GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

અંધત્વની સારવાર કરી શકે તેવા સ્ટેમસેલ શોધાયા

વૈજ્ઞાનિકોએ સ્ટેમસેલની મદદથી અંધત્વના ખૂબ જ સામાન્ય પ્રકારનો ઇલાજ શોધી કાઢયો છે. વૈજ્ઞાાનિકોના મતે, આંખની સપાટીના આગળના ભાગમાંથી મળી આવતા સ્ટેમસેલની મદદથી અંધત્વનો ઇલાજ શક્ય છે. યુનિર્વિસટી ઓફ સાઉથમ્પ્ટનમાં થયેલાં આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ર્કોિનઅલ લિમ્બસમાંથી સ્ટેમસેલ એકઠા કરી શકાય છે. આંખના પારદર્શક શ્વેતપટલ(ર્કોિનઆ) અને સફેદ સ્ક્લીઅર વચ્ચેનો ભાગ ખૂબ સાંકડો હોય છે.
યોગ્ય પરિસ્થિતિમાં આંખની આગળની સપાટીમાં આવેલા આ સેલને ફોટોરિસેપ્ટર સેલ્સ તરીકે કાર્યરત કરવા માટે નિર્દેશિત કરી શકાય છે. ફોટોરિસેપ્ટર સેલ્સ ગુમાવી દેવાથી વ્યક્તિ આંખોનું તેજ ગુમાવી દેતો હોય છે. સંશોધકોને આશા છે કે, તેમનાં આ સંશોધન બાદ ઉંમર વધવાની સાથે આવતાં અંધત્વનું નિવારણ થઈ શકશે. દુનિયાના વિકસિત દેશોમાં વૃદ્ધાવસ્થામાં અંધત્વ માટે મેક્યુલ ડિજનરેશન સૌથી મોટું જવાબદાર પરિબળ છે અને બ્રિટનમાં ૭૫ વર્ષની વય ધરાવતી દર ત્રણમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. યુનિર્વિસટી ઓફ સાઉથમ્પ્ટનના પ્રોફેસર અને સાઉથમ્પ્ટન જનરલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓપ્થેમોલોજિસ્ટ એન્ડ્રુુલોટેરી જણાવે છે કે, 'આ સેલ્સ અંધત્વનાં નિવારણ માટે ઉપયોગમાં લેવા તૈયાર અવસ્થામાં મળી આવે છે અને તેમના જોવામાં મળતી આશ્ચર્યજનક લવચિકતા ભવિષ્યની ઉપચાર પદ્ધતિઓ માટે તેને ખૂબ ઉપયોગી સાબિત કરે છે.'

Source: Sandeshnews

No comments: