GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતીય મૂળના અજિતા રાજીની સ્વીડનમાં રાજદૂત તરીકે નિમણુક કરાઇ

Ajita raji ambassador Sweden
ભારતીય મૂળ અમેરિકન નાગરિક અજિતા રાજીને સ્વીડનમાં રાજદૂત તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ ની નિમૂણક કરી છે. ૨૦૧૩ થી લઇ અત્યાર સુધી અજિતા નેશનલ પાર્ટનરશિપ ફોર વુમેન એન્ડ ફેમિલીઝનાં ડાયરેકટર, બ્રેટેન વૂડૂસ કમેટીનાં સભ્ય, સેન્ટર ઓફ અમેરિકન પ્રોગ્રેસનાં આર્થિક સલાહકાર સમિતિનાં સભ્યો તરીકે રહી ચૂક્યા છે. અજિતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને સમાજસેવી છે. વર્ષ ૨૦૧૨ માં રાષટ્રપતિની ચૂંટણી વખતે ઓબામાનાં પ્રચાર અભિયાનમાં અજિતાએ ૩૦ લાખ ડૉલરથી વધુ રકમનો ફંડ લાવી હતી.
ઓબામાએ અગત્યનાં મહત્વપૂર્ણ પદો માટેની ઘણા વ્યકિતઓની જાહેરાત કરી હતી
અજિતાને ગત વર્ષે વ્હાઇટ હાઉસમાં ફેલોશિય માટે રાષ્ટ્રપતિનાં આયોગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.આ પહેલા અજિતા જેપી મોર્ગનની વાઇસ પ્રેસિડ્ન્ટ હતી. તેમણે પોતાના કામનિ નિયત આવક રોકાણ પર કેન્દ્રિત કર્યું હતું. વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલ એક નિવેદન મુજબ , ઓબામાએ અગત્યનાં મહત્વપૂર્ણ પદો માટેની ઘણા વ્યકિતઓની જાહેરાત કરી હતી કે, જે વ્યકિતઓની પસંદગી થઇ છે તેઓ સમાજસેવી, અનુભવી તેમજ પોતાના કામ માટે સર્મપિત છે. આવનારા મહિનાઓ અને વર્ષોમાં સાથે કામ કરવાની ઉત્સુકતા રહેશે.
સ્મિથસોનિયન નેશનલ પોર્ટ્રેઇટ ગેલેરી પણ કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે
કૈલિફોનિર્યાની અજિતા રાજીએ ન્યૂયોર્ક અને કોલંબિયાની ઘણી સમાજસેવી સંસ્થાઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ સ્મિથસોનિયન નેશનલ પોર્ટ્રેઇટ ગેલેરી પણ કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે. ૨૦૧૩ થી લઇ અત્યાર સુધી અજિતા નેશનલ પાર્ટનરશિપ ફોર વુમેન એન્ડ ફેમિલીઝનાં ડાયરેકટર, બ્રેટેન વૂડૂસ કમેટીનાં સભ્ય, સેન્ટર ઓફ એમિરકન પ્રોગ્રેસનાં આર્થિક સલાહકાર સમિતિનાં સભ્યો તરીકે રહી ચૂક્યા છે. ૨૦૧૨ માં તે ઓબામા ફોર અમેરિકાનાં રાષ્ટ્રીયનાણાંનાં ઉપાધ્યક્ષ હતા. અજિતાએ કોલંબિયાની યુનિવર્સિટીનાં બર્નાર્ડ કોલેજમાંથી બીઇની ડિગ્રી મેળવી છે. કોલંબિયામાંથી બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું.

No comments: