GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગુજરાતી મૂળના નાદિર પટેલ ભારતમાં કેનેડાના રાજદૂત

ગુજરાતી મૂળના નાદિર પટેલ ભારતમાં કેનેડાના રાજદૂત

નાદિર ભારત અને કેનેડાના સબંધોને વધુ મજબૂત બનાવવા તત્પર


(પીટીઆઇ)     ટોરોન્ટો, તા.૧૧
 ભારતમાં કેનેડાના હાઇ કમિશનર તરીકે ભારતીય મુળના ઇન્ડો-કેનેડિયન નાદિર પટેલેની નિમણુંક કરવામાં આવી છે જે એ તરફનો સંકેતો છે કે હવે કેનેડા પણ ભારત સાથે સારા સબંધો બાંધવા ઇચ્છે છે.૪૪ વર્ષના પટેલની નિમણુંકની જાહેરાત વિદેશી બાબતોના પ્રધાન જ્હોન બાઇર્ડ અને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી એડ ફાસ્ટે કરી હતી.
' પ્રજાસત્તાક ભારતમાં કેનેડાના નવી હાઇ કમિશનર તરીકે નાદિર પટેલની નિમણુંકની જાહેરાત કરતાં અમને ખૂબ આનંદ થાય છે'  કેનેડાના એમ વિદેશી બાબતો,વેપાર અને વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં જન્મેલા નાદિર પટેલ ભારત-કેનેડા વચ્ચે સબંધો વધુ મજબૂત બનાવમાં મદદરૃપ બનશે એવું મનાય છે.ખૂબ નાની વયે તેઓ તેમના માતા-પિતા સાથે કેનેડા આવ્યા હતા અને ખૂબ જ સારી રીતે ગુજરાતી બોલે છે. તેમણે લંડન અને અમેરિકામાં અભ્યાસ કર્યો હતો.
' પટેલ પાસે અનુભવ છે અને તેઓ  દ્વીપક્ષી વેપાર તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહિતના ભારત તેમજ કેનેડાના સબંધોને વધુ મજબૂત બનાવશે' એમ તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી ચીનમાં કેનેેડાના કોન્સુલર-જનરલ તરીકે રહી ચુકેલા પટેલ સ્ટુઅર્ટ બેકની જગ્યાએ આવે છે.
ભારત સાથેની ભાગીદારીમાં કેનેડા માટે ઉચ્ચ કક્ષાએ ભાગીદારી કરવી એ કેનેડાની પ્રાથમિકતા છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
' આ માટે બન્ને પ્રધાનો  દ્વીપક્ષી મંત્રણાઓ માટે હવે  ૧૩-૧૪મી ઓકટોબરે એક પ્રતિનિધી મંડળ સાથે ભારતની મુલાકાતે જશે' એમ તેમણે કહ્યું હતું. પટેલ પણ તેમની સાથે જ ભારત આવશે.

No comments: