ન્યૂ યોર્ક – વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેલ્લા ૪૨ દિવસોમાં ઈબોલાનો એક પણ નવો કેસ ન દેખાતા નાઇજીરિયાને આજે ઈબોલા મુક્ત દેશ જાહેર કરી દીધો છે.
WHOના પ્રતિનિધિ રુઈ ગામા વાઝે અબુજા ખાતે એક પ્રેસ કોન્ફરેન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું નાઇજીરિયા હવે ઈબોલા મુક્ત છે, અહીંના લોકો હવે ઈબોલાના જોખમથી બહાર છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ ચમત્કારિક સફળતાની કહાણી છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ ચમત્કારિક સફળતાની કહાણી છે.
મહત્વનું છે કે આફ્રિકન દેશોમાંથી એક નાઇજીરિયા પણ ઈબોલાનો ભોગ બન્યું હતું. જેને પગલે અહીંના ટુરિઝમ સહિત વેપાર-ઉદ્યોગને ખાસ્સુ નુકસાન વેઠવું પડ્યું.
ઈબોલાને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ લોકોનું મોત થઈ ચૂક્યું છે. ખાસ કરીને આફ્રિકન દેશોમાં આ બિમારીએ અનેક લોકોને ખૂબ ઝડપથી ભરડામાં લીધા છે.
No comments:
Post a Comment