GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારત 3D ઇમેજની ક્ષમતા ધરાવતું માઇક્રોસ્કોપ બનાવવામાં સફળ

નેનો મટીરિયલ ક્ષેત્રે સંશોધન કરવામાં આ આછું ખર્ચાળ માઇક્રોસ્કોપ મહત્ત્વપૂર્ણ ભૂમ


(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૧
જીવ વિજ્ઞાાનના ક્ષેત્રમાં સંશોધનને વેગ આપવા માટે ભારતમાં સ્વદેશી અને ઓછા ખર્ચાળ કોન્ફોકલ માઇક્રોસ્કોપનો વિકાસ કરવામાં આવ્યો છે. આ માઇક્રોસ્કોપની મદદથી ત્રિ પરિમાણીય ઇમેજ મેળવી શકાશે.
પરંપરાગત માઇક્રોસ્કોપ દ્વિ પરિમાણીય ઇમેજ આપે છે પરંતુ કોન્ફોકલ માઇક્રોસ્કોપ થ્રી ડી ઇમેજ આપવામાં સક્ષમ છે.
નેનો મટીરિયલ અને જીવ વિજ્ઞાાનને સંબધી વસ્તુઓ સમજવા માટે આ માઇક્રોસ્કોપ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. અત્યાર સુધી ભારતમાં આ માઇક્રોસ્કોપ ખૂબ જ ઓછી લેબોરેટરી પાસે ઉપલબ્ધ છે કારણકે આવા માઇક્રોસ્કોપની કિંમત ખૂબ જ વધારે હોય છે.
ભારતમાં આ માઇક્રોસ્કોપનો વિકાસ સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડ્રસ્ટ્રીયલ રિસર્ચની સંશોધન સંસ્થા સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(સીજીસીઆરઆઇ), કોલકાતા અને વિનિશ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે.
સીજીસીઆરઆઇના ડાયરેક્ટર કમલદાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાાનિકો પર્દાથની સ્પેક્ટ્રોસ્કોપિક વર્તણૂક પણ સમજવા માગે છે અને આ બ્રોડ સ્પેક્ટ્રમ કોન્ફોકલ માઇક્રોસ્કોપ દ્વારા જ શક્ય બની શકે તેમ છે.

No comments: