના રાજકીય અધિકારો માટે લડત ચલાવી રહ્યો હતો.આમ,પ્રજાકીય આંદોલનને દોરવણી આપવા જે શહેરી આઘારની જરૂર પડે તેની રચના ભારતમાં તૈયાર થઇ હતી.આવા સંજોગોમાં ગાંઘીજીએ ..1917માં બિહારમાં ચંપારણ જિલ્લાના ગળીના ખેડૂતોના દુઃખ નિવારવા સત્યાગ્રહ કરીને તેમાં સફળતા મેળવી.
ચંપારણ સત્યાગ્રહ (1917) :
ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાનીતીનકઠિયા પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા.ગાંઘીજીએ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કયુઁ પણ તપાસ શરૂ કરે તે પહેલાં ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું.ગાંઘીજીએ નોટિસનો અનાદર કર્યો.તેમણે લેખિત રીતે જણાવ્યું કે, “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા-ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે.” તેમણે જણાવ્યું કેસરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું.અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી છે.” ગાંઘીજીએ ઉમેયુઁ : “મારી દડમાન્યતા છે કે આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસ પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી-સિવાય કે સરકારના હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી.” આવી અહિંસક સત્યાગ્રહની રીત સામે પોતાને સંસ્કારી અને સભ્ય ગણાવતી બ્રિટિશ સરકાર આડેધડ શસ્ત્રો કેવી રીતે ઉગામી શકે!
ખેડૂતોની ફરિયાદ નોંધવાના કાર્યમાં ગાંઘીજી અત્યંત ચોકસાઈ રાખતા.જો નિવેદનો વજૂદ વગરનાં હોય અથવા તો તેમાં અતિશયોક્તિ હોય તો તેવાં નિવેદનો ફગાવી દેતા. આવી ચોકસાઈ રાખવાનું કારણ હતું કે લડત દરમિયાન આવાં લખાણોનો સરકાર દુરુપયોગ કરે.સરકાર પણ ખેડૂતોની સચ્ચાઈ ઉપર વિશ્વાસ રાખી શકે.
ગાંઘીજી જે-તે લડત દરમિયાન સ્થાનિક કાર્યકરોને માર્ગદર્શન આપવા હિંદભરમાંથી જુદા જુદા નેતાઓને બોલવતા.તેમની પાસે જે-તે પ્રદેશને ધ્યાનમાં રાખી રચનાત્મક કાર્યો પણ કરાવતા. દા..,ચંપારણ સત્યાગ્રહ દરમિયાન નિરક્ક્ષરતા અને ગંદકીના પ્રશ્નને હાથમાં લેવા તેમણે પુનાના સુવિખ્યાતહિંદસેવક સમાજના કાર્યકર્તા ડૉ.દેવને ચંપારણ તેડવ્યા હતા.આમ,સ્થાનિક કાર્યકરો,બહારના સ્વયંસેવકો,બિહારના બૌદ્ધિકો વગેરેનું સંકલન કરીને લડતને દોરવણી આપવાની ગાંઘીજીની અહિંસક પદ્ધતિએ એક અસરકારક શસ્ત્ર તરીકેનું કામ કયુઁ હતું.
અસહકારની ચળવળ(1920-22):
..1915માં ગાંઘીજી ભારત આવ્યા તે સમયે હિંદના મવાળવાદી નેતાઓની જેમ ગાંઘીજી અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ રાખતા હતા.જો કોઈ પણ માગણી યોગ્ય દાખલાદલીલ સાથે સરકારને ગળે ઉતારવામાં આવે તો સરકાર તે સત્યનો સ્વીકાર કરે છે તેવું તે માનતા હતા.આથી પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડને મદદ કરવા હિંદીઓને તેમણે અપીલ કરી હતી પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી રોલેટ એક્ટ (1919),જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (1919)વગેરે કેટલાક એવા બનાવો બન્યા કે જેમણે ગાંઘીજીનો ભ્રમ ભાંગી નાખ્યો.ગાંઘીજીને લાગ્યું કે હિંદમાંથી અંગ્રેજ શાસન નાબૂદ કરવામાં હિંદીઓનું હિત છે. અંગ્રેજો વેપાર કરવા ભારત આવ્યા હતા અને વધારે સારી રીતે વેપાર કરવાના આશયથી રાજકીય અધિકારો પ્રાપ્ત કરવાની નીતિ અપનાવી હ્તી.તેમાંથી તેમણે ભારતમાં એક શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપ્યું હતું.અંગ્રેજો કાચો માલ સસ્તા ભાવે લઇ જતા અને ઇંગ્લૅન્ડનાં કારખાનાંઓમાં વપરાશી ચીજો તૈયાર કરી ભારતમાં તે મોંઘા ભાવે વેચતા.આમ,ભારતના લોકોનું આર્થિક શોષણ કરતા આથી ગાંઘીજી વિદેશી માલની આયાત ભારતમાં બંધ થઇ જાય અને અંગ્રેજોના વેપારને મોટો ફટકો પડે તેમ ઇચ્છતા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ છે એવી વેપારી સરકારના વેપારને તોડી પાડવામાં આવે તેમજ વિભિન્ન ક્ષેત્રે સરકારી નીતિઓ અને કાર્યક્ર્મોનો બહિષ્કાર થાય તો આપોઆપ તેઓ પોતાની દુકાન બંધ કરીનેપોતાના દેશ ચાલ્યા જાય.આવા તર્કથી ગાંઘીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી.તેનાં ખંડનાત્મક (નકારાત્મક) અને રચનાત્મક એમ બે પાસાં હતાં.
ખંડનાત્મક (નકારાત્મક) પાસું :
..1920ના કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં અસહકારનો ઠરાવ પ્રચંડ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ પ્રમાણે સરકારને લડત આપવા સરકારી સમારંભો,ખિતાબો,શાળા-કૉલેજો,ધારાસભાઓ,અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા વિદેશી માલનો બહિષ્કાર લોકોએ કરવાનો હતો.લડતનો ફેલાવો કરવા ગાંઘીજીએ દેશભરમાં પ્રવાસ કર્યો. સંખ્યાબંધ વિઘથીઓએ શાળા-કૉલેજો છોડી દીધી.મોતી સંખ્યામાં શિક્ષકોએ રાજીનામાં આપ્યાં. ચિત્તરંજનદાસ,મોતીલાલ નહેરુ,વલ્લભભાઇ,રજગોપાલાચારી,રાજેન્દ્રપ્રસાદ જેવા જાણીતા વકીલોએ વકીલાત છોડી અને બાકીનું જીવન દેશની સેવામાં અર્પણ કયુઁ.વિધથીઓએ સ્વયંસેવકો બની સરકારને સહકાર આપનારાઓની સામે વિરોધી દેખાવો કર્યા. લવાદી અદાલતો ચલાવી.ઔધોગિક કેન્દ્રો,અસમના ચાના બગીચા તથા કોલસાની ખાણોમાં હડતાલો પાડી. દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સનું ભારતમાં આગમન થયું.તેના બધા કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો. તેના આગમનના દિવસે(17 નવેમ્બર,1921) સમગ્ર ભારતમાં હડતાલ પાડવામાં આવી.મુંબઇમાં ગાંઘીજીએ એક જાહેર સભામાં વિદેશી કાપડની હોળી કરી.
રચનાત્મક(હકારાત્મક) પાસું :
સરકારી નોકરીઓ છોડનારને રોજી-રોટીના વિકલ્પ તરીકે રેંટિયા દ્રારા ખાદી ઉત્પન્ન કરવા ઉપર ભાર મૂકયો.ખાદીનું ઉત્પાદન કરીને વિદેશી કાપડને ભારતમાં વેચાતું અટકાવવાનું હતુ.સરકારી શિક્ષણનો બહિષ્કાર કરનાર શિક્ષણથી વંચિત રહે તેના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળ-કૉલેજો (વિદ્યાપીઠો) શરૂ કરવામાં આવી.દા.વિદ્યાપીઠો(અમદાવાદ) , બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ વગેરે.વિદેશી માલનો બહિષ્કાર કરી તેના વિક્લ્પરૂપે સ્વદેશી માલનાં ઉત્પાદન ,ખરીદી અને વપરાશ ઉપર ભાર મૂકવામાં આવ્યો. ઉપરાંત દારૂબંધી, અસ્પૃશ્યતનિવારણ , હિંદી-મુસ્લિમ એકતા જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવમાં આવ્યાં. લડત ચલાવવા સ્વરાજ્ય ફંડ ઊભું કરવામાં આવ્યું
ચૌરીચૌરાનો બનાવ અને લડત-મોકુફી :
અસહકારની ચળવળ દેશભરમાં અહિંસક રીતે પૂરા ઉત્સાહથી ચાલી રહી હતી.લોકોમાંથી કારાવાસ અને સરકારી દમનનોભય નાબૂદ થયો હતો.શહેરી અને શિક્ષિત મઘ્યમવર્ગની લડતમાં હવે મજુરો અને ગામડાંના ખેડૂતો પણ મોટી સંખ્યામાંજોડવા લાગ્યા હત. ગાંઘીજી અગાઉ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર નજીકચૌરીચૌરા ગામે એક સરઘસ પર પોલીસોએ બેફમ ગોળી કર્યો. કેટલાક લોકો માર્યા ગયા અને ઘવાયા.પોલીસોએ તેમની કારતૂસો ખૂતી ગઇ ત્યારે થાણામાં ભરાઇને બારણાં વાસી દીઘાં.ઉશ્કેરાયેલા લોકોએ તેને આગ લગાડી.તેમાં પોલીશનાં 22 માણસો મરણ પામ્યા. હિંસક પ્રસંગથી ગાંઘીજીને અત્યંત દુ: થયું.અહિંસક રીતે લડત ચાલે તો એક વરસમાં સ્વરાજ્ય અપાવવાની જાહેરાત કરી હતી પરંતુ બનાવથી તેમને લાગ્યું કે લોકો અહિંસા સિદ્ધાંતને હજી બરાબર સમજી શક્યા નથી.માટે તેમણે આંદોલનને સમેટી લેવાનું ઉચિત માન્યું.લડત બંધ રહેતાં આખો દેશ નિરાશામાં ગરકાવ થઇ ગયો.કેટલાક દેશનેતાઓએ ગાંઘીજીના નિર્ણયની તીકા કરી.સરકારે ગાંઘીજીનીધરપકડ કરી.તેમના ઉપર રાજદ્રોહનો કેસ ચલાવી વર્ષની કેદની સજા કરવામાં આવી.
સ્વરાજ પક્ષની સ્થાપના :
લોકો માં આવેલી રાજકીય જાગૃતિને તકાવી રાખવાના હેતુથી અસહકારની લડત-મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી.તેમનોહેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો.
સાયમન કમિશન(1927)નો બહિષ્કાર :
હિંદને સુધારા આપવાના હેતુથી સરકારે નવેમ્બર,1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી.હિંદને સુધારા આપવાના હોય ત્યારે તે કેવા અને કેટલા હોવા જોઇએ તે જાણવા માટે કમિશનમાં હિંદી સભ્યો હોવા જોઇએ,કારણ કે હિંદીઓ હિંદીઓનાં દુઃખ-દર્દને વઘારે સારી રીતે સમજતા હોય પરંતુ કમિશનના સાત સભ્યોમાંથી એક પણ સભ્ય ભારતીય હોવાથી કૉંગ્રેસ સહિત ભારતના બધા રાજદ્ધારી પક્ષોએ તેનો વિરોધ કર્યો.
સાયમન કમિશનના સભ્યો મુંબઇ બંદરે ઊતર્યા તે દિવસે આખા દેશમાં હડતાલો,સરઘસો અને સભાઓ દ્ધારા તેનો વિરોધ કરવામાં આવ્યો.દેખાવકારોએ સાયમન પાછો જા નાં સૂત્રોવાળા વાવટા ફરકાવ્યા. લાહોરમાં લાલા લજપતરાયે કાઢેલા એક સરઘસ દરમિયાન લાલા લજપતરાય ઉપર સખત લાથીમાર થયો. થોડા દિવસો બાદ તેમનું મૃત્યુ થયું.તેનાથી લોકોની રાષ્ટ્રીય ભાવના વધુ સતેજ બની.
પૂર્ણ સ્વરાજનો ઠરાવ :
દરમિયાન જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ કૉંગ્રેસમાં યુવાન નેતાઓનું જૂથ ઉદય પામ્યું.તેઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા.મોતીલાલ નહેરુ તત્કાળ સાંસ્થાનિક સ્વરાજ મળે તેનાથી સંતોષ માનનારા હતા.આથી બંને વચ્ચે સમાધાન સ્વરૂપે કોલકાતા અધિવેશનમાં એવું ઠરાવવામાં આવ્યું કે ..1929ની આખર સુધીમાં સાંસ્થાનિક સ્વરાજ આપવામાં આવે તો પૂર્ણ સ્વરાજ માંગવામાં આવશે.
અંતે કૉંગ્રેસનું અધિવેશન જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં મળ્યું. સાંસ્થાનિક સ્વરાજ આપવામાં આવ્યું હતું તેથી 31 ડિસેમ્બર,1929ની મધરાતે સંપૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઠરાવ ખુલ્લા અથિવેશનમાં ગાંઘીજીએ રજૂ કર્યો જે સર્વાનુમતે પસાર થયો.ત્યાર બાદ26મી જાન્યુઆરી1930ને દિવસે સ્વાતંત્ર્યના શપથ લેવામાં આવ્યા.તે મુજબ પ્રતિવર્ષ આખા દેશમાં 26 જાન્યુઆરીએ પ્રથમ વાર સ્વાતંત્ર્ય દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
સવિનય કાનૂનભંગની ચળવળ (1930):
અમદાવાદમાં મળેલી કૉંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગ(અયોગ્ય સરકારી કાયદાનો વિનય સહિત ભંગ કરવો)ની ચળવળ શરૂ કરવાનો અઘિકાર ગાંઘીજીએ આપ્યો.ગાંઘીજીએ નવસારી જિલ્લાના દાંડી ગામના દરીયકિનારે જઇ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.12મી માર્ચે સાબરમતી આશ્રમ(અમદાવાદ)થી દાંડીકૂચ શરૂ થવાની હતી તે દશ્ય નજરે જોવા માટે દેશવિદેશના હજારો લોકો ભેગા થયા.દરરોજ સાંજે થતી એક પ્રાર્થનાસભામાં ગાંઘીજીએ કહ્યું,‍‍“મારો જન્મ બ્રિટિસ્ક સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છેહું કાગડાકૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીઘા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી
દાંડીકૂચ :
12મી માર્ચ,1930ના દિવસે સવારે ‘ શૂર સંગ્રામકો દેખ ભાગે નહીં’, ગીત તથારિનો મારગ છે શૂરાનોભજન ગવાયા બાદ પોતાના 78 સાથીઓ સહિત દાંડીકૂચ શરૂ કરી.370 કિમી જેટલી કૂચ કરી પચીસમા દિવસે ગાંઘીજી 5મી એપ્રિલે દાંડી પહોંચયા6ઠ્ઠી એપ્રિલે ગાંઘીજીએ દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો.તે સાથે હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો : ‘ નમક કા કાયદા તોડ દિયા’. મીઠાની ચપટી ભરતાં યજ્ઞપુરુષ બોલ્યા કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું. સાથે ગુજરાત તથા ભારતની પ્રજામાં અભૂતપૂર્વજાગૃતિ આવી.આખા દેશમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ.
ના-કરની લડત :
ગુજરાત,ઉત્તરપ્રદેશ અને બંગાળના મિદનાપુર જિલ્લામાં મહેસૂલ ભર્યું. જપ્તીમાંથી બચવા આશરે ચાર હજાર ખેડૂત કુટુંબોએ હિજરત કરી અને પાંચ મહિના સુધી બહાર રહ્યાં. ખેડા જિલ્લાના રાસ ગામના ખેડૂતોએ મહેસુલ ભર્યું. તેઓએ સરકારી અમલદારોનો બહિષ્કાર કર્યો અને ગામમાંથી હિજરત કરીને નાકરની લડતને સફળ બનાવી.
અગત્યના સત્યાગ્રહો :
ગાંઘીજીની અપીલને માન આપીને મીઠાના કાયદાના ભંગ સાથે હજારો સ્ત્રીઓ તથા પુરુષોએ વિદેશી કાપડ તથા દારૂની દુકાનો ઉપર શાંત પિકેટિંગ કર્યું.ખાદીપ્રચાર તથા અસ્પૃશ્યતા-નિવારણનો કાર્યક્રમ દેશભરમાં શરૂ થયો.દિલ્હીમાં 1600 સ્ત્રીઓએ પિકેટિંગ કરીને ધરપકડ વહોરી લીધી.સુરતમાં મીઠુબહેન પીટિટ અને પૂજ્ય કસતૂરબાની આગેવાની હેઠળ મોટી સંખયામાં સ્ત્રીઓએ પિકેટિંગ-કાર્યમાં ભાગ લીધો.મુંબઈ અને મધ્ય પ્રાંતોમાં ઇમારતી લાકડાં કાપીને સવિનય કાનૂનભંગ કરવામાં આવ્યો.
ગાંઘીજીએ સુરત જિલ્લાના ધરાસણાના મીઠાના અગરો ઉપર હલ્લો લઈ જવાનો ઇરાદો જાહેર કર્યો.તેમના પછી આગેવાની સંભાળનાર અબ્બાસ તૈયબજીનીપણ ધરપકડ થઈ.તેથીસરોજિની નાયડુને આગેવાની હેઠળ 50-50 સૈનિકોની ત્રણ તુકડીઓ ધરસણા જવા નીકળી. પોલીસે તેમની ધરપકડ કરીને તેમને છોડી મૂક્યાં. 21 મેના દિવસે ઇમામ સાહેબની આગેવાને નીચે 2500 સ્વયંસેવકોએ મીઠાના અગરો ઉપર 1500 માણસોએ ધસારો કર્યો. રીતે ધોલેરા અને વીરમગામમાં પણ મીઠાના કાનૂનનો ભંગ કરવામાં આવ્યો.
સરકારની દમનનીતિ :
કૉગ્રેસને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરાવામાં આવે.સંસ્થાની મિલકતો જપ્ત કરવામાં આવી. અખબારો પાસેથી જામીન લેવામાં આવ્યા.ચળવળને કચડી નાખવા પોલીસે દેશના વિભિન્ન ભાગોમાં લોકો ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો.90,000 માણસોને જેલમાં પૂરવામાં આવ્યા તોપણ લડત પુરજોશમાં ચાલુ રહી.
દરમિયાનમાં લંડનમાં .. 1930માં પ્રથમ ગોળમેજી પરિષદ ભરવામાં આવી.કૉંગ્રેસના એક પણ પ્રતિનિધિએ તેમાં હાજરી આપી.તેથી તેમાં કોઈ અગત્યનો નિર્ણય લઈ શકાયો નહિ. પછીમાર્ચ,1931માં ગાંઘી-ઇર્વિન કરાર થયા. તે મુજબ બધા સત્યાગ્રહી કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા. ચળવળ મોકૂફ રખવામાં આવી.સરકાર પક્ષે કરારભંગ થયાના બનાવો બનવા છતાં દેશનું વિશાળ હિત લક્ષમાં રાખી બીજી ગોળમેજી પરિષદ(1931)માં કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંઘીજીએ હાજરી આપી પરંતુ તેમાં કોમી પ્રશ્નનો ઉકેલ આવતાં પરિષદ નિષ્ફળ ગઇ.ગાંઘીજી નિરાશ હૃદયે પાછા ફર્યા.
લડતનો બીજો તબક્કો(1932) :
ગાંઘીજી ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા તે પહેલાં ઇર્વિનને બદલે વિલિંગ્ડન વાઇસરૉય તરીકે નિયુક્તિ પામ્યો હતો. તે કડક નીતિનો આગ્રહી હતો. આથી ઉત્તરપ્રદેશમાં જવાહરલાલ નહેરુ,પુરુષોત્તમદાસ ટંડન વગેરે તથા વાયવ્ય સરહદ પ્રાંતમાં અબ્દુલ ગફારખાન,તેમના વડીલબંધુ ડૉ. ખાનસાહેબ વગેરેની ધરપકડ કરવામાં આવી. ગાંઘીજીએ દેશમાં પાછા ફરી પ્રાંતોના પ્રતિનિધિઓ પાસેથી સરકારી જુલમોના અહેવાલ મેળવ્યા. તે અંગે વાઇઅસરૉયને ફરિયાદ કરી પરંતુ સરકારે ધ્યાન આપતાં ફરીથી સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાનો કૉંગ્રેસ ઠરાવ કર્યો. આગેવાનો પોતપોતાના પ્રાંતમાં તૈયારી માટે ગયા.દરમિયાનમાં ગાંઘીજી,વલ્લભભાઇ પટેલ તથા બીજા આગેવાનોની ધરપકડ કરવામાં આવી.કેટલાંક નવા વટહુકમો બહાર પાડવામાં આવ્યાં. કૉગ્રેસની બઘી સમિતિઓ ઉપર પ્રતિબંઘ મુકાયો.
લડતનાં મુખ્ય લક્ષણો
લોકોએ બમણા વેગથી લડત શરૂ કરી. સરકારના વટહુકમનો ભંગ કરીને સભાઓ,સરઘસો,ગુપ્ત પત્રિકઓનું પ્રકાશન,-કરની લડત,મીઠાનું ઉત્પાદન,પિકેટિંગ વગેરે કાર્યક્રમો ચાલુ રાખવામાં આવ્યા. પ્રતિબંધ છતાં દિલ્હીમાં વાર્ષિક અધિવેશન ભરી ધરપકડો વહોરમાં આવી. લડતમાં કેટલાક પ્રદેશોમાં પરદેશી કાપડ,બ્રિટિશ બૅકો, વીમા કંપનીઓ,બ્રિટિશ દવાઓ,પરદેશી ખાંડ,કેરોસીન વગેરે તમામ માલના બહિષ્કાર માટે ખાસ સપ્તાહો ઉજવાયાં.લડત દરમિયાન એક અંદાજ મુજબ 1,00,000 માણસોને જેલમાં પૂરવામાં આવ્યાં.તેમાં હજારો સ્ત્રીઓ અને મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થતો હતો.તેનાથી લડતનો જૂસ્સો બમણો થયો.સભા-સરધસ ઉપર લાઠીમાર તથા ગોળીમારના બનાનવો સામન્ય બન્યા. વર્તમાનપત્રોની લાખો રૂપિયાની જામીનગીરીઓ જપ્ત કરવામાં આવી.
વિશિષ્ટ પ્રવૃત્તિઓ :
ગુજરાત,ઉત્તરપ્રદેશ અને બંગાળામાં ના-બિહાર અને બંગાળાનાં કેટલાંક સ્થળોએ ચોકીદાર-કર ભરવાની લડત ચાલી. મધ્યપ્રદેશ, વરાડ, કર્ણાટક, ઉત્તરપ્રદેશના ભાગો તથા ચેન્નાઇ અને બિહારમાંજંગલના કાયદાનો ભંગ કરવાની લડત ચાલી. ઉપરાંત ગાંઘીદિન, શહીદદિન, ધ્વજદિન વગેરે દિન ઉજવામાં આવ્યા. કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની જેમ પ્રાંતોમાં અને જિલ્લાઓમાં પ્રતિબંધને પરિષદો ભરવામાં આવી.
કોમી ચુકાદો અને પૂના કરાર(1932) :
ઑગસ્ટ1932માં ઇંગ્લૅન્ડના વડપ્રધાન રામસે મોકડોનાલ્ડે ‘ કોમી ચુકાદો જાહેરકર્યો.તે મુજબહરિજનો((દલિતો)ને પણ હિન્દુઓથી અલગ ગણીને અલગ મતદાર-મંડળો આપવામાં આવ્યાં.તેના વિરોધમાં પૂના નજીક યરવડા જેલમાં ગાંઘીજીએ આંમરણાંત ઉપવાસ આદર્યા.કૉંગ્રેસના અગ્રણીઓ અને ડૉ. આંબેડકર વચ્ચેની મંત્રણાઓથી,ગાંઘીજી અને આંબેડકર વચ્ચેપૂના-કરાર થયા.તે મુજબ કોમી ચુકાદામાં આપવામાં આવી હતી તેના કરતાં ઘણી વઘારે બેઠકો દલિતો(હરિજનો)ને આપવા ગાંઘીજી સંમત થયા. પૂના-કરારનોએક સુઘારા તરીકે સરકારે સ્વીકાઅર કર્યો. દલિતો માટેનાં અલગ મતદાર-મંડળો રદ કરવામાં આવ્યાં.ગાંઘીજીએ ઉપવાસ છોડ્યા.
અસ્પૃશ્યતા- નિવારણ :
ઉપવાસ છોડ્યા પછી ગાંઘીજીએ તેમનું ધ્યાન અસ્પૃશ્તા-નિવારણ તરફ કેન્દ્રિત કર્યું. ગાંઘીજીની વિનંતીને માન આપીને દેશભરમાં અનેક સ્થળોએ મંદિરો અને જાહેર કૂવા દલિતોના ઉપયોગ માટે ખુલ્લાં મુકવામાં આવ્યાંહરિજનો સેવક સંઘની સ્થાપના કરવામાં આવી(1932),જેણે અસ્પૃશ્યતા- નિવારણને ક્ષેત્રે મહ્ત્વની કામગીરી બજાવી.

ગાંઘીયુગનાં અન્ય રાષ્ટ્રીય આંદોલનોમાં .. 1940-41માં વ્યક્તિગત સત્યાગ્રહ કરવામાં આવ્યો તથા .. 1942માંહિંદ છોડોચળવળ શરૂ કરવામાં આવી.

No comments: