અરબી સમુદ્રમાં ઉભા થયેલા હવાના હળવા દબાણના કારણે ઉત્પન થયેલા નિલોફર નામનું વાવાઝોડુ સૌરાષ્ટ્રના સાગરકાંઠા તહસ-નહસ કરે તેવી શકયતાના પગલે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો પર 2 અને 3 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને માછીમારોને સુરક્ષિત નજીકના કાંઠાઓ પર આવી જવા માટે ફીશરીઝ વિભાગ દ્વારા સુચનાઓ આપવામાં આવી છે અને દરિયામાં ન જવા માટે જણાવાઈ રહ્યું છે. ધારો કે વાવાઝોડુ સૌરાષ્ટ્રના સાગરકાંઠાને ટચ કરે તો પવનની ગતિ 100થી 120 કિ.મી. રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્શજાયેલ હવાના હળવા દબાણના કારણે નિલોફર નામના વાવાઝોડુ તૈયાર થઈ રહ્યું છે અને હવામાનખાતાની આગમચેતી મુજબ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાગરકાંઠા પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને તેને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો પર 2 અને 3 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને માછીમારોને તુરંત નજીકના કાંઠા પર ફીશીંગ બોટો લંગારી દેવા માટે જણાવાયું છે. આગામી 48 કલાકમાં કચ્છ,ગુજરાત,સૌરાષ્ટ્ર થઈ નિલોફર ઓમાન તરફ ગતિ કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની દહેશતના પગલે હવામાનખાતા દ્વારા ફીશરીજ વિભાગને જાણ કરતા ફીશરીજ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સુચનાઓ આપવામાં આવી છે. સાથોસાથ જે બંદરો પર આયાત-નિકાસનો કાર્ગો લઈને આવેલી શીપોને જરૂર પડયે જેટીથી દુર કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.
હાલમાં ઓછામાં ઓછી ૫ હજારથી વધુ ફીશીંગ બોટો અત્યારે દરિયામાં માછીમારી કરી રહી છે તેમના સુધી વાવાઝોડાની માહિતી પહોચાડવા માટે ફીશરીજ વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહી છે. હજુ ગત રાત્રે જ જાફરાબાદ ફીશીંગ હાર્બર પરથી ૭૦૦ જેટલી બોટ ફીશીંગ માટે દરિયામાં ગઈ છે. તેઓનો સંપર્ક કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પવનની ગતિ તેજ રહેવાની હોવાના કારણે દરીયામાં મોજા પણ ભારે ઉછળે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાંઠાળ વિસ્તારમાં તેની અસર વધુ દેખાશે તેમ જણાઈ રહ્યું છે.
આ વાવાઝોડાના પગલે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે.
SandeshNews
No comments:
Post a Comment