રુસવેલ – ૫૭ વર્ષિય કમ્પ્યૂટર સાયન્ટિસ્ટે અત્યાર સુધીનો સૌથી મોટો જમ્પ કરીને પેરાશૂટ જમ્પિંગમાં નવો રેકોર્ડ બનાવી દીધો છે. શુક્રવારે ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટે એલન ઈયુસ્ટેસે વ્યક્તિગત ડાઇવિંગ કરતા અહીંના એરપોર્ટ નજીક ૩૫૦૦૦ ક્યુબિક ફીટના હિલિયમ બૂલનમાંથી સૌથી મોટી છલાંગ લગાવી હતી. આ સાથે તેમણે ઝડપી પેરાશૂટ જમ્પિંગનો બે વર્ષ પૂર્વેનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
એલેનનું બલૂન બે કલાકના ટૂંકા ગાળામાં પ્રતિ મિનિટ ૧૬૦૦૦ની ફીટની સ્પીડે અંતરિક્ષમાં ૨૫ માઇલ ઉંચે ઉડ્યું હતું. આ દરમિયાન તેમણે લાઇફ સપોર્ટ સિસ્ટમ માટે ખાસ એરક્રાફ્ટનો સહારો લીધો હતો. તેઓ જમ્પ કર્યાના માત્ર ૧૫ મિનિટમાં પૃથ્વી પર પરત ફર્યા હતા.
એલેને પોતાના આ અનુભવને અદ્દભૂત ગણાવ્યો. તેમણે કહ્યું ”તમે અંતરિક્ષની કાળાશ અને પૃથ્વીના વાતાવરણના અવરણોને નિહાળી શકો છે, જે મેં આ પહેલા ક્યારેય જોયા ન હતા”
ઈયુસ્ટેસે તેમની જાતને એક વિસ્ફોટક ડિવાઇસની મદદથી બલૂનથી છૂટા પાડ્યા હતા. તેઓ ૮૨૨ માઇલ પ્રતિ કલાકની ગતિથી પૃથ્વી પર પરત ફર્ય હતા.
”તે સાવ જંગલી સવારી હતી, હું એક સાધન પર લટકી રહ્યો હતો અને મારા પગ તે સાધનને ચોટેલા હતા અને મારુ માથુ હવામાં લટકી રહ્યું હતું.
ગૂગલની ટેક્નિકલ ટીમે કાર્બન ફાઇબરની મદદથી એક સાધન બનાવ્યું હતું. જેને મેઈન પેરેશૂટથી જોડવામાં આવ્યું હતું. અંદાજે સવા ચાર મિનિટની તેમની આ ઉડાન દરમિયાન તેમણે મુખ્ય પેરાશૂટ ખોલવાનું અને લોંચિંગ સાઇટથી ૭૦ માઇલની સફર પૂરી કરવાની હતી.
ઈયુસ્ટેસે અંતરિક્ષમાં અંદાજે ૧૩૫૯૦૮ ફૂટની ઉંચાઈથી આ કૂદકો લગાવ્યો હતો.
આ પૂર્વેનો ઓસ્ટ્રેલિયન ડેરડેવિલ ફેલિક્ષ બાઉમગાર્ટ્નરનો રેકોર્ડ ૧૨૮૧૦૦નો હતો, જે તેણે ૧૪ ઓક્ટોબર, ૨૦૧૨માં બનાવ્યો હતો.
અશ્ચર્યની વાત તો એ છે કે ઈયુસ્ટેસે તેમણે અંતરિક્ષ સિવાય આ જમ્પિંગ દરમિયાન કોઈ જ પ્રકારના સેફ્ટી સાધનોનો ઉપયોગ કર્યો ન હતો. પોતાની ટીમ સાથે મળીને તેમણે ત્રણ વર્ષથી આ જમ્પ માટે સઘન અભ્યાસ અને સંશોધનો કર્યા હતા.
ગૂગલ દ્વારા પ્રોજેક્ટને સ્પોન્સર કરવાની ઓફર પણ તેમણે ફગાવી દીધી હતી.
ઈયુસ્ટેસ અંતરિક્ષ વિજ્ઞાની છે, તેઓ ક્વાર્લાન્ડો, ફ્લોરિડામાં ઉછર્યા છે. છેલ્લા પંદર વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા છે.
No comments:
Post a Comment