GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

મંગળ પર સંશોધનો કરવા માટે ભારત-અમેરિકા સહકાર સાધવા સંમત

નાસા અને ઈસરો વચ્ચે બે કરાર થયા


નાસા-ઈસરો માર્સ વર્કિંગ ગુ્રપની સ્થાપના થશે ૨૦૨૦માં NISSAR મિશનની વિચારણા
(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા. ૧
ભારત અને અમેરિકાએ મંગળ ઉપર સંશોધનો કરવા અવકાશયાનો મોકલ્યા બાદ હવે પછીના સંશોધનો સહકારથી કરવા સંમત થયા છે. અમેરિકાએ જણાવ્યા મુજબ આ સહકારથી બંને દેશોને ફાયદો થશે અને વિશ્વને તેનો લાભ મળશે.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના વડા ચાર્લ્સ બોલ્ડન અને ઈસરોના ચેરમેન કે. રાધાક્રિશ્નને ટોરોન્ટો ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ઓસ્ટ્રોનોટિકલ કોંગ્રેસની બેઠક દરમિયાન કરાર પર સહીઓ કરી હતી. આ કરાર મજુબ નાસા-ઈસરો માર્સ વર્કિંગ ગુ્રપની સ્થાપના થશે અને મંગળ ઉપરના સંશોધનો અંગે સહકારની રૃપરેખા નક્કી થશે.
બંને દેશોએ ૨૦૨૦માં છોડાનારા નાસા-ઈસરો સિન્થેટિક એપેર્ચર રડાર અંગે પણ કરારો કર્યા હતા.
નાસાએ જણાવ્યું હતું કે આ બે કરાર થયા બાદ નાસા અને ઈસરો પરસ્પર સહકારથી સંશોધનો કરશે અને વિશ્વને તેનો લાભ આપશે.
દર વર્ષે એક વાર નાસા અને ઈસરોના વિજ્ઞાાનીઓની બેઠક મળી મહત્વના કાર્યક્રમો ઘડવામાં આવશે.
નાસા અને ઈસરોના વિજ્ઞાાનીઓ હાલમાં છોડાયેલા અમેરિકી માવેન અને ભારતના મોમ મંગળયાનો વચ્ચે સહકારનું પૃથક્કરણ ઉપરાંત આગામી સંશોધનો અંગે પણ ચર્ચા કરશે.

No comments: