GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

GPSC પરીક્ષામાં ૨.૪૩ લાખ હાજર, ૧.૮૦ લાખ ગેરહાજર

GPSC પરીક્ષામાં ૨.૪૩ લાખ હાજર, ૧.૮૦ લાખ ગેરહાજર

કેટલાક છબરડા અને અવ્યવ્સ્થાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે લેવાઈ

પ્રશ્નપત્ર ૧ સરળ રહ્યું જ્યારે પ્રશ્નપત્ર-૨માં રીઝનિંગ, મેથ્સ, પ્રશ્નપત્ર-૩માં જ


અમદાવાદ,રવિવાર
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્યભરમાં પ્રીલિમિનરી પરીક્ષા લેવાઈ હતી.જે કેટલાક છબરડા અને નાની મોટી અવ્યવસ્થાની ફરિયાદોને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે પુરી કરી દેવાઈ છે.જ્યારે કુલ ત્રણ પ્રશ્નપત્રોમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નો સાથેનું પ્રશ્નપત્ર ૧ સરળ રહ્યું છે અને પ્રશ્નપત્ર ૨માં રીઝનિંગ અને મેથ્સના પ્રશ્નો ખૂબ જ અઘરા હતા તો પ્રશ્નપત્ર ૩માં જનરલ નોલેજના પ્રશ્નો ખૂબ જ અટપટા અને અઘરા હોવા સાથે ઉમેદવારો ભારે મૂંઝાયા હતા.આમ એકંદરે બે પેપરો અઘરા અને લેન્ધી રહ્યા હતા.મહત્વનું છે કે આજની પરીક્ષા માટે ૪,૧૯,૫૦૬ ઉમેદવારોની અરજી હતી પરંતુ પરીક્ષા આપવા માટે ૨,૪૩,૯૫૭ ઉમેદવારો સાથે માત્ર ૫૭ ટકા જ હાજરી નોંધાઈ હતી અને ૧,૮૦,૫૪૯ ઉમેદવારો પરીક્ષા આપવા જ નહોતા આવ્યા.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગત ૧૦મી જુનના રોજ રાજ્યમાં વહીવટી સેવા વર્ગ ૧ અને સિવિલિ સર્વિસીસની વર્ગ ૧ અને ૨ની કુલ ૩૭૮ જેટલી જગ્યાઓ માટે જાહેરાત આપવામા આવી હતી અને ત્યારબાદ ૩૦મી જુન સુધી ઓનલાઈન અરજીઓ મંગાઈ હતી.જેમાં રાજ્યભરમાંથી ૪,૧૯,૫૦૬ ઉમેદવારોની ફાઈનલ અરજીઓ આવી હતી.આ ઉમેદવારોની આજે જીપીએસસી દ્વારા રાજ્યના ૨૮ જીલ્લાઓ સહિત ૬૪ મુખ્ય કેન્દ્રો ખાતેથી પરીક્ષા યોજાઈ હતી અને અમદાવાદમાં ૨૮૨ સહિત રાજ્યના ૧૪૩૭ કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી.મહત્વનું છે કે જીપીએસસીના જણાવ્યા અનુસાર ૪.૧૯.૫૦૬ ઉમેદવારોમાંથી પરીક્ષામાં હાજર માત્ર ૨.૪૩,૯૫૭ ઉમેદવારો જ રહ્યા છે, જ્યારે ૧.૮૦,૫૪૯ ઉમેદવારો પરીક્ષા આપવા જ આવ્યા ન હોઈ એકંદરે ૫૭ ટકા જ હાજરી નંધાઈ છે.જ્યારે પ્રશ્નપત્રોની વાત કરીએ તો સવારે ૧૦થી ૫ દરમિયાન કુલ ત્રણ પ્રશ્નપત્રો લેવાયા હતા અને જેમાં પ્રશ્નપત્ર ૧ વર્બલ સ્કીલ્સ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાથે ૧૫૦ માર્કસનું તેમજ પ્રશ્નપત્ર કોન્ટીટિવ સ્ટડીઝ સાથે રીઝનિંગ અને મેથ્સના પ્રશ્નો મળીને કુલ ૧૫૦ માર્કસનું અને પ્રશ્નપત્ર ૩ સામાન્ય જ્ઞાાનના પ્રશ્નો સાથે જનરલ સ્ટડીઝનું ૨૦૦ માર્કસનું રહ્યું હતું.જેમાં પ્રશ્નપત્ર ૧ ઉેમદવારોને એકંદરે ઘણું સરળ લાગ્યું હતું.પરંતુ પ્રશ્નપત્ર ૨માં રીઝનિંગ અને મેથ્સ કે જે આ વખતે કોર્સમાં નવું ઉમેરાયું છે,તેના પ્રશ્નો પણ ઘણા અઘરા અને લાંબા હતા જેથી ઉમેદવારો મૂંઝાયા હતા.જ્યારે પ્રશ્નપત્ર ૩માં સામાન્ય જ્ઞાાનના ઘણાં પ્રશ્નો ખૂબ જ અઘરા હોવા સાથે કાયદાને લઘતા વિચિત્ર પ્રશ્નો હોઈ ઉમેદવારોને આવડયા જ ન હતા.આમ એકંદરે ઉમેદવારો પ્રશ્નપત્ર ૨ અને ૩માં ભારે ગૂંચવાયા હતા અને સમય પણ ખૂટયો હોઈ અનેક પ્રશ્નો છોડી દેવા પડયા હતા.પરંતુ ક્વોલીટી ઉમેદવારો માટે સરેરાશ આજની પરીક્ષા ખૂબજ સારી કહી શકાય તેવી હતી.કારણકે જીપીએસસી દ્વારા ગુણવત્તાવાળા ઉમેદવારોની પસંદગી માટે પ્રશ્નપત્ર ૨ અને ૩ને મોડરેટ કરવાનો પ્રયત્ન કરાયો હતો.જેમાં જે ઉમેદવારોએ ખરેખરે ખૂબ જ મહેનત કરી હતી તેઓને જ ફાયદો થયો હશે. જીપીએસસીના જણાવ્યા અનુસાર રાજ્યના કોઈ પણ કેન્દ્રમાંથી ચોરી કે અઈચ્છનિય બનાવની ફરિયાદ મળી નથી. ગ્રામ્યના કેટલાક કેન્દ્રોમાં નાની સ્કૂલોમાં રૃમો નાના હોવા સાથે બેન્ચીસો પણ નાની હોઈ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન હોઈ ઉમેદવારોને મુશ્કેલી ઉભી થઈ હતી.આમ કેટલાક છબરડા અને અવ્વસ્થાને બાદ કરતા પરીક્ષા શાંતિમય માહોલમાં પુરી થઈ હતી.

CCTV ફૂટેજ અને કોલ ડિટેઈલ કઢાવાય તો પર્દાફાશ થઈ શકે છે
સરકારના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે જીપીએસસીની કચેરીમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસાય તો અનેક રહસ્યો પરથી પર્દો ઉંચકાઈ શકે તેમ છે. કારણ કે જીપીએસસીના ક્લાસ ચલાવનારા કેટલાક તત્વો અને પરીક્ષાલક્ષી સાહિત્ય બહાર પાડનાર કેટલાક તત્વોના છેલ્લા બે-ત્રણ માસથી જીપીએસસીની ખાનગી શાખામાં જે આંટાફેરા વધી ગયા હતા તે તમામ સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. આવી જ રીતે સત્તાધિશોના ખાનગી નંબરોની જો કોલ ડિટેઈલ કઢાવવામાં આવે તો પણ તેઓ છેલ્લા ત્રણેક માસથી કોની-કોની સાથે સંપર્કમાં હતા તેનો ભેદ ખુલી શકે છે.

૩૩ ટકા નેગેટિવ માર્કિંગ, બદલાયેલા કોર્સથી રોષ
જીપીએસી દ્વારા લેવાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં પરીક્ષાની પદ્ધતિ અને કોર્સથી માંડી માર્કિંગમાં અનેક ફેરફારો કરી દેવાયા હોઈ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને અનેક ઉમેદવારોએ પરીક્ષા આપવાનું જ ટાળી દીધું હતું.મહત્વનું છે કે અત્યાર સુધીમાં નેગેટિવ માર્કિંગ માત્ર ૨૫ ટકા હતું જ્યારે આ વખતે પ્રથમવાર ૩૩ ટકા નેગેટિવ માર્કિંગ હતું જેથી ૩ પ્રશ્નો એક માર્કસ કપાઈ જતા વિદ્યાર્થીઓએ મુંઝવણભર્યા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.રીઝનિંગ તેમજ મેથ્સ સહિત નવા ઉમેરાયેલા લાંબા કોર્સથી પણ ઉેમદવારો મુંઝાયા હતા.
GujaratSamachar

No comments: