GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

પૈટ્રિક મોદિયાનોને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર

ફ્રાન્સનાં લેખક પૈટ્રિક મોદિયાનોની આજ રોજ સાહિત્યના નોબેલ પુરસ્કાર તરીકે તેમની પસંદગી થઇ છે. આ ઘોષણા આજે સ્વીડનની નોબેલ પુરસ્કાર એકેડેમી તરફથી કરવામાં આવી છે. એકેડમીની ઘોષણામાં કહેવામાં આવ્યું હતુ કે, પુરસ્કારમાં 11 લાખ ડોલરની રકમ છે. આ વર્ષેનો આ ચોથો નોબેલ પુરસ્કાર છે. આ પુરસ્કાર લોકોને 1901થી વિજ્ઞાન સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કાર્ય માટે આપવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, માઇક્રોસ્કોપથી પહેલા કરતા પણ વધારે સૂક્ષ્મ વિવરણને જોવાની નવી રીતને વિકસાવવા માટે અમેરીકાના બે અને જર્મનીના એક વૈજ્ઞાનિકને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓપ્ટિલક માઇક્રોસ્કોપ ટેક્નોલોજીને નવી ઊંચાઈ પર પહોંચાડવાનાં મહત્ત્વપૂર્ણ સંશોધન માટે જર્મનીના સ્ટિફન ડબ્લ્યૂ હેલ અને અમેરિકાના એરિક બેટઝિગ તથા વિલિયમ મોએર્નરને વર્ષ ૨૦૧૪નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અપાયું હતુ. સ્ટિફન હેલ જર્મનીના ગોટ્ટીનજેનસ્થિત મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોફિઝિકલ કેમેસ્ટ્રી, એરિક બેટઝિગ એશબર્નસ્થિત હોવર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટયૂટ અને વિલિયમ મોએર્નર સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના સંશોધક છે. તેમણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ સમક્ષ રહેલા તમામ પડકારો દૂર કરી નેનોસ્કોપમાં તબદિલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરતાં રોયલ સ્વિડીશ એકેડેમી ઓફ સાયન્સીઝે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કેટલીક ધારી લીધેલી મર્યાદાઓને કારણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપીમાં વિકાસ થઇ રહ્યો નહોતો. એમ માનવામાં આવતું હતું કે તે ક્યારેય પ્રકાશની અડધી વેવલેન્થ કરતાં વધુ સારું રિઝોલ્યુશન પ્રાપ્ત કરી શકશે નહીં પરંતુ ૨૦૧૪ના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતાઓએ ફ્લોરેસન્ટ મોલિક્યૂલ્સની મદદથી આશ્ચર્યજનક રીતે આ મર્યાદાઓ દૂર કરી હતી. તેમની આ અદ્વિતીય સિદ્ધિએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપીને નેનો પરિમાણ આપ્યું છે. ત્રણેય વિજ્ઞાાનીઓને સુપર રિઝોલ્વ્ડ ફ્લોરેસેન્સ માઇક્રોસ્કોપીના વિકાસ માટે સન્માનિત કરાયા હતા.

No comments: