GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

પ્રધાનમંત્રી ગ્રામવિકાસ યોજના મોદી ૧૧ ઓક્ટોબરે લોંચ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય પર્વ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી ગ્રામ વિકાસ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં દરેક સાંસદ દર વર્ષે એક ગામ દત્તક લેશે અને તેનો સંપૂર્ણ વિકાસ કરશે. તા.૧૧ ઓક્ટોબર જયપ્રકાશ નારાયણના જન્મદિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાનું દિલ્હી ખાતેથી લોન્ચિંગ કરશે. એ જ દિવસે સમગ્ર દેશમાં દરેક સાંસદ તેમના મત વિસ્તારના એક ગામને દત્તક લેવાનો કાર્યક્રમ કરશે.
પ્રધાનમંત્રી ગ્રામવિકાસ યોજનામાં લોકસભા અને રાજ્યસભાના દરેક સભ્યને પોતે પસંદ કરે એવા અને ત્રણ હજારથી પાંચ હજારની વસ્તીવાળા ગામને દત્તક લેવાનું રહેશે. આ માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થશે. ગામની આવશ્યકતા મુજબના કામો નક્કી થશે. તેમાં સાંસદની ગ્રાન્ટ ઉપરાંત કેન્દ્ર સરકારની સહાય મળશે. સાંસદોએ દર વર્ષે એક ગામ દત્તક લેવાનું રહેશે. ગુજરાતના તમામ સાંસદો તેમણે નક્કી કરેલા ગામની વિગત જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીને તથા કલેક્ટરને જાણ કરી દીધી છે. હવે તા.૧૧ ઓક્ટોબર નિશ્ચિત ગામમાં ફંકશન યોજીને ગામ દત્તક લેવાની જાહેરાત કરાશે. તથા ગામમાં કયા કયા વિકાસ કામો થશે તેની જાહેરાત કરવામાં આવશે.

Source: Sandeshnews

No comments: