એમબીએ-એમસીએમાં પ્રવેશ માટેની સીમેટ એટલે કે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં ગુજરાતનો વિદ્યાર્થી ગૌરવ દવે ૩૨૩ માર્કસ સાથે દેશમાં પ્રથમ નંબરે આવ્યો છે.
સપ્ટેમ્બર ૨૦૧૪ની આ પરીક્ષામાં ૫૩ હજાર વિદ્યાર્થીઓમાંથી ૪૩૨૧૨ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં ટોપ ૧૧ વિદ્યાર્થીઓ ૩૦૦ માર્કસ સુધીના સ્કોરમાં છે તેમજ ૪૦ વિદ્યાર્થીઓને નેગેટિવ માર્કસ આવ્યા છે.એઆઈસીટીઈ દ્વારા દર શૈક્ષણિક વર્ષમાં સપ્ટેમ્બર અને ફેબુ્રઆરી એમ બે વાર સીમેટ લેવાય છે.
દેશમાં આવેલી ૫૦૦થી વધુ ટોપ બીઝનેસ સ્કૂલોમાં એમબીએ પ્રવેશ માટે સીમેટના સ્કોરને ધ્યાને લેવાતો હોઈ અને હાલ દેશમાં ગુજરાત સહીત પાંચ રાજ્યોએ સીમેટના સ્કોરને લાગુ કરેલ છે.
મહત્વનું છે કે ગુજરાતમા એમબીએ- એમસીએ બંનેમાં પ્રવેશ માટે સીમેટના સ્કોરને જ ધ્યાને લેવાય છે અને એમબીએ-એમસીએમા પ્રવેશ માટે સીમેટ ફરજિયાત છે. સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી એમ બંને પરીક્ષામાંથી વિદ્યાર્થીઓ બંને અથવા કોઈ એક આપી શકે છે. જે સ્કોર વધુ હોય તે ધ્યાને લેવાય છે.
એઆઈસીટી દ્વારા ૨૦૧૫ -૧૬ના વર્ષ માટે ગત ૨૫થી૨૮મી સપ્ટેમ્બર સુધી દેશભરમાં સીમેટ લેવાઈ હતી. જેમાં ગત સપ્ટેમ્બર અને ફેબુ્રઆરીની સરખામણીએ વિદ્યાર્થીઓ ખૂબ જ ઘટતા માંડ ૫૩ હજાર જેટલા જ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૪૩૨૧૨ વિદ્યાર્થીઓનું ફાઈનલ મેરિટ લિસ્ટ આજે એઆઈસીટી દ્વારા પરિણામ સાથે જાહેર કરાયું છે.
મહત્વનું છે કે ૪૦૦ માર્કસમાંથી ૩૨૩ સ્કોર સાથે ગુજરાતી ગૌરવ દવે દેશમાં પ્રથમ નંબરે આવ્યો છે. હાઈએસ્ટ સ્કોર ગત ફેબુ્રઆરીના પરિણામની સરખામણીએ વધુ રહ્યો છે. છેલ્લા ત્રણ પરિણામો જોઈએ તો ફેબુ્રઆરી ૨૦૧૩માં ૪૦ હજાર વિદ્યાર્થીઓ હતા અને હાઈએસ્ટ સ્કોર ૩૭૬ હતો, ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૩માં ૬૪,૫૩૪ વિદ્યાર્થીઓ અને હાઈએસ્ટ સ્કોર ૩૨૬ તેમજ ફેબુ્રઆરી ૨૦૧૪માં ૪૫ હજાર વિદ્યાર્થીઓ અને હાઈએસ્ટ સ્કોર ૩૧૭ હતો.
આ વર્ષે સપ્ટેમ્બરમાં બે વિદ્યાર્થીઓને ૧૦૦ પર્સેન્ટાઈલ છે જ્યારે ૧૦૦ સ્કોર ધરાવતા ૧૯,૪૧૫ વિદ્યાર્થીઓ છે જ્યારે ૪૦ વિદ્યાર્થીઓને માઈનસ સ્કોર છે તેમજ ૧૨૪ વિદ્યાર્થીઓને ઝીરો સ્કોર છે.
No comments:
Post a Comment