ગુજરાતના જગવિખ્યાત સિંહો માટે હવે ગુજરાતમાં વધુ એક વસાહત ખૂલી રહી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જામજોધપુર વચ્ચે આવેલા બરડાના ડુંગરમાં સિંહો માટે નવી વસાહત શરૂ કરવાની કવાયત ગુજરાત સરકારે હાથ ધરી છે અને દિવાળી બાદ સાસણ ગીરમાંથી સિંહો કુદરતી રીતે બરડાના જંગલ તરફ આ નવી વસાહતમાં શિફ્ટ થાય એ માટે પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણપ્રધાન ગોવિંદ પટેલે કહ્યું હતું કુ પોરબંદર અને જામજોધપુર વચ્ચે આવેલા બરડાના ડુંગર એ નૅચરલ સાઇટ છે અને સિંહોના વસવાટ માટે યોગ્ય જગ્યા છે. લગભગ દસેક સિંહો નૅચરલ રીતે ત્યાં શિફ્ટ થાય એ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે અને દિવાળી પછી આ સ્થળે સિંહોને લઈ જવામાં આવશે.
સાસણ ગીરના જંગલમાંથી સિંહો છેક ભાવનગર સુધી પહોંચી ગયા છે તો થોડા સિંહ આ તરફ આવે અને અહીં વસવાટ કરે. આ સ્થળે સિંહો માટે જગ્યા ખાલી કરાવી દીધી છે. આ સ્થળે કોઈ પાર્ક બનશે નહીં, પરંતુ સિંહો નૅચરલ રીતે રહી શકુ એવી વ્યવસ્થા કરવામાં આવશે.બે વર્ષ પહેલાં વાંકાનેર પાસે રામપરાની વીરડીમાં ૬ સિંહોને લઈ જવામાં આવ્યા હતા. આજે ત્યાં ૧૩ સિંહ થઈ ગયા છે.

No comments:
Post a Comment