GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

જુઓ એક અનોખું ગામ, જ્યાં સડક જ નથી

quaint village Where road is not
અજબ દુનિયાનું આ ગજબ ગામ જ્યાં સડક જ નથી. અહિયાંના લોકો જ્યાં પણ જવું હોય ત્યાં બોટ પર સવારી કરીને જાય છે. ફ્રાંસનું વેનિસનામનું આ ગામ ઈસ.૧૨૩૦માં આ ગામની સ્થાપના થઈ હતી અને શરૂઆતમાં તેનું નામ ગેટેન હોર્ન હતુ. બાદમાં તેનું નામ ગિએથુર્ન થઈ ગયુ.
ગામમાં નહેર બનાવવા પાછળ પણ એક ઈતિહાસ છે. એવું કહેવાય છે અને તે સુંદર નજારાઓના કારણે પુરી દુનિયામાં પ્રખ્યાત છે. વેનિસમાં હજારોની સંખ્યામાં ટુરિસ્ટ આવે છે અને અહીંના અદભૂત નજારાઓનો આનંદ ઉઠાવે છે.
પરંતુ વેનિસ તો એક શહેર છે. શું તમે કોઈ એવા ગામની કલ્પના કરી શકો છો કે જ્યાં એક પણ સડક ન હોય અને તો પણ હર કોઈ ત્યાં પહોચી તેને જોવા ઈચ્છતુ હોય? તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ હકીકત છે.
હોલેન્ડ સ્થિત ગિએથુર્ન ગામ પુરી દુનિયાના પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનેલુ છે.આ ગામમાં એક પણ ગાડી નથી. જેને પણ ક્યાંય પણ જવું હોય તો બોટના સહારે જ જઈ શકે છે. અહીંની નહેરોમાં ઈલેક્ટ્રીક મોટરથી નાવ ચાલે છે, જેના વડે લોકો આવન જાવન કરતા હોય છે.
આ બોટનો અવાજ બહુ જ ઓછો આવે છે અને લોકોને તેની સામે કોઈ જ ફરિયાદ નથી. તો કેટલાક લોકો એકથી બીજી જગ્યાએ જવા માટે ગામની વચ્ચેથી પસાર થતી નહેર પર બનેલા લાકડાના પુલનો ઉપયોગ કરે છે.
૧ મીટર ઉંડી આ નહેરોનો બળતણમાં ઉપયોગમાં આવતા એકપ્રકારના ઘાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થતો હતો. ખોદકામ દરમિયાન અહીં તળાવ અને સરોવર બની ગયુ. ત્યારે કદાચ કોઈને એ અંદાજ નહીં હોય કે પીટ પહોચવા માટે બનાવેલી નહેરના કારણે આ જગ્યા દુનિયાના નકશા પર સુંદર પર્યટક સ્થળના રૂપમાં છવાઈ જશે.

No comments: