ડાબેરી વિચારધારા ધરાવતી બ્રાઝીલની મહિલા રાષ્ટ્રપતિ ડીલ્મા રોસેફ પુન: રાષ્ટ્પતિ પદ માટે ચુટાયા છે. જેમાં ૯૯ ટકા મતોની ગણતરીમા ડીલ્મા રોસેફને ૫૧.૫ ટકા મત મળ્યા હતા. જયારે તેમના પ્રતિસ્પર્ધી એસીઓ નેવેસને ૪૮.૫ ટકા મત મળ્યા હતા.
ડીલ્મા રોસેફની જીતના લીધે વર્કર્સ પાર્ટીની શાસનની સમય મર્યાદા વધી ગઈ છે. વર્ષ ૨૦૦૩થી રાષ્ટ્રપતિ પદ પર વર્કર્સ પાર્ટીનું વર્ચસ્વ છે. આ સમય ગાળા દરમ્યાન પક્ષે સામાજિક સુધારણા કાર્યક્રમ લાગુ કર્યો હતો. જેના લીધે દેશના લાખો નાગરિકોના જીવનસ્તરમા સુધાર આવ્યો હતો અને કેટલાકના જીવન ધોરણને સુધારવામાં મદદ પણ મળી હતી. આ બધા વચ્ચે એક સમાચાર એજન્સીએ જણાવ્યુ હતું કે ચુંટણી જીત્યા બાદ ડીલ્મા રોસેફે લોકોને રાષ્ટ્રીય એકતા માટે આહવાન કર્યું હતું. ચાર વર્ષ સુધી કાર્યકાળ મળ્યા બાદ તેમણે વિજય સંબોધનમા લોકો અને સમર્થકોએ બ્રાઝીલ માટે એકજુટ થઈને કામ કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે ચુંટણીના લીધે દેશ વિભાજીત થયો છે. જો કે તમામ નાગરિકની ઈચ્છા એક સુંદર અને પ્રગતીશીલ દેશ બનાવાની હોય છે.
ઉલ્લેખનીય છે કે ચુંટણી પ્રચાર અભિયાન દરમ્યાન મતદાતા બે અલગ અલગ હિસ્સોના વેહ્ચાય ગયા હોય તેમ લાગતું હતું. જેમાં એક જૂથને લાગતું હતું કે સરકાર માત્ર ગરીબોની જ રક્ષા કરશે અને સામાજિક સમરસતાના અભિયાનને આગળ વધારશે. જ્યારે બીજા જૂથને લાગતું હતું કે ડીલ્મા રોસેફના પ્રતિસ્પર્ધી બજાર અનુકુળ નીતિના વિકાસની દેશની વિકાસ કરી શકશે.
આ વખતનો ચુંટણી પ્રચાર ૧૯૮૫મા બ્રાઝીલમા લોકતંત્રની સ્થાપના બાદ સૌથી ઉગ્ર પ્રચાર માનવામાં આવે છે. જેમાં વર્ષ ૧૯૯૫મા રાષ્ટ્રપતિ પદ માટે માત્ર બે પક્ષ વચ્ચે મુકાબલો થતો હતો.
ગરીબ ઉત્તર અને સમૃધ્ધ દક્ષિણ વચ્ચે વહેંચાયેલા લેટીન અમેરિકાનાં સૌથી વિશાળ પ્રદેશ અને સૌથી વિશાળ અર્થતંત્ર ધરાવતા આ દેશમાં આ વખતની પ્રમુખ પદની ચૂંટણી ભારે રસાકસી ભરી બની હતી. બ્રાઝિલનાં આ સૌથી પહેલા મહિલા પ્રમુખ પહેલેથી જ ફરી વિજય બનશે તેમ તો સૌ કોઈ માનતા હતા, સાથે તેમ પણ માનતા હતા કે આ વિજય ઘણો પાતળો રહેશે. બ્રાઝીલમાં બન્યું પણ તેમ જ છે.
વાસ્તવમાં બ્રાઝીલને પ્રંચડ મંદીમાંથી ઉગારવા તેમણે પ્રયત્નો પણ તેટલા જ કર્યા હતા. છતાં હજી રાષ્ટ્ર સંપૂર્ણ મંદીની અસરમાંથી બહાર નીકળી શક્યું નથી. તેથી જ તેઓને પાતળી બહુમતિ મળી હશે તેમ નિરિક્ષકોનું કહેવું છે. ડાબેરી ઝૂકાવવાળી તેમની વર્કર્સ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ફરી ઉભા રહેલા ડીલ્મા રૉસેફ સામે મધ્યસ્થ જમણેરી (સેન્ટર રાઈટ) તેવા એશિયો નેવેસને તેમણે આશરે 30 લાખ મતથી પરાજીત કર્યા છે.
આમ, રવિવારે ૯૯% જેટલા મતની ગણતરી પૂરી થઈ ત્યારે તેઓએ ૫૧.૬% મત મળ્યા હતા. ડીલ્મા ડાબેરી પાર્ટીના ઉમેદવાર હોવાથી ગરીબ ઉત્તર વિસ્તારમાં તેઓ પહેલેથી જ આગળ હતા. પરંતુ તેમણે દક્ષિણના સમૃધ્ધ વિસ્તારમાં પણ મધ્યમ વર્ગના ઘણા મત મેળવ્યા છે.
No comments:
Post a Comment