GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

2,100 કરોડના ખર્ચે દુનિયાનો સૌથી મોટો સૌરઉર્જા પ્લાન્ટ રાજસ્થાનમાં કાર્યરત

રાજસ્થાન તા. 12 નવેમ્બર 2014

દેશનો જ નહી પણ દુનિયાના સૌથી મોટો સૌર ઉર્જા પાવર પ્લાન્ટ(સીએસપી)નું રાજસ્થાનમાં કામકાજ શરૂ થઇ ગયું છે. 100 મેગાવોટનો આ પાવર પ્લાન્ટ રિલાયન્સ પાવરે 2,100 કરોડ રૂપિયાની કિંમતથી જૈસલમેર જીલ્લામાં બનાવ્યો છે.

અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને કંપનીએ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલુ કરી દીધો છે. રાજસ્થાનમાં અન્ય બીજી કેટલીક કંપનીઓ પણ સૌર ઉર્જા પર કામ કરી રહી છે. સૌર ઉર્જાથી વિજળીનું ઉત્પાદન સસ્તું અને પર્યાવરણને અનુકૂળ છે.

આ ટેક્નોલોજી માટે સૌર રિફલેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે સુર્યની ગરમીને એક જગ્યાએ એકત્રિત કરે છે જ્યાં પાઇપમાંથી પાણી વહેતું હોય છે. સુર્યની ગરમી પાણીને વરાળમાં બદલી પાઇપમાંથી વરાળ છોડે છે જેનાથી જનરેટર ચાલે છે અને વિજળી ઉત્પન થાય છે.

No comments: