મુખ્યમંત્રીશ્રી
દ્વારા આજે અમદાવાદમાં
એસ. જી. હાઇવે પર
નવનિર્મિત ગ્રેડ સેપ્રેટરનું લોકાર્પણ
· રૂ. ૬૪ કરોડના
ખર્ચે તૈયાર થયેલ થલતેજ-ગુરૂદ્વારા જંકશન નજીકનો ગ્રેડ સેપ્રેટર વાહન વ્યવહાર
સરળ બનાવશે ·
|
મહાપાલિકા-ઔડાના વિકાસ
કામોના લોકાર્પણ-ભૂમિપૂજન પણ શ્રીમતી આનંદીબહેનના હસ્તે કરાશે
....
મુખ્યમંત્રી
શ્રીમતી આનંદીબહેન પટેલ સોમવાર તા. ૬ ઓકટોબર-ર૦૧૪ના સાંજે સરખેજ-ગાંધીનગર હાઇ-વે
પર થલતેજ ગુરૂદ્વારા જંકશન નજીક તૈયાર કરાયેલા ગ્રેડે સેપ્રેટરનો લોકાર્પણ કરશે.
રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ
દ્વારા અંદાજિત રૂ. ૬૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલા આ ગ્રેડ-સેપ્રેટરને પરિણામે
વાહન યાતાયાત સુવિધામાં સરળતા રહેશે.
શ્રીમતી આનંદીબહેન પટેલ આ
લોકાર્પણ સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાના વિવિધ વિકાસ
કામો અંતર્ગત નવિનીકરણ થયેલ એમ. જે. લાયબ્રેરી, જોધપૂર વોર્ડમાં ર૪x૭ વોટર
સપ્લાય માટે ઓવરહેડ ટેન્ક, શાહવાડી વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન લોકાર્પણ તેમજ
બોડકદેવ વોર્ડના આર. એમ. એસ. તળાવ ડેવલપ કરવાના કામનું, ઔડા દ્વારા સરદાર પટેલ
રિંગરોડ પર ૬ લેન ઓવર બ્રીજનું અને EWS આવાસોનું ભૂમિપૂજન પણ સંપન્ન
કરવાના છે. મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ એસ.પી.રીંગ રોડ પર બસેરા પાર્ટી પ્લોટમાં
જાહેર સભા સંબોધશે.
.......
No comments:
Post a Comment