GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

નોબેલ પુરસ્કાર જીતી ચૂક્યા છે આ 10 ભારતીયો

- ટાગોર પ્રથમ બિન યુરોપિયન અને પ્રથમ ભારતીય નોબેલ પુરસ્કાર વિજેતા હતા

- ચાલુ વર્ષે કૈલાશ સત્યાર્થી નોબેલ પુરસ્કાર જીતનાર દસમાં ભારતીય


નવી દિલ્હી/અમદાવાદ તા. 10 ઓક્ટોબર 2014

ભારત સાથે સંબંધ ધરાવતા નવ લોકોને અત્યાર સુધીમાં અલગ અલગ કેટેગરીમાં નોબેલ પુરસ્કાર મળી ચૂક્યા છે.
રવિન્દ્રનાથ ટાગેર (Rabindranath Tagore - 1913)


રવિન્દ્રનાથ ટાગેર પહેલા નોબેલ પારિતોષ વિજેતા હતા, તેમને સાહિત્યના ક્ષેત્રે અમુલ્ય યોગદાન બદલ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાગોરને વર્ષ 1913માં જ્યારે આ પુરસ્કાર મળ્યો તે સમયે આ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ બિન યુરોપિયન અને પ્રથમ ભારતીય હતા.
 
સી.વી. રમણ (C.V. Rraman - 1930)
મદ્રાસમાં 1888માં જન્મેલા સી.વી. રમણને ફિઝિક્સ વિષયમાં વિશેષ યોગદાન આપવા બદલ 1930માં ફિઝિક્સ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.વી. રમણે પ્રકાશ સાથે જોડાયેલી અસરોની શોધ કરી હતી. તેમની આ શોધ રમણ ઇફેક્ટના નામથી જાણીતી છે.
 
હરગોવિંદ ખુરાના (Hargobind Khorana - 1968)
હરગોવિંદ ખુરાનાનો જન્મ વર્ષ 1922માં રાયપુર પંજાબમાં થયો હતો. ભારતીય મૂળના જાણીતા વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાને વર્ષ 1968માં દવા સંબંધી(મેડિસિન)ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ખુરાનાએ પોતાની શોધ એન્ટી બાયોટિક ખોરાક પર કરી હતી. તેમની આ શોધથી જાણવા મળ્યું કે એન્ટી બાયોટિક દવાથી શરીર પર કઇ રીતની વ્યાપક અસર થાય છે. ભારતના પંજાબમાં જન્મેલા ખુરાનાએ આગળ જતા અમેરિકાની જાણીતી એમઆઇટી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો અને અમેરિકામાં જ સ્થાયી થયા.
ચંદ્રશેખર સુબ્રમણ્યમ (Chandrashekhar Subramaniam - 1983)

ચંદ્રશેખર સુબ્રમણ્યમનો જન્મ 1910માં લાહોરમાં થયો હતો અને તેમનું ભણતર અમેરિકામાં થયું હતું. તેમનો વિષય એસ્ટ્રોફિઝિક્સ હતો. તારાઓના આકાર અને કેવી રીતે તારાઓ બન્યા તેના સૈદ્ધાંતિક સંશોધન માટે તેમને વર્ષ 1983માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
મધર ટેરેસા (Mother Teresa - 1997)

મધર ટેરેસાનો જન્મ 26મી ઓગસ્ટ 1910ના રોજ હાલના રિપબ્લિક ઓફ મેસેડોનિયાના સ્કોપજેમાં થયો હતો. તે સમયે આ જગ્યાનું નામ એગ્નેસ ગોન્ઝહા બોજાક્સહિયુ હતું. ગરીબ અને પીડિત લોકો માટે કરેલી તેમની કામગીરીને દુનિયાએ અભૂતપૂર્વ ગણાવી છે. તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે વર્ષ 1997માં તેમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. મધર ટેરેસા અંતિમ શ્વાસ સુધી કોલકત્તામાં રહ્યા હતા.
 
અમર્ત્ય સેન (Amartya Sen - 1998)

અમર્ત્ય સેનનો જન્મ પશ્ચિમ બંગાળના બિરભુમ જિલ્લાના એક નાનકડા ગામ બોલપુરમાં 3 નવેમ્બર 1933ના રોજ થયો હતો. અમર્ત્ય સેન પોતાની બુક ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન માટે ઘણા ચર્ચામાં રહ્યા હતા, પરંતુ અર્થશાસ્ત્રમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું છે. તેમને વર્ષ 1998માં અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
વી.એ.એસ નાયપોલ (V.S Naipaul - 2001)

વી.એ.એસ નાયપોલનો જન્મ વર્ષ 1932માં ટ્રિનિદાદમાં થયો હતો. ટ્રિનિદાદમાં જન્મેલા વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલના પૂર્વજ ગોરખપુરમાં રહેતા હતા. તેમના પૂર્વજો મજૂર તરીકે ત્રિનિદાદ પહોંચ્યા હતા. નાયપોલની નવલકથાઓને ભારતમાં ધણું મહત્વ આપવામાં આવે છે, જો કે આ નવલકથામાં ભારતને લઇને તેમનો અભિગમ ઘણો વિવાદિત રહ્યો હતો. બ્રિટનમાં નાયપોલને 2001માં સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ નોબેલ પુરસ્કાર આપવમાં આવ્યો હતો.

આર.કે પચૌરી (R.K Pachauri - 2007)

રાજેન્દ્ર પચૌરીનો જન્મ 20 ઓગસ્ટ 1920ના રોજ નૈનિતાલમાં થયો હતો. રાજેન્દ્ર પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત હતા અને તેઓ લાંબા સમય સુધી ટેરી(ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)માં જોડાયેલા રહ્યા હતા. તેમનું સંશોધન પેપર આબોહવા પરિવર્તન પર હતું. તેમને વર્ષ 2007માં યુનાઇટેડ નેશન્સ ક્લાયમેટ ચેન્જ માટે બનેલી કમિટીની સાથે સંયુક્તપણે શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વેંકટ રામકૃષ્ણન (Venkat Ramakrishnan - 2009)

ભારતીય મૂળના વેંકટ રામકૃષ્ણનનો જન્મ વર્ષ 1952માં મદુરાઈમાં થયો હતો. તેમને રિબોઝોમના સ્ટ્રક્ચર અને પદ્ધતિના વિષયમાં શોધ કરવા બદલ વર્ષ 2009માં કેમેસ્ટ્રી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વૈજ્ઞાનિકે નોબેલ પુરસ્કાર મળશે એવુ સમજીને કામ ન કરવું જોઇએ.

કૈલાસ સત્યાર્થી (Kailash Satyarthi - 2014)


કૈલાસ સત્યાર્થીનો જન્મ મધ્યપ્રદેશના વિદિશામાં 11 જાન્યુઆરી 1954ના રોજ થયો હતો. કૈલાસ સત્યાર્થીને બાળ મજુરી વિરૂદ્ધ અભિયાન ચલાવવા, બાળકોના વિકાસ અને તેમના હક માટે ઝુંબેશ ચલાવવા માટે આ વર્ષે શાંતિ માટેનો સંયુક્ત નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે.

GujaratSamachar

No comments: