સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ડોક્ટરો દ્વારા પહેલીવાર એક મૃત હૃદય’નું પ્રત્યારોપણ કરાયું છે. બ્રેનડેડ જાહેર કરાયેલા વયસ્ક વ્યક્તિનું હૃદય જ કોઈ અન્ય વ્યક્તિનાં શરીરમાં લગાવાય છે પણ ટ્રાન્સફર કર્યા પછી પણ તેમનું દિલ ધડકતું હોય છે.
જયારે આ કિસ્સામાં ડોક્ટરોએ એક ડેડ હાર્ટ એટલે કે મૃત હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું હતું. સિડનીની સેન્ટ વિન્સેટ હોસ્પિટલમાં ડોક્ટરોની એક ટીમે એક આવાં હૃદયનું પ્રત્યારોપણ કર્યું જેની ધડકન ૨૦ મિનિટ માટે અટકી ગઇ હતી, જે દર્દીનાં શરીરમાં આ હૃદય લગાવવામાં આવ્યું એ દર્દી પોતાને દશ વર્ષ વધુ યુવાન હોવાનું અનુભવી રહ્યો હતો. આ દર્દી એક યુવતી હતી.
પોતાને અલગ જ વ્યક્તિ હોવાનું અનુભવી રહી છે : તાનસિયો
૪૧ વર્ષિય તાનસિયો બે બાળકોની માતા છે. તેને પહેલી વાર હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેને પગલે તે લગભગ મૃત્યુના મુખમાં પહોંચી ગઈ હતી. જોકે ચમત્કારિક રીતે તેનો બચાવ થયો છે. જેણે કહ્યું હતું કે તે હવે પોતાને અલગ જ વ્યક્તિ હોવાનું અનુભવી રહી છે.
ધડકતું હૃદય માત્ર બ્રેનડેડ જાહેર કરાયેલી વ્યક્તિનાં શરીરમાંથી જ લઇ શકાય
મનુષ્યનાં શરીરમાં હૃદય જ ફક્ત એવું અંગ છે, જે ધડકન બંધ થવાના કિસ્સામાં ઉપયોગમાં લઈ શકાતું નથી. જયારે ધડકતું હૃદય માત્ર બ્રેનડેડ જાહેર કરાયેલી વ્યક્તિનાં શરીરમાંથી જ લઇ શકાય છે. ત્યારબાદ આ હૃદયને બરફમાં ચાર કલાક સુધી રાખવામાં આવે છે. અને પછી તેને જરૂરત મંદ દર્દીનાં શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.
હૃદય વિશે કરેલું સંશોધન આધુનિક મેડિકલ વિશ્વ માટે બહુ જ ઉપયોગી
સિડનીમાં આ ઓપરેશન દરમિયાન એક નવી ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો, જે હૃદયની ધડકન અટકી ગઇ હતી તેના હર્ટ ઇન અ બોક્સ નામનાં એક મશીનમાં ફરીથી ચાલુ કરાયું હતું. હૃદય વિશે કરેલું સંશોધન આધુનિક મેડિકલ વિશ્વ માટે બહુ જ ઉપયોગી સાબિત થયું છે. તેથી સાબિત થઇ ગયું કે, માણસ પોતે દુ:ખી થઇને બીજાના સુખનો દરવાજો ઉઘાડી શકે છે.
No comments:
Post a Comment