GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

વર્ષ 2005 પહેલાની નોટ આ તારીખ સુધી પાછી ખેંચાશે



રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2005 પહેલાની છપાયેલી નોટો પાછી ખેચવાની તારીખ એકવાર ફરીથી લંબાવામાં આવી છે. આરબીઆઈએ 2005 પહેલાની નોટોને પાછી ખેંચવાની તારીખ 31 માર્ચ 2014 સુધી રાખવામાં આવી હતી જે વધારીને 1 જાન્યુઆરી 2015 સુધી કરવામાં આવી છે.

47 કરોડ રૂપિયા થયા હતા નષ્ટ


વર્ષ 2005 પહેલા છપાયેલી નોટોને પાછી આપવાની તારીખ 1 જાન્યુઆરી થઈ ગઇ છે. સરકારના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2014માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2005 પહેલા છપાયેલી કરન્સી નોટોને 31 માર્ચ 2014 સુધીમાં ઓપરેશનલમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. જેને હવે વધારીને એક જાન્યુઆરી 2015 કરી દેવામાં આવી છે. જૂન 2014 સુધીમાં ભારતીય રિઝર્વ બેન્કના ક્ષેત્રીય કાર્યાલયોમાં વર્ષ 2005 પહેલાના શ્રેણીની 100, 500 અને 1000 રૂપિયાની 47,27,90,084 નોટનો નાસ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 46,88,62,61,600 રૂપિયા હતી.

દરેક જૂની નોટોનો નાસ કરવામાં આવશે


ઉલ્લેખનીય છે કે, આપવામાં આવેલા સમયગાળા દરમિયાન 100 રૂા.ની 30,20,60,606 નોટ નષ્ટ કરાઇ. જેની કુલ કિંમત 30,10,60,60,600 રૂપિયા છે. આવી જ રીતે રૂા.500ની 10,98,98,954 નોટને નાસ કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 54,94,94,77,000 રૂપિયા છે. જાન્યુઆરીથી જુલાઈ 2014 સુધીમાં રૂા.1,000ની 6,18,30,724 નોટને નષ્ટ કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 61,83,07,24,000 રૂપિયા છે. ભારતીય રિઝર્વ બેન્ક વર્ષ 2005 પહેલા છપાયેલી નોટોને બેન્કો પાછી લેવાનું કામ પહેલાથી જ કરી રહી છે.

No comments: