પાયેર્રન: સ્વિટ્ઝરલેન્ડના પાયર્ને સ્થિત લશ્કરી હવાઈ મથકેથી સૂર્ય ઊર્જાથી સંચાલિત પહેલું વિમાન 1 માર્ચે ભારતની ધરતી ઉપર અમદાવાદ ખાતે ઉતરશે. વિમાન 6 માર્ચે વારાણસી પહોંચશે.અહીં એક સૈન્ય કેન્દ્ર ખાતે ભારતીય મુલાકાતી પત્રકારો સાથેની વાતચીતમાં બર્ટ્રાન્ડ પિક્કાર્ડ અને આન્દ્રે બોર્શબર્ગએ જણાવ્યું હતું કે,જો અમને ભારતીય સત્તાવાળાની મંજૂરી મળી જશે તો અમે માર્ચ-2015માં અમારા સૌર ઊર્જા સંચાલિત વિમાન વડે સમગ્ર વિશ્વની સર્વ પ્રથમ હવાઇયાત્રા દરમિયાન અમદાવાદ અને વારાણસીમાં ઉતરાણ કરીશું.
1999માં સમગ્ર વિશ્વની અટક્યા વિના એર-બલૂન વડે યાત્રા કરનાર 56 વર્ષીય પિક્કાર્ડે જણાવ્યું હતું કે તે તથા તેમની ટીમને ભારતનાં આ બે શહેરોમાં ઉતરાણ કરવાની મંજૂરી મળવાની આશા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિવિલ એવિયેશન મહાનિર્દેશક,વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સહિત વિભિન્ન ઓથોરિટી સાથે હાલ ચર્ચા ચાલી રહી છે અને અમને આશા છે કે મંજૂરી મળી જશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ સોલર ઇમ્પલ્સ નામક આ વિમાનને ચીનમાં પણ ઉતારવાની સંભાવના ચકાસી રહ્યા છે.
બોર્શબર્ગે જણાવ્યું હતું કે સોલર ઇમ્પલ્સ દિવસ દરમિયાન સૌર ઊર્જા પર કામ કરે છે,જ્યારે રાત્રે તે બેટરીઓ દ્વારા ઊડે છે. જે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી આપોઆપ ચાર્જ થાય છે.મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સ્નાતક અને શોખથી પાઈલટ બનેલા બોર્શબર્ગે જણાવ્યું હતું કે1,700થી વધારે સોલર સેલ ધરાવતી વિમાનની પાંખોનો ફેલાવો જંબો જેટ કરતાં પણ વધારે છેપણ તેનું વજન વાન કરતાં પણ ઓછું છે.
અબુધાબીથી ઊડનાર વિમાનનું પહેલું ઉતરાણ ભારતમાં
એક પાઈલટ ધરાવતું આ વિમાન લગભગ 1 માર્ચે અબુધાબીથી ટેક ઓફ કરશે તથા પોતાના પૂર્વની અને પ્રશાંત મહાસાગરની યાત્રા તરફ રવાના થતા પહેલાં તે ભારતમાં પોતાનું પહેલું ઉતરણ કરશે અને જુલાઇમાં અબુધાબીમાં પોતાનો પ્રવાસ પૂ્રો કરતા પહેલાં તે એટલાન્ટિક મહાસાગર પાર કરી દક્ષિણ યુરોપ જશે.

વિમાન આખો દિવસ અને રાત ઊડી શકશે
બોર્શબર્ગના જણાવ્યા પ્રમાણે અમર્યાદિત ઉડાન ક્ષમતા ધરાવતું આ સૌપ્રથમ વિમાન હશે કારણ કે તે 97 ટકા જેટલી દક્ષતા ધરાવતા એન્જિનના જોરે આખો દિવસ અને રાત ઊડી શકે છે. આ વિમાન 80 જેટલી કંપનીઓની ટેકનીકલ અને અન્ય સહાય લઇને તૈયાર કરાયું છે.

Divyabhaskar
No comments:
Post a Comment