GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલ

ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલ
(પુંસરી ગામના રસ્તા દરરોજ વાળીને ચોખ્ખા કરવામાં આવે છે)
 
મોદીએ જાહેર કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજનાની ડોક્યુમેન્ટ્રીમાં પુંસરીની કહાની
 
મહેસાણા:  ગામડામાં શહેર જેવી સાહ્યબી ભોગવતા સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામનો દેશમાં ડંકો વાગ્યો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં પુંસરી ગામનો ખાસ ઉલ્લેખ કરાયો હતો. દેશનું રોલ મોડેલ બનવા જઇ રહેલા આ ગામમાં વાઇ-ફાઇ કનેક્ટીવીટી, એરકન્ડીશન્ડ પ્રાથમિક શાળા, સીસીટીવી કેમેરા સહિ‌ત અનેકવિધ આધુનિક સગવડો લોકભાગીદારીથી ઊભી કરાઇ છે. નોંધપાત્ર છે કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ગામ તેમનું ડ્રીમ વિલેજ રહ્યું છે અને ૨૦૧૧માં દેશના શ્રેષ્ઠ ગામનો એવો‌ર્ડ‌ પણ મેળવી ચૂક્યું છે.
 
ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના
 
 નરેન્દ્રભાઇએ જાહેર કરેલી યોજનામાં પુંસરી ગામના તમામ પેરામીટ‌ર્સ સામેલ કરાયા છે. એકાદ મહિ‌ના પહેલાં ગ્રામવિકાસ મંત્રી નીતિન ગડકરી તેમજ અધિકારી– સમક્ષ ગામના વિકાસ અંગેની ડોક્યુમેન્ટરી રજૂ કરી હતી. આજે પણ પાંચ મિનિટની ડોક્યુમેન્ટરી રજૂ કરી હતી. આ ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના છે. - હિ‌માંશુભાઇ પટેલ, સરપંચ, પુંસરી
ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલસીસીટીવી કેમેરાથી સજ્જ ગામ

ગામમાં અમુક જગ્યાએ તથા શાળામાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. શાળાના દરેક વર્ગખંડમાં સીસીટીવી લાગેલા છે. જેના દ્વારા શિક્ષકોની એક્ટિવિટી પર પણ ધ્યાન રાખી શકાય છે. ઉપરાંત એકદમ ફૂલ્લી એસી આ સ્કૂલમાં દરેક બાળકને મફતમાં પુસ્તકો તથા નોટબુક્સ આપવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં વિવિધ જગ્યાએ માઈક ગોઠવવામાં આવ્યા છે. આ માઈક દ્વારા ગામમાં કંઈક ઈમર્જન્સી હોય ત્યારે સુચના આપવામાં આવે છે. જ્યારે બાકીના સમયમાં સવાર સાંજ ભક્તિ ગીતો સંભળાય છે. જ્યારે ગ્રામ પંચાયત વિવિધ સુચનાઓ આપવા આ સુવિધાનો ઉપયોગ કરે છે.

ગ્રામપંચાયતને મળેલા એવોર્ડ

ગામને કેન્દ્ર સરકાર તરફથી બેસ્ટ ગ્રામપંચાયતનો એવોર્ડ મળ્યો છે.  આ સ્પર્ધામાં 6 લાખથી વધારે પંચાયતો શામેલ થઇ હતી. ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ શ્રેષ્ઠ ગ્રામપંચાયતનો એવોર્ડ પુંસરી ગામને મળી ચૂક્યો છે. તે સિવાય રાજીવ ગાંધી ફાઉન્ડેશન તરફથી બેસ્ટ સરપંચનો એવોર્ડ પણ મળ્યો છે. રાજ્યની સ્વર્ણિમ સ્પર્ધામાં આ ગ્રામ પંચાયતને પ્રથમ ઇનામ મળી ચૂક્યુ છે. આ સિવાય પણ ઘણા નાના મોટા ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે.ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલR.O પ્લાન્ટ સુવિધા

ગામમાં પીવાનું પાણી શુદ્ધ મળી રહે એ માટે પંચાયત અને લોકભાગીદારી દ્વારા એક આરઓ પ્લાન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પ્લાન્ટ દ્વારા ગામના લોકોને સંપૂર્ણ શુદ્ધ પાણી મળી રહે છે. ગામના દરેક પરિવારને માત્ર 4 રૂપિયામાં 20 લિટર મિનરલ વોટર રિક્ષા મારફતે લોકોના ઘરે પહોંચાડવામાં આવે છે. જો ચાર રૂપિયા છુટ્ટા ન હોય તો કૂપન પણ આપવામાં આવ્યા છે. તે કૂપનના બદલામાં પણ પાણી લઇ શકાય છે. જો કોઇને ઠંડુ પાણી જોતુ હોય તો 6 રૂપિયામાં 20 લીટર ઠંડુ પાણી પણ આપવામાં આવે છે. તેના માટે ખાસ ફ્રીજ પણ પંચાયતે વિકસાવ્યુ છે. આ પાણી દરેક ઘરે પહોંચાડવા માટે પંચાયતે રિક્ષા પણ ખરીદી છે.

આ ઉપરાંત ગામમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની સુવિધા છે. સવાર અને સાંજ ગ્રામ પંચાયતના કર્મીઓ ઘરે ઘરે આવીને કચરો એકઠો કરી જાય છે. પરિણામે ગામમાં ક્યાંય કચરોનું નામોનિશાન જોવા મળતું નથી. ગામમાં દરેક જગ્યાએ સ્ટ્રીટલાઈટની સુવિધા છે.ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલઅસ્થિબેંકની સેવા
 
ગામમાં કોઈનું સ્વજન અવસાન પામે એટલે તેનાં અસ્થિ સાચવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિનામુલ્યે એક અસ્થિબેંકની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ અસ્થિબેંકમાં અવસાન પામેલાના અસ્થિ એકઠાં થાય છે અને વર્ષનાં અંતે એ અસ્થિને હરિદ્વાર ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. જ્યાકે અવસાન પામેલાના કુટુંબને એક મૃતકનો એક ફોટો તથા ગંગાજળ વિનામુલ્યે આપવામાં આવે છે.

ગામમાં અન્ય આધુનિક સુવિધાઓ

શહેરને પણ ટક્કર આપે એવા આ ગામમાં શહેરથી ઉતરતી કોઈ સુવિધાઓની કમી નથી. ગામમાં બેંકીંગ સુવિધા, ઘરે ઘરે ટેલિફોનિક સુવિધા, ઈન્ટરનેટ, આરઓ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પેયજળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, તથા આંગણવાડી જેવી સુવિધાઓ તો છે જ. સાથે સાથે ગામમાં અત્યાધુનિક શોપિંગ સેન્ટર પણ છે. જ્યાં ગામના લોકો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકે છે.ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલપુંસરીના આગામી વિકાસલક્ષી આયોજનો

હિમાશુંભાઈ પુંસરીના વિકાસલક્ષી આયોજનની વાત કરતા જણાવે છે કે સરકારી સ્કુલમાં સીસીટીવી કેમેરા છે, વર્ગ ખંડો સેન્ટ્રલ એસીની યોજના છે. તેના માટે એલજી કંપનીને વર્ક ઓર્ડર આપવાનો છે. અને તેનો 13 થી 14 લાખનો ખર્ચો ગ્રામ પંચાયત ભોગવશે. તેમજ વીજળીના બિલ અંગે શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી મળી ગઇ છે, અને વીજળી નો બિલ સરકાર ચૂકવશે. પુંસરીમાં પાંચ પ્રાઇમરી સ્કુલ છે. અમુક બાળકોના ઘરે પીવાના પાણીનુ ફ્રીજ નથી, પણ તેઓ હવે એસી માં ભણાવવના છે. ઉદ્દેશ્ય એ છે કે સરકારી શાળાનુ સ્તર પ્રાઇવેટની સમકક્ષ લાવી દેવામાં આવે.

મુવેબલ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ

આ કોન્સેપ્ટ અંતર્ગત એક રિક્ષા પંચાયતે લીધી છે, જેમાં પુસ્તકો રહી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ગામમાં તે રિક્ષાનો રૂટ નક્કી કરી દેવામાં આવ્યો છે. તે પ્રમાણે તે અલગ અલગ જગ્યાએ પુસ્તકો લઇને જશે, જ્યાં લોકો પુસ્તકો વાંચી શકે છે. અત્યારે તો ચૂંટણી આચારસંહિતાના લીધે આ કામ થઇ શક્યુ નથી, પણ ચૂંટણી પછી આ પ્રોજેક્ટ શરુ કરી દેવામાં આવશે તેમ સરપંચે જણાવ્યુ હતુ.ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલગામની મુલાકાત માટે સેલિબ્રિટી અને નેતાઓની લાઈન

ગામની શાખ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ અને દુનિયામાં પ્રસરી છે. ગુજરાત રાજ્યના મંત્રીઓ તથા વિવિધ નેતાઓ તો અહીં નિયમિત રીતે મુલાકાત લે જ છે. પરંતુ આ સિવાય ઘણા વિદેશીઓ પણ આ ગામથી પ્રભાવિત થઈને ગામની મુલાકાત અચૂક લે છે. સરપંચ હિમાંશુભાઈ જણાવે છે કે ‘દર અઠવાડિયે આ ગામની મુલાકાતે 200 થી 300 પ્રતિનિધિ મંડળ આવે છે. જેમાં વિદેશના લોકો પણ શામેલ છે.’ તાજેતરમાં જ દક્ષિણના ફિલ્મ અભિનેતા નાગાર્જુન પણ અહી આવ્યા હતા અને ગામનો વિકાસ જોઇ ખૂબ પ્રભાવિત થયા હતા.

જો કે આમ છતા એક ફરિયાદ કરતા સરપંચ કહે છે ‘ગામનો વિકાસ જોઈને કેન્યા અને આંધ્રના પ્રતિનિધીઓ તથા નામાંકિત લોકો ગામની મુલાકાત લે છે અને એક વિકાસ મોડલ તરીકે અપનાવે છે. પરંતુ આસપાસના ગામોમાં આની કોઈ અસર વર્તાતી નથી. દેશ દુનિયાના લોકો આમાંથી પ્રેરણા લે છે પરંતુ પાડોશીઓને કંઈ ફેર પડતો નથી.’
ગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલગુજરાતના આ ગામનો દેશમાં વાગ્યો ડંકો: બન્યું દેશનું રોલમોડેલ

Divyabhaskar.com

No comments: