GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતના માર્સ મીશનને ગૂગલની સલામ

મંગળયાનની સફળતાને એક મહિનો પુરો થયો

ગૂગલે ડૂડલ બનાવ્યુ




ભારતની મંગળયાન સફળતાને સર્ચ એન્જીન ગૂગલે પણ સલામ કરી છે.ગૂગલે પોતાના હોમપેજ પર મંગળયાનનુ ડૂડલ બનાવ્યુ છે.

આ ડૂડલમાં મંગળયાનની તસ્વીર મુકવામાં આવી છે.મંગળયાનને મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવાની ભારતની સિધ્ધિને એક મહિનો પુરો થઈ ચુક્યો છે.આ મીશનને ભારતના અવકાશી સંશોધનની સૌથી મહત્વની સફળતા મનાય છે.ભારત એવા ગણતરીના દેશોમાં શામેલ થયો છે જે મંગળ સુધી પહોંચી ચુક્યો છે.

ભારતે પહેલા જ પ્રયાસમાં મંગળ સુધી પોતાના યાનને પહોંચાડવામાં સફળતા મેળવી છે.

No comments: