કમાટી બાગની મુલાકાતે દેશ-વિદેશના લોકોની આજે પણ ભારે ભીડ જોવા મળે છે
વડોદરામાં આવેલા કમાટી બાગમાં ભારતનો સૌથી મોટો ત્રિરંગો લહેરાશે. જેની કે જેની લંબાઈ 90 બાય 60 ફુટની રાખવામાં આવી છે. કમાટી બાગમાં સૌથી મોટો ત્રિરંગો લગાવવાની દરખાસ્ત વડોદરા કોર્પોરેશન સમક્ષ આવી હતી. જે દરખાસ્તને કોર્પોરેશને મંજૂરી આપતાં હવે કમાટી બાગમાં દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ થોડા દિવસોમાં લહેરાશે.
સંસ્કારી નગરી વડોદરાની યશકલગીમાં હવે થશે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે કારણ કે વડોદરા શહેરની મધ્યમમાં આવેલા કમાટી બાગમાં ભારતનો સૌથી મોટો ત્રિરંગો લહેરાવવા જઈ રહ્યો છે.
વડોદરાના કમાટી બાગની મુલાકાતે દેશ-વિદેશના લોકો આવતાં હોય છે. ત્યારે કમાટી બાગની મુલાકાત લઈને સહેલાણીઓ ખુશ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે બગીચાની મુલાકાત લેતા લોકોમાં દેશ પ્રેમની ભાવના વધે તે માટે હવે કમાટી બાગમાં દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. જેની લંબાઈ 90 બાય 60 ફુટની રાખવામાં આવી છે અને રાષ્ટ્રધ્વજની આસપાસના વિસ્તારને પણ શણગારવામાં આવશે જેના માટે 90 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે.
વડોદરાની મુલાકાતે આવતા લોકો કમાટી બાગની મુલાકાત લેવાનું ચુકતા નથી. જો કે હવે કમાટીબાગની મુલાકાત લેનારા લોકોમાં દેશ પ્રેમ અને દેશ ભાવના જાગે તે માટે 90 બાય 60ની લંબાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ત્યારે બગીચામાં કેટલા સમયમાં રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળશે તેની વડોદરાવાસીઓ રાહ જોઈ રહ્યા છે.
GujaratSamachar
No comments:
Post a Comment