GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગુજરાતી પટેલ ઉદ્યોગપતિ નાઇજેરીયન સર્વોત્તમ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત

ગુજરાતી પટેલનો ડંકો, નાઈજેરિયન એવોર્ડથી સન્માનિત પ્રથમ ભારતીય
(મહુવાના નારણભાઈ પટેલને એવોર્ડ આપતા નાઇજેરીયન પ્રેસિડેન્ટ.)


સુરત જિલ્લાના મહુવાના વતની અને હાલ નાઇજેરીયાના લોગોસમાં રહેતા નારણભાઈ જી. પટેલને નાઇજેરીયા સરકાર તરફથી શ્રેષ્ઠમત્તમ નેશનલ એવોર્ડ 2014 નાઇજેરીયન પ્રેસિડન્ટના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. મહુવાના એન.જી. પટેલ સૌ પ્રથમ ભારતીય છે જેમને કોઈ અન્ય દેશનો સર્વોત્તમ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો હોય.

મહુવાના ભામાસા એવા નારણભાઈ પટેલને એવોર્ડ મળતા જ મહુવા પંથકવાસીઓ સહિત તાલુકાની જનતા આનંદીત થઈ ગઈ છે. નાઇજેરીયા સરકાર તરફથી દર વર્ષે દેશની સેવા અને સર્વોત્તમ કાર્ય માટે નાઇજેરીયન નેશનલ ઓનર એવોર્ડ આપવામાં આવે છે. મૂળ મહુવા પંથકમાં રહેતા અને હાલ છેલ્લા 40 વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા નારણભાઈ ગોપાળભાઈ પટેલ હાલ નાઇજેરીયામાં સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ છે. આ ઉપરાંત નાઇજેરીયાના ગરીબો માટે તેમણે 50 કરોડ ડોલર જેટલી મદદ કરી છે. આ ઉપરાંત તેઓએ 50 હજાર અપંગ નાઇજેરીયન બાળકોને જયપુર ફૂટની મદદ પૂરી પાડી છે.

હાલ તેઓ નાઇજેરીયામાં શ્રેષ્ઠ આંખની હોસ્પિટલ ગરીબોની મફત સારવાર થાય તે માટે બનાવી રહ્યાં છે. આમ વિવિધ ક્ષેત્રમાં તેમની સખાવત અને નાઇજેરીયનને હરહંમેશ મદદ કરનાર મહુવાના નારણભાઈ જી. પટેલને નાઇજેરીયા સરકાર તરફથી શ્રેષ્ઠત્તમ નેશનલ એવોર્ડ 2014 પ્રેસિડેન્ટ ડૉ. ગુડલક ઇબેલે જોનાથન તરફતી 29 સપ્ટેમ્બર 2014ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.આ સમાચારથી મહુવા પંથકમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેમણે ભારત દેશને પણ અન્ય દેશનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ગૌરવ અપાવ્યું છે .

No comments: