ગુગલે લોન્ચ કર્યું નવું ઇ-મેઇલ સર્વિસ ‘ઇનબૉક્સ’ - GUJARAT GENERAL KNOWLEDGE

રવિવાર, ઑક્ટોબર 26, 2014

ગુગલે લોન્ચ કર્યું નવું ઇ-મેઇલ સર્વિસ ‘ઇનબૉક્સ’


Google launches new email service Inbox
ન્યુયોર્ક : સર્ચ એન્જીન ગુગલે બુધવારે નવી ઈમેઈલ સેવા ઈનબોક્સ લોન્ચ કરી છે. ગુગલે તેની જી-મેઇલ સર્વિસને વધુ બહેતર બનાવવા નામની નવી એપ્લીકેશન ઉમેરી છે. ઈનબોક્સ તમારા ઈમેઈલ સંદેશાને વધારે સારી રીતે ઓર્ગેનાઈઝ કરે છે અને એપોઈમેન્ટ, ફ્લાઈટ બુકિંગ કે એવી બીજી જરૂરી સુચનાઓને વધારે સારી રીતે ડીસપ્લે કરે છે.
ગુગલે કહ્યું કે, તે સીલેક્ટેડ જી-મેઈલ યુઝર્સને જ આ નવી સર્વિસ માટે આમંત્રિત કર્યા છે. જે યુઝર્સને આ સર્વિસ જોઇતી હોય તે ગુગલને આ મેઈલ inbox@google.com પર મેઈલ કરી શકે છે.ખાસ સ્માર્ટ મોબાઇલ યુઝર્સ માટે બનાવવામાં આવેલી આ એપમાં લોકોની રોજીંદી જરૂરિયાતના ઘણાં ફીચર મુકવામાં આવ્યા છે.
નવી સેવા જી-મેઈલ સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવી
હાલમાં આ નવી સેવા જી-મેઈલ સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાદમાં આ વેબની સાથે એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને આઈફોનમાં પણ ઉપલબ્ધ થશે. ઇનબોક્સને જી-મેઇલ કરતા બીલકુલ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
જી-મેઇલ કરતા અલગ પ્રકારનું ઈનબોક્સ
ગુગલે તેની બ્લોગ પોસ્ટમાં કહ્યું કે જી-મેઈલ લાવનારા લોકો જ ઈનબોક્સ લઈને આવ્યા છે, પરંતુ આ જી-મેઈલથી અલગ છે. આ એકદમ અલગ પ્રકારનું ઈનબોક્સ છે. આને એ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડીઝાઈન કરાયું છે, જે તમારા માટે ઉપયોગી છે.
ઈનબોક્સ ઈમેઈલ્સનો રિયલ-ટાઈમ અપડેટ બતાવે છે
ગુગલે જણાવ્યું કે ઈનબોક્સ ઈમેઈલ્સનો રિયલ-ટાઈમ અપડેટ બતાવે છે. જેમ કે તમે કોઇ વસ્તુ ખરીદવાનો ઓનલાઇન ઓર્ડર આપ્યો હશે તો તેની ડિલીવરીનું સ્ટેટસ ઇનબોક્સમાં જોવા મળશે. આ ઉપરાંત તેમાં રિમાઈન્ડર સારી રીતે ડિસપ્લે કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે આમાં જી-મેઈલના જુના ફીચર્સને પણ સારી રીતે રજૂ કર્યું છે.
એ સિવાય એપોઇન્ટમેન્ટ્સ અને બીજી માહિતીઓ પણ ઇનબોક્સ દ્રારા મેળવી શકાશે.આ સર્વિસ દ્રારા બેંક એકાઉન્ટ અને ખરીદીના બીલો પણ મેનેજ થઇ શકશે.

ટિપ્પણીઓ નથી: