(ડબલ્યુટીએ ફાઈનલ્સનો ખિતાબ જીત્યા બાદ દર્શકોનું અભિવાદન ઝીલી રહેલા સાનિયા મિર્ઝા તથા કારા બ્લૈક)
*WTAમાં સાનિયાનો પ્રથમ વિજય
*એકતરફી મુકાબલામાં આપ્યો ચીની ડબલ્સને પરાજય
સિંગાપુર : ભારતના ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તથા ઝિમ્બાબવેના જોડીદાર કારા બ્લૈકે રવિવારે ડબલ્યુટીએ ફાઈલન્સના ડ્યુલનો પુરસ્કાર જીત્યો હતો. આ જોડીએ બીજી રેન્ક પરના ચીનના પેંગ શુઆઈ તથા ચીનના હ્શે શુ-વીને 6-1 તથા 6-0થી પરાજય આપીને એક તરફી વિજય મેળવ્યો હતો. ડબ્લયુ ટીએમાં સાનિયા મિર્ઝાએ પ્રથમ વખત વિજય મેળવ્યો છે.
59 મિનિટ સુધી ચાલ્યો મેચ
ત્રીજા સિડિંગ પર રહેલી સાનિયા તથા કારાએ વિપક્ષી જોડીને માત્ર 59 મિનિટ્સમાં ધ્વસ્ત કરી દીધી હતી અને અંતિમ મેચને યાદગાર બનાવી દીધી હતી. આવતી સિઝનથી બંને ખેલાડીઓ અલગ-અલગ પાર્ટનર્સ સાથે રમશે. સાનિયાએ પ્રથમ વખત ડબલ્યુટીએ ફાઈનલ્સ માટે ક્વોલિફાય કર્યું હતું. બાદમાં તેમણે ભવ્ય વિજય સાથે સિઝનનું સમાપન કર્યું હતું.
કારા-મિર્ઝાની જોડીની છેલ્લી મેચ
ગયા મહિને જ સાનિયા તથા કારાએ જાહેરાત કરી હતી કે, આ ટુર્નામેન્ટ જોડી તરીકે તેમની અંતિમ ટુર્નામેન્ટ હશે. આ જોડીએ છૂટા પડતા પહેલા પ્રથમ વખત ડબલ્યુટીએ માટે ક્વોલિફાય કર્યું અને વિજય પણ મેળવ્યો.
ફાઈનલની સફર
આ પહેલા સેમીફાઈનલમાં સાનિયા-કારાની જોડીએ ચેક ગણરાજ્યની ક્વેતા પેશ્કે તથા સ્લોવેનિયાની કેટરિના સ્રેબોટિનકને 4-6,7-5,11-9થી પરાજય આપ્યો હતો. એક સમયે 6-9થી પાછળ રહેલી આ જોડીએ અંતિમ ક્ષણોમાં શાનદાર પુનરાગમન કર્યું અને ખિતાબ જીતવાની આશાને જાગૃત રાખી હતી. પહેલો સેટ જીતી ચૂકેલી ક્વેતા તથા સ્રેબોટિનકની જોડીએ 3-5થી પાછળ રહ્યાં બાદ મેચમાં પુનરાગમન કર્યું હતું અને ટાઈ-બ્રેક દ્વારા નિર્ણય થયો હતો.
સાનિયા મિર્ઝાના પિતાએ કર્યું ટ્વિટ
સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ ટ્વિટ કરીને પુત્રીને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે લખ્યું, "આ તેનો મહાન વિજય છે. આ વિજય સાથે સાનિયાએ ઈતિહાસ રચી દીધો છે. "
Divyabhaskar
No comments:
Post a Comment