બ્રિટન સરકારની ૧૩ કરોડ ડોલરના ખર્ચે યોજના
રણમાં સોલાર ફાર્મ ઊભું કરીને યુ.કે.ના ૨૫ લાખ ઘરોમાં વીજળી પહોંચાડવાની યોજના
બ્રિટન સરકારે વીજળીની અછતને પહોંચી વળવા એક દૂરંદેશીભર્યું પગલું ભરતા સહરાના રણમાં ૧૩ કરોડ ડૉલરના ખર્ચે સોલાર ફાર્મ ઊભું કરવાની યોજના તૈયાર કરી છે. આ યોજનાના ભાગરુપે સહારાના રણમાં ૧૦૦ સ્ક્વેર કિલોમીટરમાં ભવ્ય સોલાર ફાર્મ ઊભું કરવામાં આવશે. આ ફાર્મમાંથી પેદા થયેલી વીજળીને ૪૫૦ કિલોમીટર લાંબી સબમરિન કેબલની મદદથી યુ.કે.ના ૨૫ લાખ ઘરોમાં પહોંચાડવામાં આવશે. તુ-નુર નામે ઓળખાનારા આ સોલાર ફાર્મમાં કમ્પ્યુટર સંચાલિત હજારો મિરર ચોંટાડવામાં આવશે, જે સૂર્યમાંથી ગરમી લઈને સેન્ટ્રલ પાવરને આપશે. આ સેન્ટ્રલ પાવર સોલ્ટેડ પાઈપની મદદથી તમામ ગરમી ગ્રહણ કરી લેશે જેનો ઉપયોગ બ્રિટન કરશે. આ પ્રક્રિયામાં પાણીને ગરમ કરવા માટે ગરમ મીઠાનો ઉપયોગ કરીને વરાળ પેદા કરાશે. આ વરાળની મદદથી ટર્બાઈન ચલાવીને ઊર્જા પેદા કરાશે.
આ ફાર્મમાંથી પેદા થતી વીજળીને અન્ડરગ્રાઉન્ટ કેબલની મદદથી રોમ નજીકના સબસ્ટેશનમાં અને ત્યાંથી યુરોપિયન ઈલેક્ટ્રિસિટી નેટવર્કને પહોંચાડવામાં આવશે. બાદમાં મહાકાય ઈન્ટર કનેક્ટરની મદદથી વીજળીને બ્રિટન મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટના વડા ડેનિયલ રિચે જણાવ્યું હતું કે, આ ખૂબ જ મહાકાય યોજના દેખાઈ રહી છે, પણ ટેક્નોલોજીએ બધું જ શક્ય બનાવી દીધું છે. અમે એકવાર ફાર્મ ઊભું કરવાની જગ્યા નક્કી કરી લીધી હતી અને પછી તેની વ્યવહારુતા પણ ચકાસી લીધી હતી.
બાદમાં રોકાણકારોને મળીને આ યોજના અમલમાં મૂકી હતી.
ઉલ્લેખનીય છે કે, નવા કાયદા પ્રમાણે યુ.કે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા ડેવલપરોને આ પ્રકારના પ્રોજેક્ટ માટે મંજૂરી આપી રહ્યું છે. ભવિષ્યમાં બ્રિટનના લોકોને સસ્તી વીજળી મળે એ હેતુથી પણ સરકારે રિન્યુએબલ એનર્જી સોર્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Gujarat Samachar
No comments:
Post a Comment