GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શહેરના પ્રોફેસર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

એશિયન રિસર્ચ સેન્ટર રાઉન્ડ ટેબલ ૨૦૧૪માં ભારતને રીપ્રેઝન્ટ કરાશે


એશિયન રિસર્ચ સેન્ટર ફોર રિલીજિયન એન્ડ સોશિયલ કમ્યુનિકેશન (એ.આર.સી.)ની યોજાનારી સાતમી કોન્ફરન્સ સેન્ટ જોન્સ  યુનિવર્સિટી બેંગકોકમાં આજથી ૨૩ ઓક્ટોબર દરમિયાન ગોઠવવામાં આવી છે. આ કોન્ફરન્સમાં મૂળ વિષય ધર્મ અને સામાજિક સંચાર  છે. આ કોન્ફરન્સમાં અમદાવાદ શહેરનાં ત્રણ પ્રોફેસર ડો. બિનોદ સી. અગ્રવાલ, ડો. મોહમ્મદ ઈરફાન ખાન અને પ્રોફેસર કોમલ વોરા  શાહ પોતાના સંશોધન પત્રો રજૂ કરશે અને વકતવ્ય આપશે.
અમદાવાદ શહેરમાંથી પ્રથમ વખત જ હિન્દુ, મુસ્લિમ અને જૈન એમ ત્રણ અલગ અલગ ધર્મના પ્રોફેસરો ભારતનું આ કોન્ફરન્સમાં  પ્રતિનિધિત્વ કરશે. એશિયામાં મીડિયાની ધર્મ અને ધામક પ્રવૃતિઓ પર શું અસર છે તે અંગેનાં રિસર્ચ પેપર રજૂ કરશે. એશિયન રિસર્ચ સેન્ટર રાઉન્ડ ટેબલ ૨૦૧૪માં ભાગ લેનાર ત્રણ પ્રોફેસરો પૈકી ડો. બિનોદ સી.  અગ્રવાલ Media and oral tradition of Hindu satsang: An analysis of shree shree ankulchandra avtar in tha indian  civilisation પર રિસર્ચ પેપર રજૂ કરશે. ડો. મોહમ્મદ ઈરફાન ખાન Islam and digital media technology: Perception and  challenges to religious communication પર રિસર્ચ પેપર રજૂ કરશે. આ ઉપરાંત પ્રોફેસર કોમલ વોરા શાહ New media to  promote religious communication in Jainism પર પોતાનું રિસર્ચ પેપર રજૂ કરશે.

GujaratSamachar

No comments: