GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

જાણવા જેવું

  • અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
 
  • સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ગણો ભારે છે.
 
  • રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજનકરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
 
  • કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
 
  • નેપોલીયન બિલાડીઓથી બહુડરતો !
 
  • સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડેજ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી,પણ શિકારીને પકડવાના દાંત હોય છે.
 
  • લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી૨૦૦ વર્ષનું ગણાય છે.
 
  • લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.
 
  • લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાયછે.
 
  • દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
 
  • લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી,તેનો નાશ કરી શકતા નથી

No comments: