GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સરદારના જીવનના પ્રેરક પ્રસંગો

અડધા કલાકમાં પલટાવ્યો ભારતનો નકશોઃ સરદારના જીવનના પ્રેરક પ્રસંગોઆગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ ઘટના હતી. સરદારની કુનેહ જોઈને વિશ્વના ભલભલા પંડિતો અને સાશકો મોંમાં આંગળા નાખી ગયા હતા. વિશ્વમાં કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો આવતો કે કોઈ મોટી લડાઈઓ કર્યા વિના પણ રાજાઓને લોકશાહીમાં ભેળવી શકે.
 
કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યં હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું.અડધા કલાકમાં પલટાવ્યો ભારતનો નકશોઃ સરદારના જીવનના પ્રેરક પ્રસંગો
(પુત્રી મણિબેન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ)
 
આવા સરદાર પટેલના પુત્રી મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ એક દિવસ મહાવીર ત્યાગીએ મજાક કરી, ‘‘તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડ 
ભારતની સ્થાપના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ આ સાંભળી 
સરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી.અડધા કલાકમાં પલટાવ્યો ભારતનો નકશોઃ સરદારના જીવનના પ્રેરક પ્રસંગો
(ગૃહ વિભાગમાં કાર્યરત સરદાર પટેલ)
 
નાયબ વડાપ્રધાન તરીકે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ ઓરંગઝેબ રોડ પર નં. 1 બંગલામાં રહેવા ગયા. મોભા પ્રમાણે સરકારી ખર્ચે ફર્નિચર વસાવવા વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ સાદગીના આગ્રહી સરદાર ફર્નિચરમાં વધુ પડતો ખર્ચ કરે છે એવો આક્ષેપ ન થાય તે માટે સરદારે વધારાનું ફર્નિચર સરકારમાં પાછું મોકલી દીધું અને થોડું ફર્નિચર રાખી બંગલામાં રહેવા લાગ્યા. એક મિત્રને ખબર પડતાં તેણે પોતાના ખર્ચે ફર્નિચર મોકલવાનું કહ્યું. પણ સરદારે ઇન્કાર કર્યો. છેવટે બહુ આગ્રહ કરી પોતાનું જૂનું કાઢી નાખવા જેવું ફર્નિચર સરદારના બંગલામાં મુકાવ્યું. પોતાની જરૂરિયાતો પર છૂટથી પૈસા ખરચતા આજના પ્રધાનો સરદારનું આ વર્તન ધ્યાનમાં રાખશે ખરા?અડધા કલાકમાં પલટાવ્યો ભારતનો નકશોઃ સરદારના જીવનના પ્રેરક પ્રસંગો
(પોતાના કામમાં વ્યસ્ત સરદાર વલ્લભભાઈ પટેલ)
 
વલ્લભભાઈ વિલાયતમાં જ્યાં રહેતા ત્યાંથી મિડલ ટેમ્પલ 11 માઇલ છેટું હતું. દરરોજ સવારે 11 માઇલ ચાલીને વલ્લભભાઈ લાયબ્રેરીએ જતા અને છેક ટેમ્પલની લાયબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય ત્યાં સુધી વલ્લભભાઈ એકલા વાંચતા હોય. પટાવાળો આવીને કહે : ‘સાહેબ ! બધા ગયા, ઊઠો’ ત્યારે તેઓ ઊઠે ! બપોરે દૂધ અને બ્રેડ મંગાવીને ત્યાં ને ત્યાં જ બેઠા બેઠા ખાઈ લે અને અભ્યાસ કરે. આ દિવસોમાં એમણે રોજ સત્તર સત્તર કલાક વાંચ્યું અને પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ 50 પાઉન્ડની સ્કાલરશીપ અને ચાર ટર્મની ફી માફી મેળવી.અડધા કલાકમાં પલટાવ્યો ભારતનો નકશોઃ સરદારના જીવનના પ્રેરક પ્રસંગો
(સરદાર વલ્લભભાઈ પટેલનો બાળપણની તસવીર)
 
એકવાર કિશોરાવસ્થા દરમિયાન વલ્લભભાઈને બગલગાંઠ નીકળેલી. ગાંઠ પર કાપો મૂકાવવા માટે વાળંદને બોલાવ્યો. કિશોર વલ્લભભાઈની ગાંઠ પર ધગધગતો સળિયો મૂકતા વાળંદનો હાથ પણ ધ્રુજી રહ્યો હતો ત્યારે તેમણે જાતે જ સળિયો લઈ ગાંઠ પર ચાંપી દીધો. આવી જ રીતે તેઓ વિલાયતમાં રહેતા હતા ત્યારે એક વખત એમને પગે વાળા નીકળ્યા. ઘણા સર્જનને એની ખબર પણ નહિ. બે - ત્રણ વખત આપરેશન કરાવવું પડ્યું. આપરેશન વખતે ‘એનેસ્થેટિક્સ’ (પીડાશામક) વાપરવાની ડાક્ટરે સૂચના આપી, પણ ડાક્ટરોને વલ્લભભાઈએ આગ્રહ કર્યો કે ગમે તેટલું દુ:ખ થાય તે સહન કરીશ, પણ ક્લોરોફોર્મ નહીં વાપરવા દઉં. ડાક્ટરો તાજ્જુબ થયા, પણ તેના આગ્રહને વશ થવાની ના પાડી. ‘આવો દરદી અમને પહેલી વાર મળ્યો છે,’ આવા નીડર હતા વલ્લભભાઈ.
અડધા કલાકમાં પલટાવ્યો ભારતનો નકશોઃ સરદારના જીવનના પ્રેરક પ્રસંગો
(બેરિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલ)
 
૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેન્સર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈની મોટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબિયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું હોસ્પિટલમાં જ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછી જ આપ્યા હતાં.

No comments: