Breaking News
|
શીઓમી મોબાઈલ વાપરવા સામે ભારતીય વાયુસેનાની ચેતવણી
ફોનનો ડેટા ચીનના સર્વરમાં પહોંચતો હોવાનો આક્ષેપ
ભારતમાં ધૂમ વેચાઈ રહેલા શીઓમી મોબાઈલના ડેટા ચીન પહોંચી જતા હોવાની ચેતવણી ભારતીય વાયુસેનાએ આપી છે.
વાયુસેનાનુ કહેવુ છે કે ચીનની આ કંપનીનો સ્માર્ટફોન લોકોની પ્રાઈવસી પર ખતરો ઉભો કરી રહયો છે.કારણકે આ ફોન વાપરનાર પોતાનો જે ડેટા સ્ટોર કરે છે તે ડેટા ચીનમાં કંપનીના સર્વરમાં સ્ટોર થઈ જાય છે.ચીનમાં લોકશાહી છે નહી એટલે ગમે ત્યારે ચીનની સરકાર આ ડેટા આપવા કંપનીને ફરજ પાડી શકે છે.
જોકે શીઓમીનુ કહેવુ છે કે વપરાશકારોનો ડેટા સુરક્ષીત રહે છે અને ક્લાઉડ સેવામાંથી જેને બહાર જવુ હોય તે જઈ શકે છે.કંપની પોતાનુ સર્વર ચીનની બહાર લઈ જઈ રહી છે.જે કદાચ અમેરિકા અથવા સીંગાપુરમાં મુકવામાં આવશે.
જોકે ભારતીય વાયુસેનાએ પોતાના અધિકારીઓ તેમજ સૈનિકોને આ ફોન વાપરવા સામે ચેતવણી આપી છે.
No comments:
Post a Comment