GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ પહેલાની તૈયારી

હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ પહેલાની તૈયારી!

પહેલી જ વખત જાહેર થયેલી તસવીરો બતાવે છે, અણુશસ્ત્રોની અંદરુની હકીકત

બોમ્બ ફેંકતા પહેલા અમેરિકાએ ભુગર્ભમાં સાચવી રાખ્યો હતો

અમદાવાદ, ઓક્ટોબર 9, 2014
જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર 1945ની 6ઠ્ઠી અને 9મી ઓગસ્ટે અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા હતાં. અણુશસ્ત્રોના પહેલાં અને છેલ્લા ઉપયોગોનો એ પ્રસંગ જાણીતો છે. પરંતુ તેની કેટલીક દુર્લભ તસવીરો હવે અમેરિકાએ જાહેર કરી છે, જે અત્યાર સુધી ગુપ્ત રખાઈ હતી. એ તસવીરો ખ્યાલ આપે છે, અણુ હુમલા પહેલાં કેવી તૈયારી થઈ હતી તેનો..

સૈન્ય અધિકારીઓ બોમ્બના પેકિંગનું માપ લઈ રહ્યાં છે. એ પેકિંગ બાદમાં જાપાન પાસે પ્રશાંત મહાસાગરમાં આવેલા ટિનિઆન ટાપુએ મોકલાયુ હતું, જ્યાં અણુ શસ્ત્રો સચવાયેલા હતાં.

લીટલ બોય નામનો બોમ્બ 6ઠ્ઠી ઓગસ્ટે હિરોશિમા પર ફેંકાયો હતો. તેની આંતરીક રચના કેવી હતી, તેનો અછડતો ખ્યાલ આ તસવીરમાં મળી રહે છે. વાયરીંગ દ્વારા બોમ્બના ચાર્જિંગ સાધનો તપાસાઈ રહ્યાં છે.

ફેટબોય નામનો આ બોમ્બ 9મી ઓગસ્ટે નાગાસાકી પર ફેંકાયો હતો. નામ પ્રમાણે જ એ લિટલ બોય કરતાં કદાવર હતો. ટ્રાન્સપોર્ટ થવા માટે વિમાનમાં ગોઠવાય એ પહેલા ટેકનિશિયન અંતિમ ચેકિંગ કરી રહ્યો છે.

વિમાન દ્વારા ટિનિઆન ટાપુ સુધી પહોંચ્યા પછી પહેલેથી તૈયાર કરેલા મોડિફાઈડ ટ્રક પર બોમ્બ ગોઠવાયો હતો. ત્યાંથી ગુપ્ત રીતે બોમ્બને એરફીલ્ડ સુધી લઈ જવાયો હતો. જ્યાંથી જરૃર પડ્યે ફાઈટર વિમાનમાં ગોઠવી તેનો પ્રહાર કરવાનો હતો.

આ રીતે ટ્રકમાં પડદો પાડીને આગળ પાછળ સુરક્ષા વાહનો સાથે બોમ્બની આગળની સફર ચાલી હતી. અહીંથી બોમ્બ એરફિલ્ડ તરફ જઈ રહ્યો છે.

બોમ્બને ગોઠવવા એટલે કે સલામત રીતે સંતાડી રાખવા માટે ભુગર્ભમાં ટાંકી જેવો ખાડો તૈયાર કરાયો હતો.

બોમ્બ લઈને આવતો ટ્રક સીધો જ અલગ પડીને ખાડા પર ગોઠવાઈ નીચે ઉતરી જાય એવી વ્યવસ્થા કરાઈ હતી. એટલે કામદારોએ બોમ્બને હાથ અડાડવાનો થતો જ ન હતો.

હુમલાના સમયે વિમાન સીધુ ખાડા ઉપર ગોઠવી, વિમાનનું ભંડકિયુ ખોલીને તેેમાં બોમ્બ પાતાળમાંથી પ્રગટ થતો હોય એ રીતે મુકી દેવાયો હતો. એ પછી વિમાન જાપાનની દિશામાં રવાના થયુ હતું.


કોઈ રીતે યુદ્ધનો અંત નથી આવતો એવુ લાગતા અંતે અમેરિકાએ એક પછી એક બે પરમાણુ હુમલાઓ કર્યા હતાં, જેના મશરૃમ વાદળો આકાશમાં હજારો ફીટ ઊંચે પહોંચ્યા હતાં. એ પછીનો ઈતિહાસ જાણીતો છે.

No comments: