- અતનુ ચક્રવર્તી GSPCના MD તરીકે નિમાયા
- નંદાના સ્થાને જી.આર.અલોરિયાને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોના ચાર્જ
- એસ. કે. નંદા વડોદરામાં GSFCના CMD તરીકે નિમાયા
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ પદે આઈએએસ ડી. જે. પાંડિયનની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ નિવૃત થતા 1981 બેચના આઈએએસ અને હાલ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે રહેલા ડી.જે.પાંડિયન તેમનું નવું સ્થાન લેશે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના નવા ચીફ સેક્રેટરી પદ માટે જેમનું નામ ચર્ચામાં હતુ તે ગુજરાત કેડર આઈએએસ એસ. કે. નંદાને વડોદરામાં GSFCના CMD તરીકે નિમાયા છે. નંદા હાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત છે.
હાલ મુખ્ય સચિવ વરેશ સિંહાને પહેલા એપ્રિલ મહિનામાં અને ત્યાર બાદ જુલાઈ મહિનામાં એમ બે વખત ત્રણ-ત્રણ મહિનાના એક્સ્ટેન્શન આપવામાં આવ્યા હતા. હવે વધુ એક એક્સ્ટેન્શન આપવા માટે કેન્દ્ર સરકારે વિશેષ ઓર્ડર પસાર કરવા પડે અને એ માટે રાજ્ય સરકાર તરફથી કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી.
પરિણામે, સચિવાલય અને ખાસ કરીને આઈએએસ લોબીમાં નવા મુખ્ય સચિવની નિયુક્તી ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે ડી.જે. પાંડિયનના નામની જાહેરાત થતા ચર્ચાનો અંત થયો છે. આ સિવાય આઈએએસ અતનું ચક્રવર્તીને GSPCના MD જ્યારે ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ એસ. કે. નંદાનો વધારાનો ચાર્જ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્યસચિવ જી.આર.અલોરિયાને સોપાયો છે.
No comments:
Post a Comment